________________
गुर्जरविवेचनसमन्विता
વિવેચનઃ - અરિહંત ભગવંતે બતાવેલા માર્ગમાં રહેલો જે સાધુ પ્રબળ કષાયના કારણે પૂર્વોક્ત કારણે પણ પાર્થસ્થાદિને વંદન ન કરે, તેમની અરિહંતપ્રજ્ઞત માર્ગ વિશે પ્રવચનની ભક્તિ થતી નથી.. આગળ વધીને અભક્તિ (=પ્રવચનની અપભ્રાજના) વગેરે દોષો થાય છે. (આજ્ઞાભંગથી અભક્તિ થાય..)
આ ઉપરાંત “આદિ શબ્દથી સ્વાર્થનાશ, અભ્યાખ્યાન અને બંધન વગેરે દોષોની પણ પ્રાપ્તિ સમજવી..
આશયઃ વિનય ન કરનાર સાધુનું પોતાનું કામ સદાય, ક્યારેક એવું બને કે પાર્થસ્થાદિના ક્ષેત્રમાં વિહાર કરીને જતાં જો ત્યાં યથાયોગ્ય વિનય ન કરો, તો તેને ગુસ્સો આવતા સાધુને બાંધે વગેરે દોષો લાગે. માટે અહંકારાદિ ન કરવા, પણ યથાયોગ્ય વિનય કરવો જોઈએ. (આવશ્યકનિર્યુક્તિ શ્લોક-૧૧૩૦, ગુરુતત્ત્વવિનિશ્ચય-૩/૧૫૫)
આ પ્રમાણે કારણો ઉપસ્થિત થયે છતે પાર્થસ્થાદિને વંદન-નમસ્કારાદિ કરવા શાસ્ત્રવિહિત જ છે. એટલે તેઓને વંદન ન કરવાનો એકાંત ઉચિત જણાતો નથી.
હવે આ વિશે પૂર્વપક્ષની એક માન્યતાનો નિરાસ કરવા સાથે ગ્રંથકારશ્રી કહે છે કે -
ननु एतत्साधूनाश्रित्य, न तु श्राद्धान् । नैवम्, यतः"उप्पन्नकारणमि किइकम्मं जो न कुज्ज दुविहं पि । पासत्थाईआणं उग्घाया तस्स चत्तारि ॥६॥" इति श्राद्धजीतकल्पे श्राद्धानाश्रित्य भणनात् ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ-પૂર્વપક્ષ - આ (આવશ્યકનું કથન) તો સાધુને આશ્રયીને છે, શ્રાવકોને આશ્રયીને નહીં. ઉત્તરપક્ષ - આવું નથી, કારણ કે “કારણ ઉત્પન્ન થતાં જે પાસત્યાદિને બંને પ્રકારના વંદન ન કરે, તેને ચાર ઉદ્દઘાત (પ્રાયશ્ચિત્ત) આવે' - એવું શ્રાદ્ધજીતકલ્પમાં શ્રાવકોને આશ્રયીને કહ્યું છે..
* પાસત્યાદિને કારણે શ્રાવકો પણ વંદન કરે જ | વિવેચનઃ- પૂર્વપક્ષ - આવશ્યકસૂત્રમાં પાસત્યાદિને જે વંદન-નમસ્કારાદિ કરવાનું કહ્યું છે, તે બધું સાધુઓને આશ્રયીને વિધાન છે. (સાધુઓને તેવા કાર્યો ઊભા થાય, તો તેના નિર્વાહ માટે પાસત્યાદિને વંદન કરવા પડે.) હવે તે વિધાન શ્રાવકોને આશ્રયીને નથી, એટલે શ્રાવકોએ તો પાસત્યાદિને વંદન નહીં કરવાના ને?
ઉત્તરપક્ષ એવું નથી, શ્રાવકોને પણ કારણો ઊભા થાય, તો તેઓએ પણ પાસત્યાદિને વંદન કરવાના જ છે.. કારણ કે શ્રાદ્ધજીતકલ્પમાં કહ્યું છે કે –