________________
गुरुतत्त्वसिद्धिः
* (૨) અવસગ્નનું સ્વરૂપ + શ્લોકો * રોગથી પીડાયેલા માણસની જેમ, જે સામાચારીને પાલન કરવામાં પીડાયેલો રહે, અર્થાતુદુખીદુઃખી રહે, તેને અવસત્ર કહેવાય. તેનાં સ્વરૂપદર્શક શ્લોકો આ પ્રમાણે છે -
'ओसन्नोऽवि य दुविहो सव्वे देसे य तत्थ सव्वंमि । उउबद्धपीढफलगो ठवियगभोई य णायव्वो ।।१।।'
(૧) અવસગ્ન પણ બે પ્રકારનો છેઃ (ક) સર્વથી અને (ખ) દેશથી.. તેમાં સર્વાવસગ્ન આ પ્રમાણે જાણવો - *જે સાધુ શાસ્ત્રવિધિ પ્રમાણે પડિલેહણ ન કરે અથવા વારંવાર સુવા વગેરે માટે આખો દિવસ સંથારો પાથરેલો જ રાખે, તેને અવબદ્ધપીઠફલક કહેવાય.. * તથા જે સાધુ નિષ્કારણ સ્થાપનાદોષ યુક્ત ભોજન કરે, તે સર્વાવસગ્ન જાણવો.
હવે (ખ) દેશાવસન્ન આ પ્રમાણે જાણવો - आवस्सगसज्झाए पडिलेहणझाणभिक्खऽभत्तठे । आगमणे णिग्गमणे ठाणे य णिसीयणतुयट्टे ।।२।।
(૨) પ્રતિક્રમણાદિ આવશ્યક, સ્વાધ્યાય, પડિલેહણ, ધ્યાન, ગોચરી, અભક્તાર્થ=ઉપવાસ, ઉપાશ્રયમાં પ્રવેશ, ઉપાશ્રયની બહાર જવું, બેસવું, સુવું વગેરે દરેક વિષયમાં દેશાવસન્ન જાણવો. તે આ પ્રમાણે –
आवस्सयाइयाइं ण करे, करेइ अहवावि हीणमधियाइं । गुरुवयण वलाइ तहा, भणिओ एसो य ओसन्नो ।।३।।
(૩) આવશ્યકાદિને કરે જ નહીં અથવા કરે તો હીનાધિક કરે.. * ગુરુના પ્રેરણાત્મક વચનોને સારી રીતે સ્વીકારે નહીં, ઊલટું ગમે-તેમ સામે બોલે. આવો સાધુ દેશથી અવસત્ર સમજવો.
गोणो जहा वलंतो भंजइ समिलं तु सोऽवि एमेव । गुरुवयणं अकरेंतो वलाइ कुणई वा उस्सोढुं ।।४।।
(૪) જેમ માલિક વડે ઘેરાયેલો ગળિયો બળદ, સામો થઈને ગાડાનું લાકડું તોડી નાંખે છે, તેમ દેશાવસન્ન પણ ગુરુના વચનને ન કરતો સામો થાય છે અથવા “શું હું એકલો જ દેખાઉં છું કે જેથી મને જ વારંવાર આદેશ કર્યા કરો છો..” – એવા અનિષ્ટ વચનો કહીને ગુરુનું વચન પાળે..
- - - - - - - - - - - - - - - - - - - - - - - - — — –
ચોમાસામાં એક અખંડ લાકડાથી બનેલો સંથારો જ્યારે ન મળે, ત્યારે ઘણા બધા લાકડાઓ બાંધીને સંથારો તૈયાર કરાય છે, આ સંથારો દર પંદર દિવસે ખોલીને પડિલેહણ કરવાનો હોય છે.
જ આશય એ કે, પ્રતિક્રમણાદિ આવશ્યકો કરે નહીં અથવા હીનાધિક દોષથી દુષ્ટ કરે.. / સ્વાધ્યાય ન કરે અથવા અસઝાયાદિનિષિદ્ધ સમયે કરે. – ‘fક્રમે ડું શિવમવિલે' વગેરે રૂપે ધ્યાન ન કરે અથવા અશુભધ્યાન કરે.. * ગોચરી લેવા જાય નહીં, જાય તો દોષોમાં ઉપયોગ રાખે નહીં.. * માંડલીમાં ગોચરી વાપરે નહીં અથવા ક્યારેક આવે ને ક્યારેક ન આવે. # આવસહી-નિશીહિ સામાચારી સાચવે નહીં, ઈરિયાવહિનો કાઉસ્સગ્ન ન કરે અથવા જેમ-તેમ કરે. (ઈર્યાસમિતિ ન પાળે.) * બેસવા-સુવામાં સંડાસાદિનું પ્રમાર્જન કરે નહીં અથવા ગમે-તેમ કરે.
-
-
-