________________
गुर्जर विवेचनसमन्विता
* (૩) કુશીલનું સ્વરૂપ + શ્લોકો *
ખરાબ સ્વભાવ જેનો છે, તેને કુશીલ કહેવાય. તેના સ્વરૂપદર્શક શ્લોકો આ પ્રમાણે છે - तिविहो होइ कुसीलो णाणे तह दंसणे चरित्ते य ।
सो अवंदणिज्जो पन्नत्तो वीयरागेहिं । । १ । ।
(૧) કુશીલ ત્રણ પ્રકારે છે : (ક) જ્ઞાનમાં,(ખ) દર્શનમાં, અને (ગ) ચારિત્રમાં..ત્રણે પ્રકારનો કુશીલ વીતરાગો વડે અવંદનીય કહ્યો છે.
હવે તે ત્રણેનું સ્વરૂપ જણાવે છે –
ण णाणायारं जो उ विराहेइ कालमाईयं ।
दंसणे दंसणायारं चरणकुसीलो इमो होइ ।।२।।
(૨) (ક) કાળ-વિનય વગેરે જ્ઞાનાચારોની જે વિરાધના કરે, તે જ્ઞાન વિશેનો કુશીલ સમજવો, અને (ખ) દર્શનાચારોની વિરાધના કરનાર દર્શન વિશેનો કુશીલ સમજવો. (ગ) ચારિત્રકુશીલ આ પ્રમાણે જાણવો -
को भूकम्मे पसिणापसिणे णिमित्तमाजीवे ।
कक्ककुरुए य लक्खण उवजीवइ विज्जमंताई ।।३।।
(૩) કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, આજીવ, કલ્ફકુરુકા, લક્ષણો, વિદ્યા અને મંત્રો વગેરેના આધારે જીવે (=ગોચરી વગેરે મેળવે) તે ચારિત્રકુશીલ જાણવો.
હવે કૌતુકાદિનું સ્વરૂપ જણાવે છે –
सोभग्गाइणिमित्तं परेसि ण्हवणाइ कोउयं भणियं ।
जरियाइ भूइदाणं भूईकम्मं विणिद्दिद्वं ।।४।।
(૪) સૌભાગ્ય, બાળકાદિ માટે સ્ત્રી વગેરેને ચાર રસ્તે સ્નાનાદિ કરાવે અથવા વિશિષ્ટ દ્રવ્યાદિ સ્નાન માટે આપે તે કૌતુક જાણવું.. તાવ વગેરે દૂર થાય, એ માટે ભસ્મને મંત્રિત કરીને આપવી તે ભૂતિકર્મ કહેવાય.
सुविणयविज्जाकहियं आइंखणिघंटियाइकहियं वा ।
जं सासइ अन्नेसिं पसिणापसिणं हवइ एयं ।।५।। तया भावहणं होइ णिमित्तं इमं तु आजीवं ।
जाइकुलसिप्पकम्मे तवगणसुत्ताइ सत्तविहं ।।६।।
(૫-૬) સ્વપ્રમાં વિદ્યાદેવતાએ જે કહ્યું હોય અથવા આખ્યાયિકાએ—દેવતા વિશેષે, ઘંટડી દ્વારા કાન પાસે જે કહ્યું હોય, તે વાતને બીજા પાસે જઈને કહેવું તેને પ્રશ્નાપ્રશ્ન કહેવાય.. ભૂતકાળ વગેરે ભાવોને કહેવા તેને નિમિત્ત કહેવાય.. આજીવ આ પ્રમાણે સમજવું : જાતિ, કુળ, શિલ્પ, કર્મ,તપ,