________________
गुर्जरविवेचनसमन्विता
વિવેચન - ઉત્તરપક્ષ - તમારા કથન વિશે અમે વિકલ્પો રજુ કરીએ છીએ તમે આવશ્યકનિયુક્તિના આધારે દેશપાર્થસ્થ લક્ષણ કહ્યું, પણ (૧) તે બધા લક્ષણો જેમાં હોય તેને “દેશપાર્થસ્થ કહેવાય? કે (૨) તેમાનું એકાદું લક્ષણ જેમાં હોય, તેને પણ દેશપાર્થસ્થ” કહેવાય?
* પૃથક પક્ષનો નિરાસ * (૨) જો એકાદુંલક્ષણ હોય તેને પણ તમે દેશપાર્થસ્થ કહેશો, તો સ્થૂલભદ્રસ્વામીને પણ દેશપાર્શ્વસ્થ કહેવાનો પ્રસંગ આવશે!
પ્રશ્નઃ પણ સ્થૂલભદ્રસ્વામીમાં ક્યાં કોઈ દેશપાર્થસ્થનું લક્ષણ હતું ?
ઉત્તરઃ અરે ! કેમ નહીં? જુઓ - તેઓશ્રીએ જ્યારે કોશાવેશ્યાને ત્યાં ચોમાસું કર્યું, ત્યારે ચાર મહિના સુધી તેઓ તે વેશ્યાના ઘરે જ આહાર વગેરે લેતા હતા. આ વાત આવશ્યકની બૃહદ્ઘત્તિમાં યોગસંગ્રહના અધિકારમાં જણાવી છે કે -
“સ્થૂલભદ્રસ્વામી પણ ત્યાં જ વેશ્યાના ઘરે ભિક્ષાને લે છે..”
હવે આ પ્રમાણે ત્યાંનો આહાર લેવામાં તો તેમને શય્યાતરપિંડનો દોષ લાગે અને આવો એકાદો દોષ લાગવાથી તો તમારી માન્યતા પ્રમાણે સ્થૂલભદ્રસ્વામીને પણ દેશપાર્શ્વસ્થ માનવાનો પ્રસંગ આવશે ! અને તો તેમને પણ વંદન નહીં થઈ શકે!
એટલે એકાદ-બે દોષ હોય, તેટલા માત્રથી દેશપાર્શ્વસ્થ માની તેમને અવંદનીય માનવા ઉચિત નથી. તેથી આ પક્ષ (એકાદું લક્ષણ હોવા માત્રથી દેશપાર્શ્વસ્થ હોવાનો પક્ષ) ન મનાય..
ટૂંકમાં નિષ્કારણ સેવાતા દોષો અતિચારનું કે યાવત્ વ્રતભંગનું કારણ પણ બની શકે, પણ કાળસંઘયણ-પ્રમાદ આદિવશ સેવાતા કેટલાક દોષના સેવનમાત્રથી અસાધુત્વ-અવંદનીયત્વ નથી.
સ્પષ્ટતા:-અહીં સ્થૂલભદ્રસ્વામીનું દૃષ્ટાંત લઈ સાધુપણામાં નાના-નાના દોષો તો ચાલે – એની વાત નથી, પણ તે નાના-નાના દોષો હોવા માત્રથી તેઓને દેશપાર્થસ્થ માની અવંદનીય માનવાની ગંભીર ભૂલ ન સર્જાય-એની વાત છે.. બાકી નાના-નાના દોષો અતિચાર તો લગાડે જ અને તેનું પ્રાયશ્ચિત્ત પણ આવે જ, પણ તેટલા માત્રથી તેઓનું સાધુપણું જતું જ રહે એવો એકાંત નથી – આ વાત હમણાં જ આગળ સ્પષ્ટ થશે..
અલબત્ત, મોટા દોષો સેવાતા હોય કે નાના નાના દોષો પણ પરંપરાએ ઉપેક્ષા અને બેદરકારીનું રૌદ્રસ્વરૂપ ધારણ કરી લેતા હોય, તો તે નિષ્ફરપરિણામીઓનું સાધુપણું જતું પણ રહે. પણ અહીં
ઓઘથી વાત ચાલી રહી છે, અર્થાત્ જયણાપૂર્વક સાધ્વાચારોનું પાલન કરનારાઓમાં સાધુપણું સિદ્ધ કરાઈ રહ્યું છે અને તેમાં બે-ચાર દોષો હોવા છતાં પણ તેવી નિષ્ફરતા ન હોવાથી જ તેઓમાં સાધુપણું અક્ષત છે, એ વાત જણાવાઈ છે.
=
=
=
=
=
છે આ બધી વાતો ખૂબ જ ગંભીર છે, ક્યાંય એકાંત ન પકડાઈ જાય એની ખાસ કાળજી રાખશો.. અને આગળનો વિષય પણ અત્યંત ગંભીર હોવાથી તટસ્થપણે વિષયનું અવગાહન કરવાની વિનમ્ર ભલામણ..