________________
गुर्जरविवेचनसमन्विता
(ક) સર્વપાર્થસ્થ કહો, તો તે તો ઉચિત નથી, કારણ કે સર્વપાર્થસ્થના જે લક્ષણો બતાવ્યા છે, તે બધા જ લક્ષણો વર્તમાનકાલીન સાધુઓમાં છે જ, એવો એકાંત નથી. આ વાતને સાબિત કરતાં પહેલાં પાર્થસ્થો કેવા હોય? તેમના આચારો કેવા? એ બધું શાસ્ત્રપાઠો દ્વારા બતાવીને, ત્યારબાદ વર્તમાનકાલીન સાધુઓમાં પાર્શ્વસ્થાનું લક્ષણ ઘટે છે કે નહીં? એની વિચારણા કરાશે.
તેમાં સૌ પ્રથમ સર્વપાર્થસ્થાનું લક્ષણ શ્રીઆવશ્યકનિયુક્તિમાં જણાવ્યા પ્રમાણે આ મુજબ છે :
“તે પાર્થસ્થ બે પ્રકારનો છેઃ (ક) સર્વથી, અને (ખ) દેશથી તેમાં જે જ્ઞાન-દર્શન-ચારિત્રથી જુદો રહે, અર્થાત્ જ્ઞાનાચારાદિનું પાલન ન કરે, તે “સર્વપાર્થસ્થ' કહેવાય.” (આવશ્યકનિયુક્તિ પ્રક્ષિપ્તગાથા-૩ ની વૃત્તિ)
પાર્થસ્થાનું લક્ષણ પૂર્વાચાર્યોએ પણ ખૂબ વિશદતાથી સમજાવ્યું છે. તે આ પ્રમાણે –
वृद्धा अपि तल्लक्षणमेवमाहुः - संनिहिमाहाकम्मं जलफलकुसुमाइ सव्वसच्चित्तं । निच्चं दुतिवारभोयण विगइलवंगाइतंबोलं ।।१।। वत्थं दुष्पडिलेहियमपमाणसकनियं दुकूलाई । सिज्जोवाणहवाहणआउहतंबाइपत्ताई ।।२।। सिरतुंडं खुरमुंड रयहरणमुहपत्तिधारणं कज्जे । एगागित्तब्भमणं सच्छंदं चिट्ठियं गीयं ।।३।। ૨. ‘સમ' રૂતિ A-પ્રતિપાd: I
– ગુરુગુણરશ્મિ – વૃદ્ધપુરુષો (હરિભદ્રસૂરિ મ.સા. વગેરે) પણ પાર્થસ્થાનું લક્ષણ આ પ્રમાણે કહે છે - (૧) * પોતાની પાસે સંનિધિ રાખે.
આધાકર્મ દોષવાળા આહાર આદિ વાપરે. * પાણી, ફળ અને પુષ્પ વગેરે (સર્વસચિત્તક) બધી સચિત્ત વસ્તુઓ કે સર્વાશે સચિત્ત વસ્તુઓ
વાપરે
* હંમેશાં (નિષ્કારણ) બે-ત્રણવાર ભોજન કરે. * કારણ વગર જ વિગઈઓનું સેવન કર્યા કરે. *લવિંગ વગેરે તંબોલ (=મુખવાસ) વાપરે.
પૂર્વાચાર્યો એટલે પૂજય હરિભદ્રસૂરિ મ.સા. વગેરે.. પૂ.હરિભદ્રસૂરિ મ.સા.એ રચેલા સંબોધપ્રકરણ ગ્રંથમાં, આગળ કહેવાતી ગાથાઓ દેખાય છે.