________________
गुर्जरविवेचनसमन्विता
-
હવે ગ્રંથકારશ્રી આભોગબકુશાદિનું સ્વરૂપ જણાવે છે -
आभोगे जाणतो करेइ दोसं अजाणमणभोगे । मूलुत्तरेहिं संवुड विवरीय असंवुडो होइ ।।१०।। अच्छिमुहमज्जमाणो होइ अहासुहमओ तहा बउसो । सीलं चरणं तं जस्स कुच्छि सो इह कुसीलो ।।११।। ___१. साधूनामकृत्यमेतदिति जानन् कुर्वन्नाभोगबकुशः १ । अजानन् कुर्वन्ननाभोग-बकुशः २ । मूलोत्तरगुणैर्युक्तो लोकेऽविज्ञातदोषः संवृतबकुशः ३ । विपरीतो लोके प्रकटदोषोऽसंवृतबकुशः ४।।१०।। २. 'अक्षिमुखादिमार्जयन्' नेत्रमलाद्यपनयन् यथासूक्ष्मबकुशः ५ । शीलं चरणं तद्यस्य कुत्सितं स इह कुशीलः ।।११।।
– ગુરુગુણરશ્મિ – શ્લોકાર્ધ - જાણતો દોષને કરે તે આભોગ, અજાણતાં કરે તે અનાભોગ.. મૂલોત્તર ગુણો વડે સંવૃત અને તેનાથી વિપરીત અસંવૃત.. (૧૦)
* આભોગબકુશાદિનું સ્વરૂપ વિવેચન :- (ક) જે ચારિત્રી પોતે જે દોષસેવન કરે, તેમાં પોતાને ખ્યાલ હોય કે આ કાર્યમાં અમુક દોષો લાગે છે અને મારે તે ન કરી શકાય; છતાં તે કરે, તો તેને “આભોગબકુશ” કહેવાય છે.
(ખ) જે સંયમી અસંયમમાં પ્રવર્તે, પણ આ અસંયમ છે, તેવી જાણકારી જેને નથી તેને અનાભોગબકુશ' કહેવાય છે..
(ગ) જે ચારિત્રી મૂળ અને ઉત્તરગુણોથી યુક્ત દેખાય અને જેને લાગેલા દોષો લોકોમાં પ્રસિદ્ધ ન થયા હોય, તેને “સંવૃતબકુશ' કહેવાય છે..
(ઘ) જે ચારિત્રીના મૂળગુણ અને ઉત્તરગુણમાં લાગેલા દોષો લોકમાં પ્રસિદ્ધ હોય, તેને “અસંવૃતબકુશ' કહેવાય.. (૧૦)
શ્લોકાર્ચ - આંખ-મુખને સાફ કરતો યથાસૂક્ષ્મ બકુશ થાય.. જેનું શીલ અને ચારિત્ર કુત્સિત હોય, તે કુશીલ.. (૧૧)
વિવેચન:- (ચ) જે આંખ-મુખ વગેરેના મેલને દૂર કરે, તેને યથાસૂક્ષ્મ બકુશ કહેવાય.. આ પ્રમાણે બકુશનું સ્વરૂપ બતાવીને, હવે કુશીલ કોને કહેવાય? તે જણાવે છે –
* કુશીલોનું સ્વરૂપ * જેનું શીલ અને ચારિત્ર ખરાબ હોય, તેને “કુશીલનિગ્રંથ' કહેવાય છે. આના કેટલા ભેદો હોય? તે જણાવે છે –