Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 406
________________ २२२ ० द्रव्यस्य द्वीन्द्रियग्राह्यताविमर्श:० २/१५ છઈ. જિમ રૂપ ચક્ષુરિંદ્રિયઈ જ જણાઇ, રસ તે રસનેન્દ્રિયે જ ઈત્યાદિક. અનઈ તદાધાર ઘટાદિક દ્રવ્ય એ છઈ, તે દોહિં = ચક્ષુરિન્દ્રિય અનઈ સ્પર્શનેન્દ્રિય એ ર ઇંદ્રિય ઈ કરીનઈ (ઓક) જાણો છો. દ્રવ્યગ્રાહક સ બે અને પર્યાયગ્રાહક એક ઈન્દ્રિય – એમ ભેદ જાણવો. ચક્ષુ-ત્વગિન્દ્રિય બે જ દ્રવ્યગ્રાહક. બીજી બાધેન્દ્રિય દ્રવ્યાડગ્રાહક એ નઈયાયિકમત અનુસરીનઇ કહિયઉં. प = एकैकेन्द्रियतो ज्ञेयम्, यथा रूपं चक्षुरिन्द्रियेणैव गृह्यते, रसो रसनेन्द्रियेणैव, गन्धस्तु घ्राणेन्द्रियेणैव - स्पर्शश्च स्पर्शनेन्द्रियेणैव, घटादिकं तु तदाधारभूतं द्रव्यं द्वाभ्याम् इन्द्रियाभ्यां चक्षुः-स्पर्शनलक्षणाभ्यां - વેદ્ય = પ્રાહ્યમ્ न च मृद्रव्यस्य स्थास-कोश-कुशूलादयः पर्याया अपि द्वाभ्याम् इन्द्रियाभ्यां गृह्यन्ते इति बाध इति वाच्यम्, घटवत् स्थास-कोश-कुशूलादीनामप्यत्र द्रव्यत्वेन निर्देशान्न पर्यायाणां द्वीन्द्रियग्राह्यता। इत्थम् १ एकानेकेन्द्रियग्राह्यस्वभावेनाऽपि द्रव्याद् गुण-पर्याययोः भेदो ज्ञेयः । द्रव्यग्राहके द्वे इन्द्रिये पर्यायग्राहकञ्च णि एकम् एव इन्द्रियमिति तद्भेदः स्पष्ट एव । चक्षुः-स्पर्शनेतरबहिरिन्द्रियैः द्रव्यं नैव गृह्यते । इदञ्च द्वीन्द्रियग्राह्यत्वं नैयायिकमतमनुसृत्योक्तम् । રક્ત આદિ ખરેખર એક એક ઈન્દ્રિયથી જણાય છે. જેમ કે રૂપ ચક્ષુ ઈન્દ્રિયથી જ જણાય છે. રસ રસનેન્દ્રિયથી જ જણાય છે. ગંધ કેવલ ઘ્રાણેન્દ્રિયથી જ જણાય છે અને સ્પર્શ સ્પર્શેન્દ્રિયથી જણાય છે. જ્યારે રૂપાદિનો આશ્રય બનનાર ઘટાદિ દ્રવ્ય તો ચક્ષુ અને સ્પર્શન એમ બે ઈન્દ્રિયો દ્વારા જાણી શકાય છે. શંકા :- (ર ) માટીદ્રવ્યની જેમ માટીના સ્થાસ, કોશ, કુશૂલ વગેરે પર્યાયોનું પણ આંખ અને સ્પર્શન ઈન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે. તેથી “પર્યાય માત્ર એક જ ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે' - આ બાબત બાધિત થશે. - સમાધાન :- (ર.) તમારી વાત સાચી છે. પરંતુ પ્રસ્તુતમાં ઘટાદિનો જેમ દ્રવ્ય તરીકે ઉલ્લેખ I થયો છે તેમ સ્થાસ, કોશ, કુશૂલ વગેરે પણ પ્રસ્તુતમાં પર્યાય તરીકે નહિ પણ દ્રવ્યરૂપે જ વિવક્ષિત LAS છે. તેથી પર્યાય બે ઈન્દ્રિયથી નહિ, પણ એક ઈન્દ્રિયથી જ ગ્રાહ્ય બનશે. તેથી અમારા નિરૂપણમાં કોઈ દોષ નથી. આમ ગુણ-પર્યાયમાં એક ઈન્દ્રિયગ્રાહ્યતા છે. જ્યારે દ્રવ્યમાં અનેક ઈન્દ્રિયથી ગ્રાહ્યતા રહેલી છે. તેથી “એક ઈન્દ્રિય-અનેક ઈન્દ્રિયથી ગ્રાહ્યતા નામના સ્વભાવથી પણ દ્રવ્ય કરતાં ગુણ-પર્યાય ભિન્ન છે' - એવું જાણી શકાય છે. (જો દ્રવ્ય અને ગુણ-પર્યાય એક જ હોય તો દ્રવ્યની જેમ ગુણ -પર્યાય પણ બે ઈન્દ્રિય દ્વારા જણાવા જોઈએ અથવા ગુણ-પર્યાયની જેમ દ્રવ્ય પણ ફક્ત એક ઈન્દ્રિય દ્વારા જ જણાવું જોઈએ. પરંતુ આવું નથી. કારણ કે) દ્રવ્યગ્રાહક બે ઈન્દ્રિયો છે અને ગુણ-પર્યાયગ્રાહક એક જ ઈન્દ્રિય છે. માટે દ્રવ્ય અને ગુણ-પર્યાયનો ભેદ સ્પષ્ટ જ છે. ચક્ષુ અને સ્પર્શન ઈન્દ્રિય સિવાયની ત્રણ બહિરિન્દ્રિય દ્વારા દ્રવ્યનું જ્ઞાન નથી જ થતું. બે ઇન્દ્રિયથી જ ઘટાદિ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે. જો કે આ વાત અહીં નૈયાયિકમતને અનુસરીને કહેલી છે. ૪ પુસ્તકોમાં “રસનેન્દ્રિયના જ પાઠ. કો.(૧૦+૧૧)નો પાઠ લીધો છે. ...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે.

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432