________________
गुर्जरविवेचनसमन्विता
द्विविधोऽप्ययं परिवारप्रभृतिकामृद्धिं इच्छति ।।५।।
२. पाण्डित्यतपआदिकृतं यशश्च प्रार्थयते । 'तस्मिन्' यशसि जाते सति 'तुष्यति' हृष्यति । सुखशीलः न च बाढं यततेऽहोरात्रं 'क्रियासु' धर्मानुष्ठानेषु ।।६।।
– ગુરુગુણરશ્મિ - શ્લોકાર્થ:- દેહબકુશ કાર્ય વિના પણ હાથ, પગ, નખ વગેરેને શણગારે.. આ બંને પ્રકારના બકુશો પરિવાર વગેરે ઋદ્ધિને ઇચ્છે છે.(૫)
* શરીરબકુશ * વિવેચનઃ-પગ વગેરે મેલ ભરેલા હોય, તેમાં રોગાદિ થયા હોય, અર્જન ડૉક્ટરાદિ પાસે જવાનું થાય, ત્યારે શાસનઅપભ્રાજનાની શક્યતા ન રહે એ માટે અથવા અશુચિથી હાથાદિ ખરડાયા હોય એ માટે – એવા બધા અનેક હેતુઓથી મુનિ હાથ-પગ વગેરે વિભૂષિત કરે (અર્થાત્ મેલ ઉતારે) એ તો બરાબર છે.. પણ કારણ વગર જ હાથ-પગાદિને ધુવે, રંગ, શણગારે અને તેવું કરવા પાછળ શરીર સારું દેખાવવાની વિભૂષાવૃત્તિ હોય, તો ચારિત્ર મલિન બને છે. ટૂંકમાં સંયમવિરાધના-આત્મવિરાધનાપ્રવચનવિરાધનાથી બચવા કરે તો પુષ્ટાલંબન છે અને વિભૂષા માટે કરે તો ઉન્માર્ગ છે.
આ બંને પ્રકારના બકુશોને, સાંસારિક તમામ સંબંધો છોડી દીધા પછી પણ માનાપમાન-વૈભવની ઇચ્છા એ બધું રહ્યા કરે છે.. અને તેઓને, શ્રાવક-શ્રાવિકાદિને પોતાના ભક્ત બનાવવાની, ઘણાં શિષ્યો વધારવાની, પોતાની વાહ-વાહ અને યશ-પ્રતિષ્ઠા વિસ્તારવાની તીવ્ર લોલુપતા હોય છે. આવું બધું કરવાથી તેઓનું નિર્દોષ ચારિત્ર સદોષ બને છે. (૫)
શ્લોકાર્ચ- પાંડિત્ય અને તપાદિ દ્વારા થયેલા યશની ઇચ્છા રાખે, તેમાં ખુશ થાય, સુખશીલ એવો તે અહોરાત્રની ક્રિયાઓમાં અત્યંત યતના ન રાખે. (૬)
વિવેચન - જ્ઞાન, વસ્તુતત્ત્વને જાણી ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી અટકવા માટે છે અને તપ ક્લિષ્ટકર્મોના નાશ માટે છે – આમ બંને નિર્જરાના હેતુભૂત છે.. છતાં તે બંને દ્વારા જે પોતાનો યશ વધારવાની ઝંખના રાખે.. તેમજ કોઈને પોતાનો યશ બોલતો સાંભળી અત્યંત હર્ષ પામે.. શરીરને કષ્ટ ન આપવાની ઇચ્છાવાળો તે સુખશીલ હોય અને તેથી દૈનિક ક્રિયાઓમાં ઉદ્યમશીલ ન રહે, આળસ કરે-વેઠ ઉતારે. (૬) છ
परिवारो य असंजम अविवित्तो होइ किंचि एयस्स । घंसिअपाओ तिल्लाइ मसिणिओ कत्तरियकेसो ॥७॥ तह देससब्बछेआरिएहिं सबलेहिं संजुओ बउसो । मोहक्खयट्ठमन्भुट्ठिओ अ सुत्तमि भणि च ।।८।।