________________
गुरुतत्त्वसिद्धिः
હાર્દ અને યથાસ્થાનવિનિવેશ ગીતાર્થ પાસે જ મળે, અગીતાર્થ-પંડિતમાની પાસે નહીં.
(૨) શાસ્ત્ર સ્વરૂપથી કલ્યાણકારી ખરું, પણ તેને વાંચનાર વ્યક્તિ જો તેના યથાર્થ આશયને ન સમજે અને તેનાથી જુદા કે ઊંધા આશયને પકડે, તો એ જ શાસ્ત્ર એ જીવના અકલ્યાણ માટે પણ થઈ શકે છે. એટલે શાસ્ત્રનું ભણતર જેટલું આવશ્યક છે, એનાથી પણ વધુ આવશ્યક છે શાસ્ત્રના હાર્દને યથાર્થપણે અવગાહન કરાવનારી માર્ગસ્થ સદ્દબુદ્ધિ ! તેથી તેના પર પણ ખાસ ભાર મૂકવો જોઈએ. એટલે જ અપાત્રને ભણાવવાનો નિષેધ છે, તીર્થોચ્છેદભયે પણ નહીં.
હવે અગીતાર્થો પાસે શાસ્ત્રોનું અધ્યયન કરીને મતિભ્રમવાળા થયેલા તે દુબુદ્ધિ પુરુષો, કેવી ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે? તે જણાવે છે -
-
____ सम्प्रति ये साधवः कालोचितयतनया यतमाना दृश्यन्ते, तेऽपि न वन्द्याः । यतः श्रीआवश्यके -
पासत्थो ओसनो होइ कुसीलो तहेव संसत्तो । अहछंदोऽवि य एए अवंदणिज्जा जिणमयंमि ।।१।। (प्र०) ૨. ‘સાર્ત’ ત્તિ પૂર્વમુદ્રિત-પાઈ, અa A-B-c-પ્રતા : |
- ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - હમણાં જે સાધુઓ કાળ પ્રમાણેની યાતનાથી પુરુષાર્થ કરતા દેખાય છે, તેઓ પણ વંદનીય નથી. કારણ કે આવશ્યકમાં કહ્યું છે કે “પાર્થસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથાÚદ- આ (પાંચ પ્રકારના સાધુઓ) જિનમતમાં અવંદનીય છે.”
ગુરુલોuoો પૂર્વપક્ષ
વિવેચન - હમણાંના જે સાધુઓ, વર્તમાન કાળને ઉચિત પોતાના સંઘયણ, શક્તિ વગેરેને અનુસારે જયણાપૂર્વક ઉદ્યમશીલ થતા દેખાય છે, તેઓને પણ વંદન કરવા જોઈએ નહીં, કારણ કે તેવા સાધુઓ પણ એક પ્રકારના પાર્થસ્થાદિ જ છે અને આવશ્યકનિયુક્તિમાં પાર્થસ્થાદિને વંદન કરવાનો સ્પષ્ટ નિષેધ છે.
જુઓ આવશ્યકનિયુક્તિગત પ્રતિગાથાનું વચન:
“(૧) પાર્થસ્થ, (૨) અવસગ્ન, (૩) કુશીલ, (૪) સંસક્ત, અને (૫) યથાશૃંદ - આ પાંચ પ્રકારના સાધુઓ જિનમતમાં વંદન કરવા યોગ્ય નથી.”
આ ગાથા પ્રસ્તુતમાં અત્યંત ઉપયોગી હોવાથી, આના પર રચાયેલી પૂ. હરિભદ્રસૂરિ મ. સા. ની ટીકાના આધારે આપણે પાર્થસ્થાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજીએ.