________________
गुरुतत्त्वसिद्धिः
उवगरणदेहचुक्खा रिद्धीजसगारवासिआ निच्चं । बहुसबलछेअजुत्ता निग्गंथा बउसा भणिया ॥९॥
१. एतस्य परिवारः ‘असंयमः' असंयमवान्, 'अविविक्तः' वस्त्रपात्रादिस्नेहादपृथग्भूतः 'घंसिअपाओ' इति घर्षितपादः तैलादिना मसृणितः कतितकेशः ।।७।।
२. तथा देशच्छेदसर्वच्छेदाहैः शबलचारित्रैः संयतो बकुशो मोहक्षयार्थमभ्युत्थितः सूत्रे भणितं च ।।८।।
३. उपकरणदेहशुद्धा ऋद्धियशःसातागारवाश्रिता अविविक्तपरिवाराश्छेदयोग्य-शबलचारित्रयुक्ता निर्ग्रन्था बकुशा भणिताः TIST
– ગુરુગુણરશ્મિ - શ્લોકાર્ધ - આનો પરિવાર કંઇક અસંયમવંત અને અવિવિક્ત હોય છે અને ઘસેલા પગવાળો, તેલાદિ વડે સુંવાળો કરાયેલો ને કાતરેલા વાળવાળો હોય છે..(૭)
વિવેચનઃ - તે બકુશચારિત્રીનો પરિવાર પણ અસંયમવાળો હોય છે અને (અવિવિક્ત=) વસ્ત્રપાત્રાદિ પ્રત્યેના મોહ-મમત્વભાવથી રહિત ન હોય.. તે પરિવાર હાથ-પગાદિને સાફ કરે, તેલાદિથી પગ વગેરેની માલિશ કરે, વાળને કાતરથી કાપે (લોચ ન કરે) અને આવું બધું કરવા દ્વારા તે આખું વૃંદ સંયમ પ્રત્યે શિથિલ-આદરવાળું થાય છે.. (૭)
શ્લોકાર્ચ - તે બકુશ દેશચ્છેદ અને સર્વચ્છેદને યોગ્ય શબલથી યુક્ત હોય અને તે મોહક્ષય માટે અભ્યસ્થિત થયો છે - એવું સૂત્રમાં કહ્યું છે.(૮)
વિવેચનઃ- (૧) જે અપરાધ દ્વારા ચારિત્રનો પર્યાય ઘટાડવો પડે, ત્યારે દેશચ્છેદ' પ્રાયશ્ચિત્ત, અને (૨) જે અપરાધ દ્વારા ચારિત્રનો પૂર્વપર્યાય સર્વથા નાશ કરી નવેસરથી ચારિત્ર ઉચ્ચરાવવું પડે, ત્યારે “સર્વચ્છેદ' (મૂળ) પ્રાયશ્ચિત્ત.. બકુશ, આ બંને પ્રકારના પ્રાયશ્ચિત્તને યોગ્ય શબલ ચારિત્રોથી યુક્ત હોય છે.
સૂત્રમાં જણાવ્યું છે કે-બકુશ ચારિત્રી મલિનતાવાળો હોવા છતાં પણ મોહક્ષય માટે નિરંતર ઉદ્યમવંત હોય છે. અને તેથી જ તેને પાંચમાંનો એક નિગ્રંથ કહેવાય છે.) મોહક્ષય માટે ઉદ્યમ એટલે દોષહાસ માટે આદર અને સાતત્યપૂર્વક ઉપાયસેવન.(૮).
શ્લોકાઈ - ઉપકરણ-દેહને શુદ્ધ રાખનારા, નિત્ય ઋદ્ધિગારવ અને રસગારવને આશ્રયીને રહેનારા, છેદને યોગ્ય ઘણા શબલચારિત્રવાળા નિગ્રંથો બકુશ કહેલા છે. (૯)
વિવેચન - તે બકુશ નિગ્રંથો વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને અને શરીરને શુદ્ધ રાખનારા હોય છે, ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવમાં મત્ત થયેલા હોય છે, તેમજ દેશચ્છેદ અને સર્વચ્છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય એવા ઘણા શબલ ચારિત્રીઓના પરિવારવાળા હોય છે.
તે છતાં તેઓ, શુદ્ધકરૂપક, ભવભીરુ, સંઘપ્રભાવના માટે ઉદ્યત અને મોક્ષના માટે ચારિત્રને ધારણ કરનારા હોવાથી નિગ્રંથ' કહેવાય છે. (૯)