________________
|| શ્રીશશ્વરપાર્શ્વનાથાય નમ: |. ।। तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ।।
| છે નમઃ | 'गुरुतत्त्वस्थापना' - आख्यापरनामसंवलिता
सुविहितपूर्वाचार्यप्रणीता 'गुरुगुणरश्मि'-आख्यया गुर्जरविवृत्त्या समलङ्कृता
Joi:
સિદ્ધિ
નમ: શ્રીશ્રુતજ્ઞાનાય .. (૧) સમસ્ત સાધનાઓનો મૂળ આધાર છે “ગુરુતત્ત્વ' ! “ગુરુ વિણ ઘોર અંધકાર” એ ઉક્તિ પણ આ જ વાતનું સમર્થન કરે છે. આ વિષમ કલિયુગમાં માર્ગ બતાડનાર કોઈ તારકતત્ત્વ હોય, તો એ ગુરુ છે.. ગુરુ નિઃસ્વાર્થભાવે ઉપદેશ આપે, ભવ્યપુરુષો તેને સાંભળે, સ્વીકારે અને રાગકેષથી વિરહિત થઈને તેને અમલમાં મૂકે, તેનાથી ઉત્તરોત્તર નિર્મળ અને વિશદ અવસ્થાઓની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ પરમ સામ્યસુખનો આસ્વાદ કરે છે. આ સિદ્ધિનાં સોપાન છે. પણ તેનું પહેલું પગથિયું ચડાવનાર કોણ ? ગુરુ જ ને ? પણ પોતાની વિદ્વત્તાનું અભિમાન ધરાવનારા કેટલાક દુર્બુદ્ધિઓ, શાસ્ત્રનાં મર્મને યથાર્થપણે ન સમજી આવો એકાંત રજુ કરે છે કે, “આજના કાળમાં સાચા ગુરુઓ-સાધુઓ કોઈ રહ્યા નથી”. “સાધુનું સાચું લક્ષણ આજે કોઈનામાં નથી દેખાતું, ઉપરથી પાસત્યાદિનાં લક્ષણો દેખાઈ રહ્યાં છે”. “એટલે આજના કાળમાં ગુરુ તરીકેની પદવી પામે એવું કોઈ હયાત નથી..' એવી એવી અનેક એકાંત માન્યતાઓ તેઓમાં ધરબાયેલી છે..
પણ તે બધાનો નિરાસ કરવા અને આજે પણ સાચા સાધુઓ હોઈ શકે, એની સતર્ક સાબિતિ કરવા કોઈ નિઃસ્પૃહશિરોમણિ સુવિહિત પૂર્વાચાર્યએ “ગુરુતત્ત્વસિદ્ધિ' નામની એક સુંદર કૃતિનું નિર્માણ કર્યું છે..
આ કૃતિમાં પાસત્યાદિનું લક્ષણ શું? સાધુનું સ્વરૂપ કેવું હોય? સાધુનિંદાના વિપાકો શું? તીર્થનો ઉચ્છેદ કેવી રીતે થાય? સંઘની હીલના કરનાર કેવી દુર્દશા પામે? એવી અનેક રસપ્રદ વાતોનો સુમધુર રસથાળ સામે ધર્યો છે.
જ “રુતત્ત્વસ્થાપના' રૂતિ A-પ્રતિપાઠ: |