________________
गुर्जरविवेचनसमन्विता
इहपरलोयहयाणं सासणजसघाईणं कुदिट्ठीणं ।
कह जिणदंसणमेसिं को वेसो किं च नमणाइ ।। १३ ।। " इत्यादि ।।
. ‘હ્રારંતિ' કૃતિ B-તે, ‘રતિ’ કૃતિ A-પ્રતે ।
--- ગુરુગુણરશ્મિ --
१७
(૧૨-૧૩) ધર્મ વગરના જેઓ, પરમાત્માએ નિષેધેલા અને લોકમાં નિંદાયેલા એવા અનેક પ્રકારના પાપવાળા કુમાર્ગને સેવે છે, આવા કુમાર્ગને પોતે આચરે છે અને બીજાઓની પાસે આચરણ કરાવે છે તેવા જીવોનો આલોક અને પરલોક બંને હણાયેલા છે અને તેઓ શાસનના યશનો ઘાત કરનારા છે.. રે, યાવત્ મિથ્યાર્દષ્ટિ છે. તેવા જીવોને જિનેશ્વરો પર શ્રદ્ધા કેવી રીતે હોય ? એમનો વેષ પણ શું કામનો ? તેમને નમન વગેરે પણ કેવી રીતે કરાય ? (અર્થાત્ એમને જિનેશ્વરો પર પારમાર્થિક શ્રદ્ધા ન હોય, એમનો વેષ પણ નકામો હોય, તો એમને વંદનાદિ પણ ન જ કરવા જોઈએ.) (સંબોધપ્રકરણ શ્લો.૪૧૩-૪૧૪)
આ થઈ સંબોધપ્રકરણમાં બતાવેલા પાર્શ્વસ્થોનાં લક્ષણની વાત.. હવે વર્તમાનકાળમાં વિચરતાં બધા જ સાધુઓમાં આ પાર્શ્વસ્થોનાં લક્ષણ છે જ – એવો એકાંત નથી, તે વાતને જણાવે છે -
00
D
न चैवंविधलक्षणा एव साम्प्रतिकसाधवः सर्वेऽपि, केषांचित्सम्प्रत्यपि सर्वशक्त्या यतिक्रियासु यतमानानां यतीनां दर्शनात् । अथ देशतः पार्श्वस्थास्तर्हि वदन्तु तल्लक्षणम् । -- ગુરુગુણરશ્મિ :
* વર્તમાનકાલીન બધા સાધુઓમાં પાર્શ્વસ્થાના લક્ષણો ન ઘટે *
ભાવાર્થ + વિવેચન :- પાસસ્થાના લક્ષણો બતાવ્યા, પણ વર્તમાનકાળના બધા જ સાધુઓ તેવા લક્ષણવાળા હોય – એવું નથી, કારણ કે હમણાં પણ કેટલાક સાધુઓ પોતાની સંપૂર્ણ શક્તિ મુજબ સાધુની દિનચર્યાઓમાં ઉદ્યમ રાખતા હોય-એવું દેખાય છે જ..
એટલે આ કાળમાં પણ કેટલાક સુવિહિત સાધુઓ હોય છે જ અને તેથી તેઓને વંદન પણ થઈ જ શકે છે. માટે વર્તમાનકાલીન બધા સાધુઓ પર સર્વપાર્શ્વસ્થપણાનો આરોપ મૂકીને વંદન નહીં કરવાનું વિધાન બિલકુલ ઉચિત નથી.
આ પ્રમાણે પહેલો વિકલ્પ (=સર્વપાર્શ્વસ્થપણાનો આરોપ) ખોટો જણાવ્યો, હવે બીજા વિકલ્પ અંગે વિચારીએ -
(ખ) જો વર્તમાનકાલીન બધા સાધુઓ દેશપાર્શ્વસ્થ હોય, તો પહેલા દેશપાર્શ્વસ્થ કોને કહેવાય ? તેનું લક્ષણ જણાવો. હવે પૂર્વપક્ષી આવશ્યકનિયુક્તિની વૃત્તિને અનુસારે દેશપાર્શ્વસ્થનું લક્ષણ જણાવે છે -