________________
गुरुतत्त्वसिद्धिः
કારણો ઉત્પન્ન થવા છતાં પણ જે શ્રાવક, પાસત્થા વગેરેને (૧) અભ્યસ્થાન, અને (૨) વંદન - એ બંને પણ પ્રકારના વંદનન કરે, (તે શ્રાવક પ્રાયશ્ચિત્તને યોગ્ય હોવાથી) તેને ચાર ઉઘાત (ચતુર્માસ= ચતુર્લધુ) પ્રાયશ્ચિત્ત આવે..” (શ્લોક-૬૨, ગુરુતત્ત્વવિનિશ્ચય શ્લોક-૩/૧૪૬)
આ પ્રમાણે શ્રાદ્ધજીતકલ્પમાં શ્રાવકોને આશ્રયીને પણ પાસત્યાદિને વંદન કરવાનું કહ્યું છે જ..
હવે શ્રાવકોએ પાસત્યાદિને વંદન કેમ કરવા? એવા કયા કારણો બને? તે બધું જણાવવા કહે છે –
ननु किं नाम कारणेन श्राद्धोऽपि पार्श्वस्थादीन् वन्दते ? उच्यते – ज्ञानादिग्रहणरूपग्रहणशिक्षाऽऽवश्यकविध्यादिशिक्षणरूपाऽऽसेवनाशिक्षे कारणतयोक्ते एवागमे ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - પ્રશ્ન - કયા કારણે શ્રાવક પણ પાર્થસ્થાદિને વંદન કરે? ઉત્તર કહેવાય છે - જ્ઞાનાદિને લેવારૂપ ગ્રહણશિક્ષા અને આવશ્યકવિધિ આદિને શિખવા રૂપ આસેવનશિક્ષા-આબેને કારણ તરીકે આગમમાં કહ્યાં છે..
* શ્રાવકો દ્વારા પાસત્યાદિને વંદન કરવાના કારણો * વિવેચનઃ-પ્રશ્નઃ સાધુને તો વસ્ત્ર-પાત્ર-આહાર વગેરેનું પ્રયોજન છે અને તેથી તેઓ પાસત્યાદિને વંદન કરે - એ તો બરાબર છે; પણ શ્રાવકોએ વંદન કેમ કરવા? તેઓનું એવું શું સીદાય છે કે જે પાસસ્થાદિ વિના ન થાય?
ઉત્તરઃ જુઓ - શ્રાવકોને પણ શ્રુતનો અભ્યાસ કરવાનો હોય છે અને વંદન, સામાયિક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ.. એ બધા આવશ્યકોનું વિધાન કેવી રીતે કરવું? એ પણ શીખવાનું હોય છે. આને જ શાસ્ત્રમાં બે પ્રકારની શિક્ષા કહેવાય છે : (૧) ગ્રહણશિક્ષા=જ્ઞાનાભ્યાસાદિરૂપ, અને (૨) આસેવનશિક્ષા=આવશ્યકની વિધિ વગેરે શીખવારૂપ..
હવે સંવિગ્ન સાધુઓના અભાવમાં જો તે શ્રાવકો જ્ઞાનાભ્યાસાદિ ન કરે, તો તેઓની ધર્મપ્રગતિ અટકી જાય, તેઓ વિશુદ્ધિ તરફ આગળ ન વધી શકે. તો તેવા કારણે પાર્થસ્થાદિ પાસે ગ્રહણશિક્ષાઆસેવનશિક્ષા લેવી જોઈએ એવું શાસ્ત્રોક્ત વિધાન છે.. અને તેવી શિક્ષા લેવામાં તેઓને વંદનઅભ્યત્થાન કરવાના થાય જ..
(સાર આટલો કે શ્રાવકોએ પણ ગ્રહણ-આસેવન શિક્ષા લેવાના નિમિત્તે પાસત્યાદિને વંદન કરવાના હોય છે જ.)
હવે તેવું કયા આગમ પરથી જણાય? કે શ્રાવકોએ પણ ગ્રહણ-આસેવન શિક્ષાના નિમિત્તે પાસત્યાદિને વંદન કરવાના હોય? તે જણાવે છે –