Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૪
० विविधसामान्यग्राहकनैगमनयमतप्रकाशनम् ॥
१३३ ઇમ નર-નારકાદિકદ્રવ્ય જીવદ્રવ્યનો પણિ વિશેષ જાણવો. એ સર્વ નૈગમનયનું મત. શુદ્ધસંગ્રહનયનઈ મતઈ તો સદસ્વૈતવાદઈ એક જ દ્રવ્ય આવઈ તે જાણવું.' રાજા
एवं बाल-युवादिनरद्रव्याणामपरोर्ध्वतासामान्यरूपता अल्पपर्यायव्यापित्वात्, नर-नारकादिद्रव्याणां च परोर्ध्वसामान्यरूपता बहुपर्यायव्यापित्वात् । यद्वा नर-नारकादिद्रव्याणामपरोर्ध्वसामान्यरूपता, बहुपर्यायव्यापित्वात्, जीवद्रव्यस्य च परोर्ध्वसामान्यरूपता, बहुतरपर्यायव्यापित्वात् । नरादिद्रव्याणां रा बाल-युवाद्यवस्थापेक्षया परोतासामान्यरूपता जीवापेक्षया चाऽपरोर्ध्वसामान्यरूपतेत्याशयः। इत्थं न पुद्गल-जीवद्रव्येषु बहु-न्यूनपर्यायव्यापित्वापेक्षया पराऽपरोर्ध्वसामान्यरूपता स्थूल-सूक्ष्मादिभेदग्राहकनैगमनयमतेऽवगन्तव्या। ___ सर्वपदार्थाऽभेदग्राहकशुद्धसङ्ग्रहनयमते तु सर्वं द्रव्यम् एकमेव, द्रव्यत्वाऽविशेषात् । द्रव्यमेव क
જ અપેક્ષાભેદથી એકત્ર પર-અપર ઊર્ધ્વતાસામાન્યરૂપતા પર સ્પષ્ટતા - કાળો ઘડો, લાલ ઘડો વગેરે પર્યાયોમાં ઘટ દ્રવ્ય ફેલાયેલું છે. મૃપિંડ, સ્થાસ, કોશ, કુસૂલ વગેરે પર્યાયોમાં ઘટ દ્રવ્ય ફેલાયેલ નથી. પરંતુ મૃદ્રવ્ય તે અવસ્થાઓમાં ફેલાયેલ છે. આમ મૃદ્રવ્ય કરતાં ઘટદ્રવ્ય અલ્પ પર્યાયમાં ફ્લાયેલું છે. જ્યારે ઘટાદિ દ્રવ્યની અપેક્ષાએ મૃદ્રવ્ય અનેક પર્યાયોમાં ફેલાયેલું છે. તેથી ઘટદ્રવ્ય અપરઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ (ન્યૂનદેશવૃત્તિ સ્વરૂપ) છે. તથા મૃદ્રવ્ય પરઊર્ધ્વતાસામાન્ય સ્વરૂપ (અધિકદેશવૃત્તિસ્વરૂપ) છે. પરંતુ માટી અને ઔદારિક વર્ગણાને વિચારવામાં આવે તો માટી અપરસામાન્યસ્વરૂપ અને ઔદારિક વર્ગણા પરસામાન્યસ્વરૂપ થશે.
નૈગમનચ મુજબ દ્રવ્યભેદ છે. (á.) જડ દ્રવ્યમાં પર-અપર ઊર્ધ્વતા સામાન્યની વાત કરી ગયા. હવે ચેતન દ્રવ્યમાં પર-અપર છે ઊતાસામાન્યને જાણીએ. બાલ, યુવાન, વૃદ્ધ વગેરે મનુષ્યો (નર દ્રવ્ય) અપરઊર્ધ્વતાસામાન્ય સ્વરૂપ ધા છે. કારણ કે નર-નારક દ્રવ્યની અપેક્ષાએ બાલ, યુવાન આદિ મનુષ્ય દ્રવ્ય અલ્પપર્યાયવ્યાપી છે. તેની અપેક્ષાએ મનુષ્ય-નરક વગેરે દ્રવ્ય બહુપર્યાયવ્યાપી હોવાથી પરઊર્ધ્વતાસામાન્ય સ્વરૂપ છે. અથવા મનુષ્ય સ -નરક વગેરે દ્રવ્ય અને જીવ દ્રવ્ય વચ્ચે વિચાર કરવામાં આવે તો નર-નારક વગેરે દ્રવ્ય બહુપર્યાયવ્યાપી હોવાથી અપરઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ છે. જ્યારે જીવ દ્રવ્ય બહુતરપર્યાયવ્યાપી હોવાથી પરઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ છે. આશય એ છે કે બાલ, યુવાન આદિ અવસ્થાની અપેક્ષાએ મનુષ્ય વગેરે દ્રવ્ય પરઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ છે તથા જીવની અપેક્ષાએ મનુષ્ય, નરક વગેરે અપરઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ છે. આ રીતે સ્થૂલ, સૂક્ષ્માદિ ભેદને ગ્રહણ કરનાર નૈગમનયના મત અનુસારે પુદ્ગલ અને ચેતન દ્રવ્યમાં બહુપર્યાયવ્યાપિ– ગુણધર્મની અપેક્ષાએ પરઊર્ધ્વતાસામાન્યરૂપતા તથા અલ્પપર્યાયવ્યાધિત્વ ગુણધર્મની અપેક્ષાએ અપરઊર્ધ્વતાસામાન્યરૂપતા જાણવી.
(સર્વ) શુદ્ધસંગ્રહનય તો સર્વ પદાર્થમાં અભેદનું ભાન કરે છે. તેથી તેના મતે તો સર્વ દ્રવ્ય એક જ છે. તેના મતાનુસાર અનુમાનપ્રયોગ નીચે મુજબ થઈ શકે છે. સર્વ દ્રવ્યમ્ છમ્, દ્રવ્યત્વવિશેષાંત, '.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો. (૯)માં નથી.
જાગતી