________________
गुरुतत्त्वसिद्धिः
સમક્ષ મૂળગુણ-ઉત્તરગુણોમાં દોષો સેવે છે અને જે મહાવ્રતાદિ મૂળગુણો અને પિંડવિશુદ્ધયાદિ ઉત્તરગુણોથી રહિત માત્ર વેષધારી છે, તેને વંદન કરવા - ન કરવા સંબંધી યતનાને હું કહું છું..” (શ્લોક-૩/૧૫૦) હવે તેવા વેષમાત્રધારી સાધુ વિશે જે કરવાનું છે, તે કહે છે -
* પાર્થસ્થાદિને વંદન કરવામાં વિવેક * શ્લોકાર્થ: વાચાથી નમસ્કાર, હાથ જોડવા, મસ્તક નમાવવું, શાતા પૂછવી, સાથે રહેવું, થોભવંદન કે સંપૂર્ણ વંદન કરવા..(૨)
વિવેચન:- (૧) ગામ-નગરની બહાર આવવાના માર્ગ વગેરે સ્થળે પાર્થસ્થાદિને દેખે, તો દૂરથી વાચિક નમસ્કાર કરે, અર્થાત્ “હે દેવદત્ત! તું કેમ છે?” એમ બોલે અથવા “આપને અમે વંદન કરીએ છીએ' એમ બોલે..
(૨) જો તે પ્રભાવશાળી કે ઉગ્રસ્વભાવવાળો હોય, તો વાચિક નમસ્કાર ઉપરાંત બે હાથ ઉંચા કરી અંજલિ કરે..
(૩) એથી પણ વિશેષ પ્રભાવશાળી કે અતિઉગ્ર કષાયી હોય, તો વાચિક નમસ્કાર, અંજલિ અને ત્રીજો શીર્ષપ્રણામ ( મસ્તક ઝુકાવવાનું) પણ કરે.
(૪) એનાથી આગળે વધીને સન્મુખ ઊભા રહીને બાહ્ય ભક્તિનો દેખાવ કરતો “આપને કુશળ છે?” એમ શારીરિક કુશળ પૂછે..
(૫) કુશળતા પૂછીને થોડી વાર માટે તેમની સેવા કરતા ઊભા રહેવું..
(૬-૭) પુરુષની તેવી વિશેષતા જાણીને તો તેના ઉપાશ્રયમાં પણ જાય, અને થોભવંદન (=રભડાપૂર્વક થોભવંદન= ખોટી રીતે અવિધિયુક્ત વંદન) કરે અથવા તો સંપૂર્ણ વંદન પણ કરે.. (આવશ્યકનિયુક્તિ-શ્લોક-૧૧૨૮, ગુરતત્ત્વવિનિશ્ચય-૩/૧૫૧)
હવે કારણો ઉપસ્થિત થવા છતાં પણ જે પાર્થસ્થાદિને વંદન ન કરે, તેને કેવા દોષો લાગે? તે વાત જણાવે છે -
* કારણે પાર્થસ્થાદિને વંદન ન કરવામાં દોષો * શ્લોકાર્ધ - આ બધું યથાયોગ્ય ન કરનાર સાધુની અરિહંતપ્રજ્ઞપ્ત માર્ગ વિશે પ્રવચનભક્તિ થતી નથી અને તેથી અભક્તિ વગેરે દોષો લાગે. (૩)
આ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ વંદન કરવામાં કારણ - તે તે પુરુષના કાર્યની વિશેષતા અને લૌકિક ઉપચારને અનુસરવાપણું સમજવું..
છે “ોમવં' તિ બારમટયા છોકવન્દ્રનું ચિતે ” – માવરથનિર્યુmિ: . ૨૨૨૮-વૃતિ ! ત્ર “વિપરીત થરાં તતારમટાળેનો ખ્યા' - મોનિમિાણેટીવ સ્નો. ૨૬૨ .
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=