________________
गुरुतत्त्वसिद्धिः
पंडिसेवणाकसाए दुहा कुसीलो दुहा वि पंचविहो । नाणे दंसणचरणे तवे अहसुहमए चेव ।।१२।। इह नाणाइकुसीलो उवजीवं होइ नाणपभिईए । अहसुहमो पुण तस्सं एस तवस्सि त्ति संसाए ।।१३।।
१. स कुशीलो विपरीताऽऽराधना प्रतिसेवना तया कुशीलः १ । कषायैः सञ्चलनोदयादिरूपैः कुशीलः कषायकुशीलः ર I fથાપિ પડ્યૂયા-જ્ઞાન-વર્શન-વારિત્ર-તપવિષયો યથાસૂક્ષ્મા સારા
___२. इह ज्ञानादिकुशीलो ज्ञानदर्शनचारित्रतपांस्युपजीवंस्तत्तत्प्रतिसेवनाकुशीलः । एषः तु तपस्वीत्यादिप्रशंसया यस्तुष्यति स यथासूक्ष्मः प्रतिसेवनाकुशीलः ।।१३।।
– ગુરુગુણરશ્મિ – શ્લોકાર્થ પ્રતિસેવના અને કષાય વડે કુશીલ બે પ્રકારના છે. અને તે બંને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂમના ભેદે પાંચ પ્રકારના છે..(૧૨)
* કુશીલના પ્રકારો * વિવેચનઃ-કુશીલના બે પ્રકાર છે: (૧) પ્રતિસેવનાકુશીલ, અને (૨) કષાયકુશીલ. અને આ બંને પ્રકારના પાંચ ભેદો છેઃ (ક) જ્ઞાનકુશીલ, (ખ) દર્શનકુશીલ, (ગ) ચારિત્રકુશીલ, (ઘ) તપકુશીલ, અને (ચ) યથાસૂક્ષ્મકુશીલ..
તેમાં સૌ પ્રથમ પ્રતિસેવના કુશીલનું સ્વરૂપ જણાવે છે -
શ્લોકાર્ધ - જે જ્ઞાનાદિ વડે ઉપજીવિકા કરે તે જ્ઞાનાદિકુશીલ. અને “આ તપસ્વી છે એવી પ્રશંસા સાંભળી જે ખુશ થાય તે યથાસૂક્ષ્મ કુશીલ.(૧૩)
* (૧) પ્રતિસેવના કુશીલ * વિવેચનઃ- જેનું સ્વરૂપ પૂર્વે બતાવી દીધું છે, તે પ્રતિસેવનાકુશીલના પાંચ ભેદ છે.
(૧) જ્ઞાનપ્રતિસેવનાકુશીલઃ જે જ્ઞાન ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી અટકવારૂપી ફળવાળું છે, તે જ્ઞાનનો ઉપયોગ આહાર-વસ્ત્ર-પાત્ર-વસતિ વગેરેની પ્રાપ્તિ માટે કરે છે.
(૨) દર્શનપ્રતિસેવનાકુશીલઃ જે દર્શન શિવતરુના બીજરૂપ છે, તેનો ઉપયોગ વસ્ત્રાદિના લાભ માટે કરે તે.
(૩) ચારિત્રપ્રતિસેવનાકુશીલઃ શુદ્ધ ક્રિયાકાંડ અને દૈનિક અનુષ્ઠાનો જે કર્મનિર્જરા માટે છે, તેનો ઉપયોગ કોઈકને આકર્ષવા આદિ માટે કરે તે.
(૪) તપપ્રતિસેવનાકુશીલ દુષ્માપ્ય વસ્તુને પણ તરત મેળવી આપનાર, દેવોને પણ કંપિત કરનાર અને કઠિન કર્મોને પણ શિથિલ કરનાર એવા તપનો ઉપયોગ વસ્ત્રાદિની પ્રાપ્તિ માટે કરે તે.