Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१४
☼ कार्यतावच्छेदकभेदात् कारणभेदसिद्धिमीमांसा
२ वायिकारणकल्पनया । न च द्रव्य ( पर्यायत्व ) - गुणपर्यायत्वरूपकार्यतावच्छेदकभेदात् तदवच्छिन्नकारणभेदसिद्धिः, स कारणभेदविशेषिततद्भेदाश्रयणे अन्योऽन्याऽऽश्रयात्, कार्यगतजातिभेदस्य चानुभवाऽसिद्धत्वात्, किमुभयस्मिन् पर्यायसमवायिकारणत्वकल्पनया ।
प
न च द्रव्यपर्यायत्व-गुणपर्यायत्वरूपकार्यतावच्छेदकभेदात् तदवच्छिन्नकार्यतानिरूपितकारणताऽऽश्रयभेदसिद्धिः इति वाच्यम्,
२/१३
कारणभेदविशेषितकार्यतावच्छेदकभेदाश्रयणे अन्योऽन्याश्रयात्, कार्यगतजातिभेदस्य चाऽनुभवाશું જરૂર છે ? અર્થાત્ દ્રવ્ય, ગુણ ઉભયમાં પર્યાયની ઉપાદાનકારણતાની કલ્પના કરવાથી સર્યું. * કાર્યતાઅવચ્છેદકભેદથી અતિરિક્ત ગુણસિદ્ધિનો પ્રયાસ
:- (૧ વ.) દાર્શનિક જગતમાં નિયમ એવો છે કે કાર્યતાઅવચ્છેદકધર્મ બદલાય એટલે કારણતાઅવચ્છેદક ધર્મ પણ બદલાય અને વિભિન્ન કારણતાઅવચ્છેદક ધર્મથી વિશિષ્ટ એવા કારણ પણ બદલાય. આ નિયમના આધારે પ્રસ્તુતમાં દ્રવ્ય અને પર્યાય કરતાં અતિરિક્ત એવા ગુણની સિદ્ધિ થઈ શકશે. તે આ રીતે - જગતમાં પર્યાય બે પ્રકારના છે. દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય. તેથી આ બન્ને પર્યાય કાર્યસ્વરૂપ છે. તથા કાર્યમાં રહેલો અને કાર્યતાથી અન્યૂન, અનતિરિક્ત એવો ગુણધર્મ કાર્યતાઅવચ્છેદકધર્મ કહેવાય. તેથી દ્રવ્યપર્યાયત્વ અને ગુણપર્યાયત્વ આ બન્ને કાર્યતાઅવચ્છેદક ધર્મ બનશે. દ્રવ્યપર્યાયત્વ અને ગુણપર્યાયત્વ આ બન્ને ગુણધર્મો દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય રૂપ જુદા જુદા કાર્યમાં રહેલા છે તથા સ્વયં પણ જુદા જુદા છે. તેથી કાર્યતાઅવચ્છેદકઅવચ્છિન્ન એવી કાર્યતા બદલાય તથા કાર્યતાનિરૂપિત એવી કારણતા પણ બદલાશે. તથા તેવી વિભિન્નકારણતાના અવચ્છેદક ગુણધર્મો પણ બદલાશે. તેમજ વિભિન્ન કારણતાઅવચ્છેદક ધર્મના આશ્રય બનનાર કારણોમાં પણ ભેદ સિદ્ધ થશે. પ્રસ્તુતમાં દ્રવ્યપર્યાયત્વઅવચ્છિન્ન એવી કાર્યતાથી નિરૂપિત વિલક્ષણ કારણતાનો અવચ્છેદક ધર્મ દ્રવ્યત્વ છે તથા ગુણપર્યાયત્વથી અવચ્છિન્ન એવી કાર્યતાથી નિરૂપિત વિલક્ષણ કારણતાનો અવચ્છેદક ધર્મ તો દ્રવ્યત્વ કરતાં અતિરિક્ત ગુણત્વ બનશે. કેમ કે પ્રસ્તુતમાં કાર્યતાઅવચ્છેદક, કાર્યતા અને કારણતા ભિન્ન હોવાથી કા૨ણતાઅવચ્છેદક ધર્મને પણ ભિન્ન માનવો જરૂરી છે. તેમજ ગુણત્વના આશ્રયને દ્રવ્યત્વના આશ્રય એવા દ્રવ્યથી અતિરિક્ત માનવો જરૂરી છે. આમ ગુણ નામનો પદાર્થ અતિરિક્ત સિદ્ધ થશે. * અતિરિક્ત ગુણસિદ્ધિમાં અન્યોન્યાશ્રય દોષ
CII
સમાધાન :- (ર.) તમારી દલીલ વ્યાજબી નથી. કેમ કે કાર્યગત દ્રવ્યપર્યાયત્વ અને ગુણપર્યાયત્વ નામના બે વિલક્ષણ ધર્મો હજુ સુધી સિદ્ધ થયા નથી. તેથી ઉપરોક્ત દલીલમાં અન્યોન્યાશ્રય લાગુ પડે છે. પર્યાયસ્વરૂપ કાર્યમાં રહેલ દ્રવ્યપર્યાયત્વ અને ગુણપર્યાયત્વ - બે જુદી જાતિ અનુભવ દ્વારા સિદ્ધ થયેલ ન હોવાથી બે જુદા કાર્યતાઅવચ્છેદક ધર્મની પર્યાયમાં સિદ્ધિ થઈ શકતી નથી. આથી તે માટે વિભિન્ન કારણનિરૂપિત સાધારણ કાર્યતાના અવચ્છેદક ધર્મને વિભિન્ન કારણથી વિશેષિત (= વિશિષ્ટ) કરવો જરૂરી બનશે. આ પ્રકારે કાર્યતાઅવચ્છેદક ધર્મભેદની (આ રીતે ‘તૃણારણિમણિ’ ન્યાયથી જુદા જુદા કાર્યતાઅવચ્છેદક ધર્મની) સિદ્ધિ કરવાની પ્રણાલિકા ન્યાયદર્શનમાં પ્રસિદ્ધ છે. તેથી પ્રસ્તુતમાં દ્રવ્ય અને પર્યાય કરતાં અતિરિક્ત ‘ગુણ’ પદાર્થની સિદ્ધિ કરવા માટે દ્રવ્યવિશિષ્ટપર્યાયત્વ અને ગુણવિશિષ્ટપર્યાયત્વ