________________
गुरुतत्त्वसिद्धिः
અનેક આગમિક - પ્રકીર્ણક શાસ્ત્રપાઠો, તેના આધારે પૂર્વાપર અનુસંધાનથી તારવેલું રહસ્ય, એક પછી એક યુક્તિબદ્ધ મુદ્દાઓથી વિષયનું સ્પષ્ટીકરણ, જીવનસ્પર્શી હિતકારી અનેક સુવાક્યો . આ બધાના કારણે પ્રસ્તુત રસથાળ અત્યંત આકર્ષક અને અવ્વલ બન્યો છે.
તેમાં સૌ પ્રથમ ગ્રંથકારશ્રી ગ્રંથની શરુઆતમાં મંગળ અને પ્રતિજ્ઞાનો નિર્દેશ કરવા શ્રી વર્ધમાનસ્વામીની સ્તવના વગેરે કરે છે -
* મંગળ અને પ્રતિજ્ઞાવાક્ય
श्रीवर्द्धमानप्रभुमद्भुतद्धि, श्रीमत्सुधर्मादिगुरून् गिरं च । जिनागमांश्चाप्यभिवन्द्य हृद्ययुक्त्या ब्रुवे श्रीगुरुतत्त्वसिद्धिम् ।।१।।
– ગુરુગુણરશ્મિ - શ્લોકાર્ચ -અભુત દ્ધિવાળા શ્રી વર્ધમાન પ્રભુને, શ્રી સુધર્માસ્વામી આદિ ગુરુભગવંતોને, જિનવાણીને અને જિનાગમોને પણ સાદર નમસ્કાર કરીને હૃઘ (=મનોહર) યુક્તિથી શ્રી ગુરુતત્ત્વસિદ્ધિને હું કહું છું.
વિવેચન -
અભુત - લૌકિક દેવો કરતાં ચઢિયાતી અને ભવ્ય જીવોને સન્માર્ગ તરફનું આકર્ષણ ઊભું કરાવનારી..
ઋદ્ધિવાળાઃ- (૧) કર્મક્ષયરૂપ અપાયાપગમ અતિશય, (૨) કૈવલ્યલક્ષ્મીરૂપ જ્ઞાનાતિશય, (૩) અષ્ટપ્રાતિહાર્યરૂપ પૂજાતિશય, અને (૪) યથાર્થવાક્યરૂપ વચનાતિશય – આ ચારે અતિશયોરૂપી સમૃદ્ધિવાળા અથવા ૩૪ અતિશયોરૂપી ઋદ્ધિવાળા.
શ્રી વર્ધમાનપ્રભુનેઃ- જેમના ચ્યવન, જન્મમાત્રથી જ પિતાના ઘરે ધન-ધાન્ય-સોનું વગેરે વધવા લાગ્યું તે “વર્ધમાન'! જે યથાર્થ માર્ગ બતાડી સમસ્ત જીવસૃષ્ટિ પર યોગ અને ક્ષેમ કરવા દ્વારા ત્રણલોકના સ્વામીરૂપે બનેલા છે તેવા ચરમતીર્થપતિ શ્રી મહાવીર પ્રભુને..
શ્રી સુધર્માસ્વામી આદિ ગુરુભગવંતોને :- “ગુણાતિ તત્ત્વોપવેશમિતિ પુરુ' એ અર્થ પ્રમાણે વસ્તુસ્વરૂપને, હિતમાર્ગને, સાધનાપથને નિરાશસભાવે યથાર્થપણે બતાવનારા શ્રી સુધર્માસ્વામી અને તેમની પરંપરામાં થયેલા શાસનધુરાવાહી યુગપ્રધાન પુરુષો, સુવિહિત-ગીતાર્થ સંવિગ્નાચાર્યો..તે બધા ગુરુભગવંતોને..
વાણીને - વીતરાગપરમાત્માનાં ‘૩ઃ વા વિગેડુ વા ધુવેર વા' રૂપ ત્રિપદીવાક્યને.
અને જિનાગમોને :- જેનાથી યથાર્થબોધ પ્રાપ્ત થાય તેવા, સર્વજ્ઞભગવંતોના દ્વાદશાંગીમય આગમોને અને તેને અનુસરીને પાછળના મહાપુરુષોએ રચેલા વૃત્તિ-ચૂર્ણિ-ભાષ્ય-વિવરણ-પ્રકરણ વગેરે સુવિશાલ શ્રુતસાહિત્યને.
સાદર નમસ્કાર કરીને મનથી તેમના ગુણો પ્રત્યેનો અહોભાવ રાખવારૂપે, વચનથી અસાધારણ