Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१२
० पर्याय: गुणानुपादेया “પર્યાયદલ માટઈ ગુણનઈ શક્તિરૂપ” કહઈ છઈ તેહનઈં દૂષણ દિયઈ છઈ -
જો ગુણ, દલ પર્યવનું હોવ, તો દ્રવ્યઈ ચૂં કીજઈ? રે; ગુણ-પરિણામપટંતર કેવલ, ગુણપર્યાય કહી જઈ રે ૨/૧૩ (૨૨) જિન.
જો ગુણ, પર્યાયનું દલ કહિતાં ઉપાદાનકારણ હોય, તો તદ્ગત પર્યાય તે ગુણપર્યાય કહીયે તો દ્રવ્યઈ ચૂં કીજઈ? "દ્રવ્યનો ચો અર્થ ?" દ્રવ્યનું કામ ગુણઈ જ કીધઉં. તિ વારઈ ગુણ (૧), પર્યાય
(૨) જ પદાર્થ કહો. “બિઉં જ હોઈ પણિ ત્રીજો ન હોઈ. प ननु ‘पर्यायोपादानकारणत्वाद् गुणस्य द्रव्यवत् शक्तिरूपतोच्यते' इत्याशङ्कायामाह - 'द्रव्येणेति ।
द्रव्येणाऽलं गुणस्यैव पर्यायदलताऽस्ति चेत् ?।
गुणनामविशेषाद्धि गुणपर्यायसम्भवः ।।२/१३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – गुणस्यैव पर्यायदलताऽस्ति चेत् ? द्रव्येणाऽलम् । गुणनामविशेषाद्धि र्श गुणपर्यायसम्भवः ।।२/१३।। क गुणस्यैव पर्यायदलता = पर्यायोपादानकारणता तद्गतपर्यायाणाञ्च गुणपर्यायता अस्ति चेत्? " तर्हि द्रव्येण = द्रव्यपदवाच्येन अलं = सृतम्, द्रव्यकार्यस्य गुणेनैव कृतत्वाद् द्रव्याभ्युपगमस्य Jण निष्प्रयोजनतैव । एवं सति ‘गुणः पर्याय' इति द्वौ एव पदार्थों स्याताम्, न तु द्रव्यम् । का इदञ्चाऽभ्युपगमवादेन द्रष्टव्यम्, यतः न खलु गुणस्य पर्यायोत्पत्तावुपादानत्वं क्वचिद् दृष्टम्,
અવતરલિકા :- “પર્યાયનું ઉપાદાનકારણ ગુણ છે. માટે ગુણને દ્રવ્યની જેમ અમે શક્તિસ્વરૂપ માનીએ છીએ' - આ પ્રમાણે દેવસેનજીની શંકાનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :
પચચકારણ ગુણ નથી : શ્વેતાંબર જ ( શ્લોકાર્થ :- જો ગુણ જ પર્યાયનું ઉપાદાનકારણ હોય તો દ્રવ્યથી સર્યું. ગુણના પરિણામની વિશેષ હું કલ્પનાથી જ ગુણના પર્યાય સંભવે. (અર્થાત્ પર્યાયનું ઉપાદાનકારણ દ્રવ્ય જ છે.) (૨/૧૩)
વ્યાખ્યાથ :- જો ગુણ જ પર્યાયનું ઉપાદાનકારણ હોય તથા ગુણમાં રહેલા પર્યાયને ગુણપર્યાય પ' કહેવામાં આવે તો જેને દ્રવ્ય’ શબ્દથી કહેવામાં આવે છે તે દ્રવ્ય પદાર્થથી સર્યું. કારણ કે દ્રવ્યનું કાર્ય 1 ગુણ દ્વારા જ નિષ્પન્ન કરવામાં આવેલ છે. તેથી દ્રવ્યનો સ્વીકાર નિષ્ઠયોજન બની જશે. તથા આવું જો માન્ય હોય તો ગુણ અને પર્યાય બે જ પદાર્થ બનશે, દ્રવ્ય નામનો ત્રીજો પદાર્થ ઉચ્છેદ પામશે.
જ પ્રાચીન-અર્વાચીન સંવાદનો સમન્વય જ (ડ્યા.) અહીં જે વાત કરવામાં આવી છે તે અભ્યપગમવાદથી સમજવી. સામેની વ્યક્તિની વાત આપણને માન્ય ન હોવા છતાં પણ તેની માન્યતામાં રહેલા દોષને જણાવવા માટે તેની વાતનો એક • આ.(૧)માં “પરાજયનું પાઠ. ૪ પટંતર = ભેદ. જુઓ - મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ (પૃ.૨૯૫) + નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ + વિક્રમચરિત્ર રાસ + સિંહાસન બત્રીસી (શામળભટકૃત). "...ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)સિ.+કો.(૯)માં છે. ...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(ર)માં છે.