________________
गुरुतत्त्वसिद्धिः
આ પ્રમાણે તીર્થમાં બકુશ-કુશીલ જ હોવાના અને તેમાં પ્રમાદના કારણે સૂક્ષ્મ દોષો પણ હોવાના જ..
પ્રશ્ન:- પણ ચારિત્રવાળા તેઓમાં પ્રમાદ હોઈ શકે ?
ઉત્તર:- હા, કારણ કે તેઓને બે ગુણઠાણા કહ્યા છેઃ (૧) પ્રમત્તગુણઠાણું, અને (૨) અપ્રમત્તગુણઠાણું.. આ બંને ગુણઠાણા અંતર્મુહૂર્ત કાળ સુધી રહે છે અને ક્રમશઃ બદલાયા કરે છે. હવે તેઓ
જ્યારે પ્રમત્ત ગુણઠાણે રહે, ત્યારે પ્રમાદ હોવાથી સૂક્ષ્મદોષો પણ હોવાના જ. (સાવ તેઓ નિર્દોષ રહે એવું ન બને.)
પ્રશ્નઃ પણ દોષવાળા હોય, તો પણ તેઓને “ચારિત્રધર' કહી શકાય?
ઉત્તરઃ હા, (અલબત્ત મોટા-ગંભીર દોષવાળા કે નિષ્ફર પરિણામવાળા સાધુને નહીં પણ) જ્યાં સુધી સાતમા છેદપ્રાયશ્ચિત્તને લાયક અપરાધ કર્યો હોય, ત્યાં સુધી તે ચારિત્રવાળો જ હોય છે અને તેનાથી વધુ પ્રાયશ્ચિત્તપ્રાયોગ્ય અપરાધ કરે તો ચારિત્રરહિત થાય છે. આ વિશે જણાવ્યું છે કે -
“જ્યાં સુધી છેદ પ્રાયશ્ચિત્ત આવે, ત્યાં સુધી તેણે એક પણ વ્રત ઓળંગ્યું - ભાંગ્યું નથી એમ જાણવું. અને જેણે એક પણ વ્રત ઓળંગ્યું હોય, તેણે પાંચે વ્રતો ઓળંગ્યા છે – એમ જાણવું. તેને મૂળ પ્રાયશ્ચિત્ત છે.”
એટલે ઉપદેશાત્મક ફલિતાર્થ એ કે, વર્તમાનકાળના સાધુઓમાં નાના નાના દોષો દેખાય એટલા માત્રથી તેમને “અચારિત્રી માની લેવાની ગંભીર ભૂલ ન કરવી.
પણ આવા દોષવાળાને ચારિત્રધર માનવા જ શું કામ? એવી આશંકાનું સમાધાન આપવા જણાવે છે કે -
तदेवं बकुशकुशीलेषु नियमभाविनो दोषलवाः, यदि च तैर्वर्जनीयो यतिः स्याद्, अवर्जनीयस्ततो नास्त्येव । तदभावे च तीर्थस्याप्यभावप्रसङ्ग इति । अभिहितञ्च धर्मरत्नप्रकरणे -
"इयं भावियपरमत्था, मज्झत्था नियगुरुं न मुंचंति । સત્ર/સંગોri, ગપ્પાજંલિ વિ છંતા રદ્દ ” ચાર્તિ १. - एतच्चिह्नान्तर्गतपाठस्तु पूर्वमुद्रिते B-प्रते च लुप्तः ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ:- આ પ્રમાણે બકુશ-કુશીલોમાં અવશ્ય દોષો હોવાના... જો તેનાથી યતિ વર્જવા યોગ્ય થાય, તો નહીં વર્જવા યોગ્ય કોઈ નહીં રહે અને તેના અભાવમાં તીર્થના પણ અભાવનો પ્રસંગ આવે. ધર્મરત્નપ્રકરણમાં કહ્યું છે કે- “આ પ્રમાણે પરમાર્થને જાણનાર મધ્યસ્થી પોતાના ગુરુને મૂકતા નથી, કારણ કે તેઓ પોતાને વિશે પણ સર્વગુણની સામગ્રી જોતા નથી..”