________________
गुर्जरविवेचनसमन्विता
२५
M
“હમણાંના કાળમાં ચારિત્ર નથી એવું બોલનારાઓ દ્વારા સાધુઓમાં વિદ્યમાન ચારિત્રગુણનો નાશ કરાયેલો થાય છે અને સાધુનિંદા દ્વારા જિનપ્રવચનનો પરાભવ કરાયેલો થાય છે અને અલીકવચન (=મૃષાવચન) બોલાયેલું થાય છે. ચારિત્રધર્મનો લોપ કરાતા ચારિત્રધર્મ પર અબહુમાન કરાયેલા થાય અને સાધુઓ પર દ્વેષ કરાયેલો થાય.. રે, યાવત્ સાધુ પરના ઢેષના કારણે નિયમો સંસાર વધારાયેલો થાર્ય છે.
એટલે ક્યાંય પોતાનો નિર્ણય આપવામાં ખૂબ જ સાવધગીરી રાખવી અત્યંત આવશ્યક છે. અન્યથા એ વચન ઉન્માર્ગ તરફ દોરવી જતાં વાર ન લાગે. એટલે માત્ર આગમવાક્ય પકડીને તેનો ઉપરછલ્લો અર્થ ન કરાય, પણ તે આગમવાક્ય કઈ અવસ્થાને ઉદ્દેશીને છે? તેની પાછળનો હાર્દ શું છે? એ બધું જાણવું પણ અત્યંત આવશ્યક છે; નહીંતર આગમવાક્યને અનુસરીને થનારો અર્થ પણ ઉત્સુત્રરૂપ થઈ શકે છે.. એટલે જ તો નંદીસૂત્રમાં સ્વરૂપથી સમ્યકશ્રુત પણ વ્યક્તિવિશેષને માટે મિથ્યાશ્રુત થઈ શકે છે, એવું કહ્યું છે ને? તેથી આગમનું ઊંધું અર્થઘટન ન થઈ જાય એની ખાસ કાળજી રાખવી.
હવે ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને મધુર આલાપપૂર્વક હિતોપદેશ આપતા કહે છે કે -
ततः शृणु सम्यक् तत्त्वं मात्सर्यमपहाय यदि मोक्षार्थ्यसि । शास्त्रे पुलाकादयः पञ्च निर्ग्रन्था उक्ताः, तत्र बकुशकुशीलौ सर्वतीर्थकराणां तीर्थं यावत् प्रवर्त्तते । तल्लक्षणं चेदम्-श्रीभगवतीपञ्चविंशतिशतकषष्ठोद्देशकार्थसंग्रहिण्यां श्रीअभयदेवसूरिकृतपञ्चनिर्ग्रन्थसंग्रहिण्यां, तथाहि -
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - તેથી જો તું મોક્ષાર્થી હોય તો માત્સર્યને છોડીને તત્ત્વને બરાબર સાંભળ. શાસ્ત્રમાં પુલાક વગેરે પાંચ પ્રકારના નિર્ચથો કહ્યા છે, તેમાં બકુશ અને કુશીલ બધા તીર્થકરોના તીર્થ સુધી પ્રવર્તે છે. અને તેનું લક્ષણ ભગવતીસૂત્રના ૨૫મા ઉદ્દેશાના અર્થસંગ્રહરૂપ અભયદેવસૂરિકૃત પંચનિર્ચથી પ્રકરણમાં જણાવ્યું છે. તે આ પ્રમાણે -
એ માત્સર્યપરિહારનો ઉપદેશ * વિવેચનઃ-એટલે હે વત્સ! જો તું મોક્ષનો અર્થ છે, તો માત્સર્યને (=ગુણ પરના દ્વેષને=ઈર્ષાને) છોડીને સિદ્ધાંતના મર્મને બરાબર સાંભળ.
જ આવું કહેવા દ્વારા ક્યાંય કોઈના પર ખોટો દોષારોપ ન મૂકાઈ જાય - એની સાવચેતી રાખવાની ખાસ ભલામણ કરાઈ.
સદ “ઇર્ષા એ વાસ્તવિક હકીકતને સમજવામાં રોકાણ ઊભું કરે છે. તેનો બીજો પર્યાય છે દ્વેષ, અરુચિ ! તેના કારણે જ વસ્તુ કે વ્યક્તિ પર ગુણાનુરાગયુક્ત દષ્ટિ થઈ શકતી નથી.. એટલે પહેલાં આ દોષને દૂર કરવો અત્યંત
=
=
=
=
=
-
-
—
—
—
—
—
—
—
—
—
—
—