________________
૨૭
गुर्जरविवेचनसमन्विता ૭
– ગુરુગુણરશ્મિ –
* બકુશ ચારિત્રનું સ્વરૂપ * શ્લોકાઈ - બકુશ, શબલ, કબૂર એ એકાર્યવાચી છે. અતિચારરૂપી કાદવના કારણે તે નિગ્રંથ બકુશ થાય છે. (૧)
વિવેચન - બકુશ, શબલ અને કબૂર એ બધા એક અર્થને કહેનારા શબ્દો છે અને તેઓનો અર્થ - “કાબરચીતરું” એવો થાય છે. જેમ શુદ્ધ વસ્ત્ર પણ મળસંપર્કથી મલિન બને છે તેમ જે ચારિત્ર અતિચારરૂપી દોષથી મલિન બને તેને “બકુશચારિત્ર' કહે છે (૧)
૯ બકુશના પ્રકારો : શ્લોકાર્થ - તે (=બકુશ) ઉપકરણ અને શરીરના ભેદથી બે પ્રકારે છે. વળી, તે બંને પ્રકારના પાંચ પાંચ પ્રકાર છે આભોગ, અનાભોગ, સંવૃત, અસંવૃત અને યથાસૂક્ષ્મ. (૨). - વિવેચન :- બકુશનિગ્રંથના બે પ્રકાર છે: (૧) ઉપકરણબકુશ, અને (૨) શરીરબકુશ.. તે બંનેના પાંચ પ્રકારો છેઃ (ક) આભોગબકુશ, (ખ) અનાભોગબકુશ, (ગ) સંવૃતબકુશ, (ઘ) અસંવૃતબકુશ અને (૨) યથાસૂક્ષ્મબકુશ.
(૧) વસ્ત્ર, પાત્ર વગેરે સંયમનિર્વાહના હેતુ ઉપકરણોને પણ જે વિભૂષાદિ માટે બનાવે, વસ્ત્રાદિની ટાપટીપ કરે, તેનો કાપ વારંવાર કાઢે, તેને ઉપકરણબકુશ કહેવાય.
(૨) હાથ-મુખ-નખ વગેરે અવયવોને ધોવા, ચોખા રાખવા અને તેને શોભાવવા નિરંતર પ્રયત્ન કરનારને શરીરબકુશ કહેવાય.
(ક) સાધુઓ માટે આ અકર્તવ્ય છે – એવું જાણવા છતાં જે કરે, તેને આભોગબકુશ કહેવાય..
(ખ) સાધુઓ માટે આ અકૃત્ય છે-એવો ખ્યાલ ન હોય અને સહેજે દોષ લાગી જાય, તેને અનાભોગબકુશ કહેવાય.
(ગ) જે ચારિત્રી મૂળગુણ અને ઉત્તરગુણોથી યુક્ત છે તેવો દેખાય છે) અને જેને લાગેલા દોષો લોકમાં પ્રસિદ્ધ નથી, તેને સંવૃતબકુશ કહેવાય..
(ઘ) જે ચારિત્રીના દોષો લોકમાં પ્રસિદ્ધ હોય, તેને અસંવૃતબકુશ કહેવાય. (ચ) આંખ, મુખ, નાક વગેરેના મેલને સાફ કરનારને યથાસૂક્ષ્મબકુશ કહેવાય. (૨) હવે ગ્રંથકારશ્રી, આ બકુશોના લક્ષણો કેવા હોય? તે જણાવે છે –
जो खगरणे बउसो सो धुवइ अपाउसेवि वत्थाई । इच्छइ य लण्हयाइं किंचि विभूसाइ भुंजइ य ॥३॥
१. उपकरणे यो बकुशो भवति, सोऽप्रावृष्यपि वस्त्राणि धावयति, इच्छति च ‘लक्ष्णानि' सूक्ष्माणि वस्त्राणि किञ्चिद् ‘विभूषायै' विभूषार्थं समुपभुङ्क्ते च ।।३।।