________________
गुरुतत्त्वसिद्धिः
ગણ, સૂત્રાદિ..(“આદિ શબ્દ, આ સાતના જ પેટા ભેદો જણાવે છે) આ પ્રમાણે સાત પ્રકારનું આજીવે છે.
कक्ककुरुगा य माया णियडीए जं भणंति तं भणियं । थीलक्खणाइ लक्खण विज्जामंताइया पयडा ।।७।।
(૭) કલ્કકુરુકા એટલે માયા, અર્થાત્ કપટ કરીને બીજાને ઠગવા માટે જે વચનો બોલવા તે. લક્ષણ તરીકે શ્રીલક્ષણ, પુરુષલક્ષણ વગેરે જાણવા. (વિદ્યા સાધનાથી સાધ્ય હોય, જયારે મંત્ર સાધનારહિત હોય - આ વાત પ્રસિદ્ધ હોવાથી કહે છે કે -) વિદ્યામંત્ર વગેરે (આદિશબ્દથી ચૂર્ણ, યોગ વગેરે) પ્રસિદ્ધ જ છે.
* સંસક્તનું સ્વરૂપ + શ્લોકો * જેમ પાર્થસ્થ વગેરે વંદન કરવા યોગ્ય નથી, તેમ સંસક્ત પણ વંદન કરવા યોગ્ય નથી. આ સંસક્ત જેવો સંસક્ત છે, અર્થાત્ “જેવો સંગ તેવો રંગ' એ ન્યાયે પાર્થસ્થાદિની સાથે રહીને દોષવાળો થાય અને તપસ્વીની=સંયમીની સાથે રહીને ગુણવાળો થાય. તેના સ્વરૂપદર્શક શ્લોકો આ પ્રમાણે છે –
संसत्तो य इदाणीं सो पुण गोभत्तलंदए चेव । उच्चिट्ठमणुच्चिटुं जं किंची छुब्भई सव्वं ।।१।। एमेव य मूलुत्तरदोसा य गुणा य जत्तिया केइ । ते तम्मिवि सन्निहिया संसत्तो भण्णई तम्हा ।।२।।
(૧-૨) હવે સંસક્ત કહેવાય છે - જેમ ગાયના ભોજન માટેના વાસણમાં શુદ્ધ કે અશુદ્ધ(ચોખ્ખું કે એંઠું) જે પણ હોય, તે બધું નંખાય છે તેમ મૂળગુણ અને ઉત્તરગુણસંબંધી જે કોઈ દોષો અને ગુણો હોય, તે બધા તે સંસક્તમાં રહેલા હોય છે. માટે જ તેને સંસક્ત કહેવાય છે.
रायविदूसगमाई अहवावि णडो जहा उ बहुरूवो । अहवा वि मेलगो जो हलिद्दरागाइ बहुवण्णो ।।३।। एमेव जारिसेणं सुद्धमसुद्धेण वाऽवि संमिलइ । तारिसओ च्चिय होति संसत्तो भण्णई तम्हा ।।४।।
(૩-૪) અથવા રાજાને પ્રસન્ન રાખનારા વિદૂષક કે નટ જેમ ઘણા રૂપોને ધારણ કરનાર હોય છે. અથવા જેમ ઘેટો હળદરના રંગાદિ ઘણા રંગવાળો હોય છે. તેમ શુદ્ધ કે અશુદ્ધ જેવા પ્રકારની વ્યક્તિ સાથે ભેગો થાય, તે તેવા પ્રકારનો થઈ જતો હોવાથી તેને સંસક્ત કહેવાય છે.
આશય એ કે, ‘તમે અને હું એક જ જાતિના છીએ” આ પ્રમાણે આહારાદિમાં આસક્ત સાધુના જે વચનો તે જાતિ-આજીવ' કહેવાય. એ જ રીતે તમારું અને મારું કુળ એક છે, શિલ્પ એક છે વગેરે આહારાદિ માટે પ્રગટ કરવું - તે ક્રમશઃ કુલઆજીવ, શિલ્પઆજીવ કહેવાય છે. આ જ પ્રમાણે બીજા ભેદો પણ જાણવા.
& “Bત શબ્દમાં ‘5' અલાક્ષણિક હોવાથી ‘હર્ત શબ્દ જાણવો અને તેનો અર્થ ‘ઘેટો” થાય.