________________
गुर्जरविवेचनसमन्विता
सो दुविकप्पो भणिओ जिणेहि जियरागदोसमोहेहिं । एगो उ संकिलिट्ठो असंकिलिट्ठो तहा अण्णो ।।५।। पंचासवप्पवत्तो जो खलु तिहि गारवेहि पडिबद्धो । इत्थिगिहिसंकिलिट्ठो संसत्तो संकिलिट्ठो उ ।।६।।
(પ-૬) રાગ, દ્વેષ અને મોહને જીતનારા એવા જિનેશ્વરોએ તે સંસક્ત બે પ્રકારનો કહ્યો છે : (ક) સંક્લિષ્ટસંસક્ત, અને (ખ) અસંક્લિષ્ટસંસક્ત.. તેમાં (ક) જે પાંચે આશ્રવોમાં પ્રવર્તતો હોય, ઋદ્ધિ-રસ-શાતારૂપ ત્રણ ગારવથી યુક્ત હોય, સ્ત્રીને સેવનારો - સ્ત્રીસંક્લિષ્ટ હોય, દ્વિપદ-ચતુષ્પદધન-ધાન્યાદિની ચિંતા કરનારો - ગૃહસ્થસંક્લિષ્ટ હોય, આવા પ્રકારનો જે હોય, તેને સંક્લિષ્ટ સંસક્ત કહેવાય.
पासत्थाईएसुं संविग्गेसुं च जत्थ मिलती उ । तहि तारिसओ भवई पियधम्मो अहव इयरो उ ।।७।।
(૭) વળી (ખ) જે પાર્થસ્થાદિની સાથે ભેગો થાય ત્યારે ઇતર=ધર્મમાં અરુચિવાળો થાય અને સંવિગ્નસંયમવંત સાધુઓની સાથે ભેગો થાય ત્યારે ધર્મપ્રિય બને, તેને અસંક્લિષ્ટ સંસક્ત કહેવાય..
* યથાસ્કન્દનું સ્વરૂપ + શ્લોકો * આગમથી નિરપેક્ષ રહીને જે પોતાની સ્વચ્છંદ બુદ્ધિ પ્રમાણે વર્તન કરે, તેને “યથાછંદ કહેવાય. તેનાં સ્વરૂપદર્શક શ્લોકો આ પ્રમાણે છે –
उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पन्नवेमाणो । एसो उ अहाछंदो इच्छाछंदोत्ति एगट्ठा ।।१।।
(૧) જે ઉસૂત્રનું જ આચરણ કરતો હોય અને ઉત્સુત્રની જ પ્રરૂપણા કરતો હોય, તેને યથાશ્ચંદ કહેવાય. અહીં યથાશ્ચંદ અને ઈચ્છાછંદ એ બે શબ્દો સમાનાર્થી જાણવ.
હવે ઉસૂત્ર કોને કહેવાય? તે કહે છે – उस्सुत्तमणुवदिटुं सच्छंदविगप्पियं अणणुवाइ । परतत्तिपवत्तो तिंतिणेओ इणमो अहाछंदो ।।२।।
(૨) જે તીર્થકર વગેરેએ ન કહ્યું હોય અને પોતાની ઇચ્છા પ્રમાણે કલ્પાયેલું હોય અને એટલે જ આગમને અનુસરનારું ન હોય, તેને “ઉત્સુત્ર” કહેવાય. (હવે યથાશ્ચંદનું સ્વરૂપ બતાવે છે કે જે બીજાની ચિંતા કરવામાં પ્રવર્તેલો હોય અને તિતિણક હોય (એટલે કે કોઈએ થોડોક નાનકડો અપરાધ પણ કર્યો હોય, તો પણ તેને વારંવાર બોલ્યા કરે) તેને “યથાશ્ચંદ' કહેવાય.
અર્થાત્ છન્દ એટલે ઇચ્છા.. યથેચ્છા=ઇચ્છા પ્રમાણે આચરણ અને પ્રરૂપણા કરનાર યથાચ્છન્દ..
-
-
--
—
—
—
—
—
—
—
—
—
—
—