________________
गुर्जरविवेचनसमन्विता
४३
પાર્થસ્થાદિને વંદન થઈ શકે નહીં એવું જણાય છે. પણ તેમાં એકાંર્ત નથી, જ્યાં કોઈક કારણવિશેષ આવી પડે, ત્યારે તેઓને પણ વંદન કરી શકાય છે..
એટલે જ્ઞાનાદિના કારણે સંધરક્ષાદિના પ્રયોજને.. વગેરે-વગેરે અનેક કારણોસર પ્રકટસેવી પાર્થસ્થાદિને પણ યથાયોગ્ય વંદન-નમસ્કાર કરવા અને તેવું કરવા દ્વારા પોતાના કાર્યો પૂર્ણ કરવા.
આ વિશે આવશ્યકસૂત્રની નિયુક્તિમાં જણાવ્યું છે કે
मुक्कधुरा संपागडसेवी चरणकरणपन्भटे । लिंगावसेसमित्ते जं कीरइ तं पुणो वोच्छं ।।१।। वायाइ नम्मुक्कारो हत्थुस्सेहो य सीसनमणं च । संपुच्छणऽच्छणं छोभवंदणं वंदणं वावि ।।२।। एताइं अकुव्वंतो जहारिहं अरिहदेसिए मग्गे । न भवइ पवयणभत्ती अभत्तिमंतादओ दोसा ॥३॥
-- ગુરુગુણરશ્મિ – શ્લોકાઈ - સંયમપૂરાને મૂકનાર, જાહેરમાં અતિચારોનું સેવન કરનાર, ચરણ-કરણથી ભ્રષ્ટ અને એટલે જ માત્ર વેષધારી સાધુ વિશે જે કરાય, તે હું કહીશ..(૧)
વિવેચન :- (૧) મૂકાયેલી સંયમની ધૂરાવાળો, અર્થાત્ સંયમવ્યાપારોને છોડી દેનારો, (૨) મૂળગુણસંબંધી અને ઉત્તરગુણસંબંધી અતિચારોને આચરવાના સ્વભાવવાળો, (૩) વ્રતાદિ ચરણોથી અને પિંડવિશુદ્ધિ વગેરે કરણોથી અત્યંત ભ્રષ્ટ થયેલો, અર્થાત્ તેઓનું શક્તિ પ્રમાણે પણ પાલન ન કરનારો..
આવા પ્રકારના માત્ર વેષધારી સાધુ વિશે કારણો ઉપસ્થિત થયે છતે વંદનાદિ વ્યવહારો કેવા રાખવા? તેની વિધિ શું? એ બધું હું (=આચાર્ય ભદ્રબાહુસ્વામી) કહીશ. (આવશ્યકનિર્યુક્તિ શ્લોક૧૧૨૭)
આ વિશે ગુરુતત્ત્વવિનિશ્ચયમાં પણ કહ્યું છે કે - જેણે સંયમની ધુંસરી મૂકી દીધી છે, જે શાસન અપભ્રાજનાની ઉપેક્ષા કરીને સમસ્ત લોકની
જ ઉત્સર્ગવાક્ય-અપવાદવાક્ય વગેરે છ પ્રકારના વાક્યો હોય છે – એવું ઉપદેશરહસ્યની વૃત્તિમાં (શ્લોક૧૩૩) જણાવ્યું છે. એટલે તે તે શાસ્ત્રવચનો ક્યા વાક્યરૂપ છે? કઈ અવસ્થા અને કયા પુરુષવિશેષને અનુસરીને તેનો નિર્દેશ છે? એ બધું સમજવું અત્યંત આવશ્યક છે.. અન્યથા એકાંતે શાસ્ત્રવચન પકડાઇ જતાં અવસ્થાવિશેષમાં ઉન્માર્ગ સર્જાવાની શક્યતા રહે..
* “મુવધુરા સંપાળેિ વળ#Rપરિહીને તિવિમિત્તે, ગં શીર તારિણં ગુૐ i' - (ગુરુતત્ત્વવિનિશ્ચય: સ્નો: રૂ/૨૬૦)
-
-
-