________________
गुर्जरविवेचनसमन्विता
४१
ભાવ એ કે, વૈયાવચ્ચ કરનાર, સ્વાધ્યાય કરનાર, સેવા-ભક્તિ કરનાર વગેરે પુરુષોમાં જે જે ગુણો આજ્ઞાનુસારી હોય, તે બધા ગુણોની માત્સર્ય વિના બહુમાનભાવે પ્રશંસા કરવી.
સંબોધપ્રકરણમાં કહ્યું છે કે
સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રને અનુસરનારું અને જિનાજ્ઞાને અનુસરનારું જે કાંઇ જે પુરુષમાં દેખાય, તેવા પ્રકારના તે જિનપ્રજ્ઞ સમ્યગ્દર્શનાદિ ગુણોને ઉચિત ભક્તિથી પૂજા કરવી..” (શ્લોક૮૫૧)
આ પ્રમાણે વર્તમાનકાળમાં પણ સાધુઓ છે અને તેઓ વિશે પરમ આદર રાખવો –એવું જણાવ્યું. (૩) (દ્વાદશકુલક-૪ ૧૫, દર્શનશુદ્ધિપ્રકરણ-૧૬૮)
હવે આ વિશે વ્યવહારસૂત્રના પહેલા ઉદ્દેશામાં જે જણાવ્યું છે, તેનું વૃત્તિ સાથે ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે -
व्यवहारप्रथमोद्देशकेऽपि - चोयग! छक्कायाणं तु, संजमो जाऽणुधावए ताव ।
मूलगुण-उत्तरगुणा, दोण्णिवि अणुधावए ताव ।।४६७।। अत्र वृत्तिः- हे नोदक! यावत् षड्जीवनिकायेषु संयमः प्रतिबन्धेन वर्त्तते । तावन्मूलगुणा उत्तरगुणाश्च द्वयेऽप्येतेऽनुधावन्ति, वर्तन्ते इति ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - વ્યવહારના પ્રથમ ઉદ્દેશામાં પણ - નોદક! જ્યાં સુધી છકાયમાં સંયમ વર્તે છે, ત્યાં સુધી મૂળગુણો-ઉત્તરગુણો બંને પણ વર્તે છે.” (વૃત્તિનો અર્થ ગાથાર્થ મુજબ સુગમ છે.)
* છકાયના રક્ષાપરિણામમાં પણ નિગ્રંથપણું * વિવેચનઃ-આચાર્યઃ-જેમ તાલવૃક્ષના અગ્રભાગમાં (મસ્તકસૂચિમાં) થયેલો ઘાત, તાલવૃક્ષના મૂળનો પણ ઘાત કરે છે અને મૂળનો ઘાત પણ અગ્રનો ઘાત કરે છે. તેમ મૂળગુણોનો નાશ ઉત્તરગુણોનો નાશ કરે છે અને ઉત્તરગુણોનો નાશ મૂળગુણોનો નાશ કરે છે..
પ્રશ્નકારઃ- તો વર્તમાનકાળમાં તેવો કોઈ સાધુ જ નથી કે જે મૂળગુણ અને ઉત્તરગુણ બેમાંથી એકમાં પણ અતિચાર ન લગાડતો હોય.. હવે એકમાં પણ અતિચાર લગાડે એકનો પણ નાશ થાય, તો બીજાનો પણ નાશ થતાં તો સામાયિકાદિ સંયમનો પણ અભાવ થાય..રે, યાવ બકુશાદિ નિગ્રંથનો અભાવ થતાં તો આખું તીર્થ ચારિત્ર વગરનું થઈ ગયું એવું માનવું પડે !.
- - *अग्गग्घाओ मूलं, मूलग्घाओ अ अग्गयं हंति। * तम्हा खलु मूलगुणा, ण संति ण य उत्तरगुणा य ॥
-
-
-