Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
46
• દ્રવ્યાનુયોગપરામર્શ-દર્ણિકા સુવાસકારની હદયોર્મિ છે થાય ત્યાં નવ્ય ન્યાયની પરિભાષા જરૂર છૂટથી વાપરવી. (જુઓ-૨/૧૫, ૮/૧૬, ૯/૧૨+૧૩, ૧૦૮, ૧૨/૭ વગેરે) નવ્ય ન્યાયરસિક પ્રાણ વિદ્યાર્થીના બૌદ્ધિક વ્યાયામ માટે ક્વચિત્ (જુઓ૧૩/૧૦) નવ્ય ન્યાયની પરિભાષાનો પ્રકર્ષ પાંગરવા દેવો. આમ પ્રાચીનન્યાય અને નબન્યાય
- બંને શૈલીથી અભ્યાસુવર્ગને પરિચિત રાખવા. (૫) ન્યાયની ક્લિષ્ટ પંક્તિનો ગુજરાતી અનુવાદ અત્યંત સરળ પદ્ધતિએ કરવો. જેથી મધ્યમક્ષયોપશમ
વાળા અધ્યેતાવર્ગ-મુમુક્ષુવર્ગ નિઃસંદિગ્ધપણે રાસના પદાર્થને/પરમાર્થને પામવાની દિશામાં નિર્ભયતાથી
આગેકૂચ કરી શકે. (૬) સ્વ-પરદર્શનના સંદર્ભોનું તથા રાસ-ટબાના પદાર્થોનું પૂર્વાપર અનુસંધાન કરાવવું. જેથી ભણનારા
શ્રમણ-શ્રમણી વગેરેની ધારણાશક્તિ સતેજ બને, તેમજ પદાર્થો પારદર્શક બને. (૭) આપણે ત્યાં ન્યાયનો અભ્યાસ કરનારાઓને પણ શબ્દકોશોનો પરિચય બહુ ઓછો હોય - તેવું
જોવા મળે છે. ખાસ કરીને ૨, , , વા વગેરે અવ્યયોના વિવિધ અર્થની બાબતમાં બહુલતયા વિદ્ધવર્ગમાં પણ હાલમાં કચાશ જણાય છે. તેથી વિવિધ શબ્દકોશોનો આ અંગે વ્યાપક
ઉપયોગ કરવો. માટે જુદા-જુદા ૪૦ જેટલા શબ્દકોશોના સંદર્ભને પરામર્શકર્ણિકામાં સમાવેલા છે. (૮) નવા સંપાદકો, અભિનવ સંશોધકો, આધુનિક ઈતિહાસવિદો, નૂતન સંકલનકારો, નવ્ય સંગ્રહકારો,
અદ્યતન પી.એચ.ડી. કરનારાઓ તથા અનેક ગ્રંથોનું તુલનાત્મક અધ્યયન કરનારા જિજ્ઞાસુઓને એક જ ગ્રંથમાં પૂરતી માહિતી મળી રહે તે માટે એક જ વિષયને લગતા શ્વેતાંબર-દિગંબર -જૈનેતર ગ્રંથોના જેટલા પણ પ્રસ્તુત ગ્રંથમાં ઉપયોગી સંદર્ભો મળે તે તમામને સંસ્કૃત વ્યાખ્યામાં આવરી લેવા. જો કે પ્રાથમિક અભ્યાસ કરનારાઓને તો તેમાં પુનરુક્તિ લાગે કે કંટાળો આવે તેવી પણ શક્યતા છે. પરંતુ ઉપરોક્ત વિદ્ધવર્ગની, સંશોધકવર્ગની તથા Ph.D. આદિ કરનાર વાચક વર્ગની ભૂખ સંતોષવા માટે તે જરૂરી જણાય છે. તે તે વિષયોના ઊંડાણમાં ઉતરવા ઈચ્છતા વિસ્તારરુચિવાળા વાચકગણ માટે પણ તે આવશ્યક છે. તેમ સમજીને તે મુજબ કરેલ છે. પરંતુ પ્રાથમિક અભ્યાસીઓને કંટાળો ન આવે તે લક્ષથી અવસરે સાક્ષી ગ્રંથોના માત્ર નામ લખી ()માં અધ્યયન-ઉદેશો-સર્ગ-સ્તબક-પર્વ-સ્તંભ-શ્લોકના ક્રમાંક વગેરેનો નિર્દેશ કરવો - એમ નક્કી કર્યું. (જુઓ - પૃ. ૪૭૭, ૧૦૩૨, ૧૫૪૦ વગેરે) જેથી જિજ્ઞાસુઓ તે સ્થળે જોઈ શકે તથા
પ્રાથમિક અભ્યાસીને કંટાળો ન આવે. આવી પદ્ધતિ પણ ક્વચિત અપનાવેલ છે. (૯) મિથ્યા એકાન્તવાદની તથા દિગંબરોની બ્રાન્ત માન્યતાની અવસરોચિત જરૂરી સમીક્ષા કરવી.
જ રાસની હસ્તપ્રતોની પરિસ્થિતિ જ અનેક હસ્તપ્રતોના આધારે રાસ અને ટબાનું શુદ્ધ સંપાદન કરવાના સંકલ્પ મુજબ હસ્તપ્રતોના પાઠાંતર વગેરેની નોંધ કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી મારા વિનીત શિષ્ય મુનિરાજ શ્રીનિર્મલયશવિજયજીએ તથા નિપુણ હસ્તપ્રતાભ્યાસી સુશ્રાવિકા ઉષાબેન અજિતભાઈ શાહે ઉપાડી લીધી. એક તો ૩૬ હસ્તપ્રતોના