Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 399
________________ ૨/૧૩ ० कार्यभेदात्कारणभेदविमर्श: 2 २१५ अन्यथा पर्यायजपर्यायस्वीकर्तुरपि मुखं न वक्रीभवेदिति न किञ्चिदेतत्। કોઈ કહસ્યઈ “દ્રવ્યપર્યાય-ગુણપર્યાય રૂપ કારય ભિન્ન છઈ. તે માટઈં દ્રવ્ય (૧), ગુણ (૨) રૂપ રી બે કારણ ભિન્ન કલ્પિઈ” – તે જૂઠું, જે માટઈ કાર્યમાંહીં કારણ શબ્દનો પ્રવેશ છઈ તેણઈ કારણભેદઈ સ કાર્યભેદ સિદ્ધ થાઈ, અનઈ કાર્યભેદ સિદ્ધ થયો હોઈ તો કારણભેદ સિદ્ધ થાઈ. એહ અજોડન્યાશ્રય નામ છે ऽसिद्धत्वात्, अन्यथा द्रव्यजन्यपर्याय-गुणजन्यपर्यायवत् पर्यायजन्यपर्यायस्वीकर्तुरपि मुखं न वक्री- प भवेदिति न किञ्चिदेतत् । यत्तु 'अयं द्रव्यपर्यायः, स तु गुणपर्याय' इत्याकारेण कार्यभेदाद् द्रव्य-गुणौ कारणतया । भिन्नौ कल्प्येते, कार्यभेदे कारणभेदध्रौव्यादिति, तदसत्, प्रकृते कार्ये कारणवाचकद्रव्य-गुणपदवाच्ययोः प्रवेशेन कारणपदार्थभेदसिद्धौ सत्यांश कार्यभेदसिद्धिः स्यात्, कार्यभेदसिद्धौ तु कारणभेदसिद्धिः स्यादित्यन्योऽन्याश्रयदूषणं प्रसज्येत। क આ બે જુદા ધર્મને કાર્યતાઅવચ્છેદક માનવામાં અન્યોન્યાશ્રય લાગુ પડશે. તે આ રીતે - દ્રવ્ય અને પર્યાય કરતાં ભિન્ન ગુણની સિદ્ધિ થાય તો જ દ્રવ્યવિશિષ્ટપર્યાયત્વ કરતાં અતિરિક્ત ગુણવિશિષ્ટપર્યાયત્વ નામના કાર્યતાઅવચ્છેદક ધર્મની સિદ્ધિ થઈ શકે. તથા દ્રવ્યવિશિષ્ટપર્યાયત્વ કરતાં ભિન્ન રૂપે ગુણવિશિષ્ટપર્યાયત્વ સિદ્ધ થાય તો જ દ્રવ્ય અને પર્યાય કરતાં અતિરિક્ત “ગુણ” પદાર્થની સિદ્ધિ થઈ શકે. આમ કાર્યતાઅવચ્છેદકધર્મભેદની સિદ્ધિ કારણભેદસિદ્ધિ ઉપર અવલંબે છે અને કારણભેદની સિદ્ધિ કાર્યતાઅવચ્છેદકધર્મભેદની સિદ્ધિ ઉપર અવલંબે છે. માટે જ્ઞપ્તિમાં અન્યોન્યાશ્રય સ્પષ્ટ છે. પ્રસ્તુતમાં દ્રવ્ય અને પર્યાય કરતાં અતિરિક્ત “ગુણ” પદાર્થની સિદ્ધિ કરવા જે કાર્યતાઅવચ્છેદકધર્મભેદનું આલંબન લેવાય છે, તે કાર્યતાઅવચ્છેદક ધર્મવિશેષ પણ પોતાની સિદ્ધિ માટે અતિરિક્ત ગુણ પદાર્થની સિદ્ધિનો આધાર રાખે છે. તથા અતિરિક્ત “ગુણ' પદાર્થ તો હજી સુધી પ્રમાણથી સિદ્ધ થયો જ નથી. માટે છે કાર્યતાઅવચ્છેદકધર્મભેદ પણ સિદ્ધ નહિ થાય. તથા જો કાર્યગત જાતિવિશેષનો અનુભવ ન થવા છતાં તેનો સ્વીકાર કરી શકાતો હોય તો દિગંબરો દ્રવ્યજન્ય પર્યાયની જેમ ગુણમાં પર્યાયનો (=ગુણજન્ય થી પર્યાયનો) જે રીતે સ્વીકાર કરે છે તે રીતે બીજા વિદ્વાન “પર્યાયમાં પર્યાય રહેલા છે”, “પર્યાયજન્ય પર્યાય છે” - આવું બોલે તો તેનું મોટું પણ વાકું નહિ થાય. માટે તેવું બોલવું વ્યર્થ છે. # પ્રકારાન્તરથી અન્યોન્યાશ્રય આપાદન છે. (g) જે વિદ્વાન એમ કહે છે કે “પ્રસ્તુતમાં “આ દ્રવ્યનો પર્યાય છે. આ ગુણનો પર્યાય છે? - આ પ્રમાણે કાર્યનો ભેદ અનુભવસિદ્ધ હોવાથી તેના કારણ તરીકે દ્રવ્ય અને ગુણ એમ બે ભિન્ન પદાર્થોનું અનુમાન કરવામાં આવે છે. કેમ કે કાર્ય બદલાય તો અવશ્ય કારણ બદલાઈ જાય છે.” (તસ). તે વિદ્વાનની વાત બરાબર નથી. કારણ કે પ્રસ્તુત કાર્યમાં કારણવાચક એવા દ્રવ્ય પદના અર્થનો અને “ગુણ” પદના અર્થનો પ્રવેશ થવાથી અન્યોન્યાશ્રય દોષ આવશે. કેમ કે કારણભેદ = કારણવિશેષ (= વિલક્ષણ કારણ) સિદ્ધ થાય તો કાર્યમાં ભેદ સિદ્ધ થાય. તથા કાર્યમાં ભેદ સિદ્ધ થાય તો કારણભેદની = કારણવિશેષની (= વિશેષ પ્રકારના કારણની) સિદ્ધિ થાય. 8.8 ચિતૈયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં છે. જે પુસ્તકોમાં “બ” નથી. કો.(૭)માં છે.

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432