Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* द्रव्यानुयोगः पञ्चाचाररूपः
/૨
रा
એહ* દ્રવ્યઅનુયોગ
દ્રવ્યાદિવિચાર તે નિશ્ચયથી પંચાચારમય છે. તે માટઈં તે મોટો યોગ આવા દ્રવ્યાનુયોગ, તુઃ વિશેષે, “તુ વિશેષડવધારો” (અ.સ.પરિશિષ્ટ-૧રૂ) કૃતિ અનેાર્થસધ્ધોત્તે, ચોમઃ महान् = स्व-परोभयतारकशक्तिकतया प्रभूतदर्शनमोहनीय-ज्ञानावरणादिकर्म्मविगमप्रत्यल उदितः, निश्चयतः तस्य पञ्चाचारमयत्वात् । तथाहि (૧) દ્રવ્યાનુયોગરિશીલનસ્થ સ્વ-પરસમયપવાર્થસાર્થપ્રાશSSराधनारूपत्वाद् ज्ञानाचाररूपता, (२) जिनोक्तात्मादितत्त्वरुचिगोचरयोग-क्षेम-शुद्धि-वृद्ध्यादिकारकत्वाद् र्श दर्शनाचाररूपता, (३) आत्मरमणताद्युपलम्भकत्वात् चारित्राचाररूपता, (४) दर्शनमोहनीयादिकर्म्मनाशकत्वात् स्वाध्यायरूपत्वाच्च तपआचाररूपता, (५) जिनोक्ततत्त्वोहापोहगोचरशक्त्यनिगूहनतो वीर्याचाररूपता च विज्ञेया । शुद्धोञ्छग्रहणादिचारित्राचारस्तु व्यावहारिक एव, काययोगप्रधानत्वात् । णि अत एव ततोऽपि द्रव्यानुयोगेन सकामनिर्ज्जरा प्रबला सानुबन्धा अधिका च सम्पद्यते । अत एव ओघनिर्युक्तिभाष्ये “ चत्तारि उ अणुओगा चरणे धम्मगणियाणुओगे य । दविणुजोगे य અવધારણ અર્થમાં વપરાય’ આ મુજબ અનેકાર્થસંગ્રહના વચન મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ ‘તુ' શબ્દ વિશેષ = તફાવત અર્થમાં જાણવો.) કારણ કે નિશ્ચયનયની દૃષ્ટિએ દ્રવ્યાનુયોગ પંચાચારમય છે. તે આ રીતે - (૧) દ્રવ્યાનુયોગપરિશીલન સ્વદર્શનના અને પરદર્શનના પદાર્થોના સમૂહના જ્ઞાનની આરાધનાસ્વરૂપ હોવાથી જ્ઞાનાચારમય છે. (૨) જિનોક્ત આત્માદિ તત્ત્વની રુચિની પ્રાપ્તિ, સ્થિરતા, વૃદ્ધિ વગેરેને કરનાર હોવાથી દ્રવ્યાનુયોગપરિશીલન દર્શનાચારમય છે. (૩) આત્મતત્ત્વમાં ૨મણતા વગેરેને મેળવવાનું સાધન હોવાથી દ્રવ્યાનુયોગપરિશીલન ચારિત્રાચારમય છે. (૪) દર્શનમોહનીય આદિ કર્મના વિનાશનું કારણ હોવાથી તેમજ સ્વાધ્યાયરુપ હોવાના લીધે દ્રવ્યાનુયોગપરિશીલન તપાચારમય છે. (૫) જિનોક્ત તત્ત્વની વિચારણા કરવાની પોતાની શક્તિ ન છુપાવવાના લીધે દ્રવ્યાનુયોગપરિશીલન વીર્યાચારમય છે. જ્ઞાનાચારાદિ ચારેય આચારો વિશે પોતાની શક્તિ ન છુપાવવી તે વીર્યાચાર કહેવાય ॥ છે. આમ પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરિશીલન નૈૠયિક પંચાચારમય છે. જ્યારે નિર્દોષ ગોચરી વગેરે ચારિત્રાચાર વ્યાવહારિક છે. કારણ કે તેમાં કાયયોગ જ મુખ્ય છે. માટે જ ચારિત્રાચાર કરતાં દ્રવ્યાનુયોગ દ્વારા સકામ (સ્વૈચ્છિક) કર્મનિર્જરા પ્રબળ, સાનુબંધ અને અધિક થાય છે. આમ વ્યાવહારિક ચારિત્રાચાર ચરણ-કરણાનુયોગ કરતાં તાત્ત્વિક દ્રવ્યાનુયોગની મહત્તા નિર્વિવાદપણે સિદ્ધ થાય છે.
સ્પષ્ટતા :- ‘શુદ્ધાહારાદિક એ લઘુયોગ' આ વાત બરાબર બંધ બેસતી છે. પરંતુ સંપૂર્ણ તાત્ત્વિક ચરણસિત્તરી-કરણસિત્તરી લઘુયોગ ન સંભવે. કારણ કે ચરણસિત્તરીમાં ક્ષમાદિ દશવિધ યતિધર્મ, જ્ઞાનાદિ ત્રિક, કષાયનિગ્રહ વગેરેનો પણ સમાવેશ થાય છે. તે અંતરંગપરિણતિસ્વરૂપ છે, બાહ્ય ક્રિયાસ્વરૂપ નથી. અહીં જે કહેવાયેલ છે તે વાત પણ સાપેક્ષપણે સ્વીકારવી. કારણ કે ‘યોગ અસંખ્ય જિનવર કહ્યા, નવપદ તિહાં ધુર રે' - આવું પણ શાસ્ત્રવચન ઉપલબ્ધ થાય છે. સ્યાદ્વાદમાં દરેક વાત યોગ્ય અપેક્ષાએ સમજવી.
(ત વ.) આવા જ કોઈક ગંભીર અભિપ્રાયથી ઓઘનિર્યુક્તિભાષ્યમાં જણાવેલ છે કે ‘ચરણ * પુસ્તકોમાં ‘એહ' નથી. લા.(૨)માં છે. * પુસ્તકોમાં ‘દ્રવ્યાનુયોગ જે સ્વસમય-પરસમયપરિજ્ઞાન તે' પાઠ. .....ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯+૧૩)માં છે.
1. चत्वारि तु अनुयोगाः चरणं धर्म- गणितानुयोगौ च । द्रव्यानुयोगश्च तथा यथाक्रमं ते महर्द्धिकाः । ।
11
२२
=
-
=