________________
गुरुतत्त्वसिद्धिः
વિવેચન - ઉત્તરપક્ષ:- જેમ ઉજ્જવલ કપડા માટે કાજળનો ડાઘો એ કલંક છે, તેમ નિર્મળ સ્વભાવવાળા જીવ માટે અભિનિવેશ (aખોટી પક્કડ, વિપરીત માન્યતા) એ કલંક છે, કારણ કે તે જીવના શુદ્ધસ્વભાવને દૂષિત કરે છે. તેવા અભિનિવેશરૂપ કલંક વગરની જીવો, પોતાની શક્તિ પ્રમાણે અને આગમ-અનુસારે સંયમયોગોમાં યત્ન કરી રહ્યા છે, તે કારણથી તેઓ જિનશાસનમાં ગૌતમ વગેરે ગણધરોની જેમ વિશુદ્ધ ચારિત્રવાળા કહેવાયા છે.
પરમાર્થઃ છ મહિનાદિ ભીખ તપનું અનુષ્ઠાન કરનારા, સનત્કમારાદિની જેમ સર્વથા નિષ્પતિકર્મ (=ઔષધ ઉપચારાદિથી રહિત) શરીરવાળા જે હોય, તેઓને જ સાધુ કહેવાય એવું નથી. પણ જે લોકો કપટવગર પોતાનું બળ છુપાવ્યા વિના સમસ્ત ક્રિયાઓમાં પ્રવર્તી રહ્યા છે, કુગ્રહને છોડનારા છે, તેઓ પણ આ કાળમાં સુસાધુઓ જ છે..
સંબોધપ્રકરણમાં જણાવ્યું છે કે –
“તે તે કાળને ઉચિત યતનાથી ચારિત્ર પાળનારા, ઇર્ષ્યાથી રહિત, પ્રતિલેખનાદિ અનુષ્ઠાનોમાં ઉદ્યમ રાખનારા અને લોકવ્યહારથી રહિત સાધુઓને સદા માટે ચારિત્ર હોય છે..” (શ્લોક-૮૫૪)
વાત આ છે- જે લોકો વિશુદ્ધ અધ્યવસાયપૂર્વક કાળ-બળાદિને અનુસાર સાધુક્રિયાઓમાં ઉદ્યમ કરનારા છે. તે લોકો પણ દૂરગડુ વગેરેની જેમ સુસાધુઓ જ છે. અહીં આ પ્રમાણે અનુમાનપ્રયોગ કરવો –“સમ્રતીના થયો.fપ સુસાધવ: સન્તિ, વિશુદ્ધાંધ્યવસાયત્વે સતિ વતીનુલારિતિક્રિયાડનુષ્ઠાયિત્વા, તૂરફુલિવત્ ” (૨) (દ્વાદશકુલક-૪/૧૪, દર્શનશુદ્ધિપ્રકરણ-૧૭૮)
આ પ્રમાણે વર્તમાનકાળમાં પણ સુસાધુઓ છે – એવું જણાવીને, હવે વર્તમાનકાળમાં મહત્ત્વનું કર્તવ્ય શું છે? તે જણાવે છે -
* પરમભક્તિથી ગુણપૂજા એ મહત્ત્વનું કર્તવ્ય * શ્લોકાર્ધ :- સમ્યક્ત, જ્ઞાન અને ચરણને અનુસરનારો અને આશાનુસારી જે ગુણ જ્યાં જણાય, તે ગુણને ત્યાં પરમ ભક્તિથી પૂજે.(૩)
વિવેચન :- સાધુ-સાધર્મિક વગેરે કોઈમાં પણ (૧) સમ્યક્ત,(૨) જ્ઞાન, અને (૩) ચારિત્રને અનુસરનારા જે ક્ષમા વગેરે ગુણો હોય.. હવે આ ક્ષમા વગેરે ગુણો પરમાત્માની ગુરુની આજ્ઞા વગર પોતાની સ્વચ્છંદબુદ્ધિથી પણ થયેલા હોઈ શકે છે, તો તેવા ગુણોની બાદબાકી કરવા કહે છે કે - જે ગુણો પરમાત્માની આજ્ઞા અને ગુર્વાજ્ઞાને અનુસરનાર હોય, તે સાધુમાં રહેલા તે ગુણોને પરમભક્તિથી (=ગુણ વિશેના પ્રકૃષ્ટ બહુમાનથી) પૂજે.. ( પ્રશંસા વગેરે દ્વારા તે ગુણોને માન આપે.)
– – – – – આવું કહેવા દ્વારા વર્તમાનકાલીન સાધુઓ નિર્મળ અને વિશદ બોધવાળા છે, એવું કહેવાયું..
જ્ઞા અને ગુરુ-આજ્ઞા વગર તપ-ચારિત્ર વગેરે પણ અનંત સંસારના કારણ તરીકે સંભળાય છે. કહ્યું છે કે – “તાઝાવૈવેન્ચે તપશ્ચરાવિવિ ૩ નગ્નસંસારત્વેન શ્રવUતા”- (વિશનવૃત્તી નો. ૪/૨૧)
"सम्मत्तनाणचरणानुवाइमाणाणुगं च जं जत्थ । जिणपन्नत्तं भत्तीए पअए तं तहाभावं ॥८५१॥"- इति श्रीसम्बोधप्रकरणम्॥