Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 400
________________ २१६ ० स्वातन्त्र्येण गुणस्य पर्याय: नास्ति । २/१३ ર દૂષણ ઊપજઇ. તે માટે કેવલ ગુણપર્યાય જે કહિયાં, તે ગુણ પરિણામનો જે પટંતર = ભેદકલ્પનારૂપ, 2 તેહથી જ કેવલ સંભવઈ, પણિ પરમાર્થઇ નહીં. तस्माद् ‘गुणपर्याय' इति यदुच्यते तत्तु गुणनामविशेषाद्धि = क्रमभावित्वस्वरूपगुणपरिणामकल्पनालक्षणाद् विशेषादेव केवलं सम्भवति, न तु परमार्थतः गुणपर्यायसम्भवः। एतेन गुणपर्यायविरहे कथम् ‘इदं रूपं रक्तम्, एतद् रक्ततरम्, तद् रक्ततमम्' इति व्यवहारम सम्भवः ? इति प्रत्युक्तम्, of. रक्तरूपगुणाद् नीलरूपवद् रक्ततर-रक्ततमगुणयोः अतिरिक्तत्वात् । न तु द्रव्ये पर्याय इव गुणे पर्यायः कश्चन अतिरिक्तः ततः सेत्स्यति । क न चैवं 'द्रव्य-गुण-पर्याया' इति नामत्रयकथनाऽसम्भवः स्यादिति शङ्कनीयम् , . (તસ્મા) માટે “ગુણનો પર્યાય - આમ જે કહેવાય છે, તે તો ફક્ત ગુણના ક્રમભાવિત્વસ્વરૂપ પરિણામની વિશેષ કલ્પના દ્વારા જ સંભવે છે. પરંતુ વાસ્તવમાં ગુણના પર્યાયનો સંભવ નથી. પ્રી :- (ર્તન) જો ગુણના પર્યાય ન હોય તો “આ લાલ રૂપ છે, પેલું ઘેરું લાલ રૂપ છે, તે અત્યંત ઘેરું લાલ રૂપ છે' - આ પ્રમાણે વ્યવહાર કઈ રીતે સંભવે ? રૂપમાં આછી લાલાશ, ઘેરી લાલાશ, અત્યંત ઘેરી લાલાશ તો જ સંભવી શકે જો દ્રવ્યની જેમ ગુણના પણ પર્યાય માનવામાં આવે. અન્યથા ઉપરોક્ત ગુણની તરતમતાને દર્શાવનાર વ્યવહાર કઈ રીતે સંગત થઈ શકશે ? $ “આછી લાલાશ - ઘેરી લાલાશ’ વ્યવહારનો વિચાર ૪ ઉત્તર :- (ર.) અમે ઉપર જે વાત જણાવી તેનાથી જ તમારી સમસ્યાનું નિરાકરણ થઈ જાય છે. કારણ કે આછું લાલ, ઘેરું લાલ, અત્યંત ઘેરું લાલ રૂપ - આ પ્રકારે કલ્પના કરવા દ્વારા જ ઉપરોક્ત વ્યવહાર સંગત થઈ શકે છે. પરંતુ પરમાર્થથી લાલ રૂપના કોઈ સ્વતંત્ર પર્યાય નથી. સામાન્ય લાલ વર્ણ કરતાં થોડા તફાવતને ધારણ કરનાર લાલ રૂપ દ્વારા “રક્તતર” અને વધુ તફાવતવાળા - લાલ રૂપ દ્વારા “રક્તતમ' આ પ્રમાણે રૂપને વિશે વ્યવહાર થઈ શકશે. વાસ્તવમાં તો લાલરૂપથી , જેમ નીલરૂપ જુદું છે, સ્વતંત્ર છે. તેમ લાલરૂપથી = રક્તરૂપથી રક્તતરરૂપ અને રક્તતમરૂપ પણ ભિન્ન છે. અર્થાત્ નીલરૂપત્રની જેમ રક્તતરતા અને રક્તતમતા એ રક્તરૂપના પર્યાય નથી. મતલબ કે “આ નીલરૂપ છે, આ રક્તરૂપ છે, આ રક્તતરરૂપ છે, આ રક્તતમરૂપ છે' આ પ્રતીતિના વિષયીભૂત ચાર સ્વતંત્ર ગુણ છે. તેથી દ્રવ્યમાં જેમ અતિરિક્ત પર્યાય હોય છે તેમ ગુણમાં કોઈ અતિરિક્ત પર્યાય સિદ્ધ થશે નહિ. ટૂંકમાં, રક્તરૂપમાં રક્તતરત્વ અને રક્તતમત્વ જો રહે તો ગુણના પર્યાય સિદ્ધ થાય. પરંતુ તેવું નથી. માટીદ્રવ્યની સ્થાસ, કોશ, કુશૂલ વગેરે અવસ્થા છે તેમ રક્તરૂપની રક્તતરત્વ, રક્તતમત્વ એ અવસ્થા નથી. માટે “ગુણમાં કોઈ તાત્ત્વિક પર્યાય હોતા નથી' - તેમ સિદ્ધ થાય છે. શંકા :- (ન હૈ.) જો ગુણ નામનો પદાર્થ વાસ્તવમાં ન હોય તો દ્રવ્ય-ગુણ-પર્યાય આમ ૩ પ્રકારના નામનું કથન કરવું કઈ રીતે સંભવશે ? કેમ કે પદાર્થ તો દ્રવ્ય-પર્યાયરૂપે વિધ જ છે. * પુસ્તકોમાં “કેવલ' પાઠ નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં “કેવલ ગુણપરિણામ જે કહિઈ છે તે ગુણપરિણામપટંતર છે” પાઠ.

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432