________________
गुर्जरविवेचनसमन्विता
* બકુશ-કુશીલને ચાસ્ત્રિધર ન માનવામાં તીર્થનો ઉચ્છેદ * વિવેચનઃ- ઉપર બતાવ્યા પ્રમાણે બકુશ અને કુશીલમાં અવશ્ય નાના નાના દોષો હોવાના.. હવે જો તેવા દોષલવોથી તે સાધુ વર્જવા યોગ્ય થાય, તો નહીં વર્જવા યોગ્ય કોઈ જ નહીં રહે – સર્વ વર્જવા યોગ્ય થશે! (કારણ કે નાના નાના દોષો તો બધામાં છે.) અને તો બકુશ-કુશીલ વિના કોઈ સાધુ જ ન હોય તો તીર્થનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવશે ! કારણ કે સાધુથી જ તીર્થ ચાલે છે.
આ વાતનો સારસંક્ષેપ ધર્મરત્નપ્રકરણમાં ખૂબ સુંદર રીતે જૈણાવ્યો છે -
બકુશ અને કુશીલ તીર્થ કહેવાય છે. તેઓમાં દોષના લેશો અવશ્ય સંભવે છે.. જો તેવા દોષલવોથી યતિ વર્જવા યોગ્ય હોય તો ન વર્જવા યોગ્ય કોઈપણ નહીં થાય, સર્વે વર્જવા યોગ્ય જ થશે..” (શ્લોક-૧૩૫)
અને ત્યાં (=ધર્મરત્નપ્રકરણમાં) છેલ્લે ઉપદેશ આપ્યો છે કે -
“આ પ્રમાણે પરમાર્થને જાણનારા મધ્યસ્થ પુરુષો પોતાના ગુરુને મૂકતા નથી, કારણ કે તેઓ પોતાને વિશે પણ સર્વગુણની સામગ્રી જોતા નથી.. (ત ગુરુમાં પણ સર્વગુણ ન હોય, તેટલા માત્રથી ગુરુને ત્યાય ન માને.)” (શ્લોક-૧૩૬)
તાત્પર્યાર્થઃ મધ્યસ્થ બુદ્ધિમાન આ પ્રમાણે વિચારે કે - “જે પ્રમાણે આગમમાં કહ્યું છે તે પ્રમાણે કરવું દુષ્કર છે અને યથોક્તવાદને વિશે રહેલા (=અર્થાત્ શક્તિથી ઉપરવટ થઈને પણ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ કરવું એવું માનનારા) સીદાય છે, માટે શક્તિ પ્રમાણે ચારિત્રની શુદ્ધિ કરવી એ જ નિયત માર્ગ છે. આ મારા ગુરુ પણ ઉત્સર્ગ તથા અપવાદ માર્ગને જાણે છે, શક્તિ પ્રમાણે ક્રિયા કરે છે, શુદ્ધ માર્ગનો ઉપદેશ આપે છે, સદ્ભાવની તુલના કરે છે, ઉત્કૃષ્ટ કષ્ટ કરનારની સ્તુતિ કરે છે, અને જ્ઞાનીઓને સહાય કરે છે. માટે તેઓ પૂજાનું સ્થાન છે.
કહ્યું છે કે -
“હાલમાં કાળના દોષને લીધે શરીર તુચ્છ છે, છેલ્લું સંઘયણ છે અને ઉત્તમ વીર્ય નથી, તો પણ મુનીંદ્રો ધર્મને માટે ઉદ્યમ કરી રહ્યા છે, તે વિદ્વાનોને પૂજવા લાયક કેમ ન હોય?”
તેથી આ અત્યંત ઉપકારી ગુરુની હું આદરથી સેવા કરું. આગમમાં જણાવ્યું છે કે : “જેમ યજ્ઞ – – – – – – – – –
* 'बकुसकुसीला तित्थं, दोसलवा तेसु नियमसंभविणो। जइ तेहिं वज्जणिज्जो, अवज्जणिज्जो तओ नत्थि ॥१३५॥ જ “કુવર તુ નઇત્ત ગદુત્તવાદિયા વિસત્તિા एस नियओ हु मग्गो जहसत्तीए चरणसुद्धी ॥' (धर्मरत्नप्रकरणवृत्तौ श्लो. १२३)
'तुच्छं वपुः संहननं कनिष्ठं वीर्यं न वयं किल कालदोषात्। तथाऽपि धर्माय कृतप्रयत्नाः कथं न पूज्या विदुषां मुनीन्द्राः ?॥" (धर्मरत्नप्रकरणवृत्तौ श्लो.१३६) * "जहाहियग्गी जलणं नमसे नाणाहई मंतपयाभिसित्तं । एवायरियं उवचिट्ठएज्जा अणंतनाणोवगओवि सत्तो॥
जस्संतिए धम्मपयाइँ सिक्खे तस्संतिए वेणइयं पउंजे । सक्कारए सिरसा पंजलीओ कायग्गिराहो मणसावि निच्चं ॥" (धर्मरत्नप्रकरणवृत्तौ श्लो० १३६)
-
-
-
-
-
-
-
-
-
-
-