Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४०
० द्रव्यादिभेदसमर्थनोपसंहारः । प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - 'द्रव्य-गुणादयो मिथो भिन्नाः' इति सिद्धान्तं मनसिकृत्य
ध्रुवात्मद्रव्यभिन्नपूर्णगुण-शुद्धपर्यायाविर्भावाय प्रबलाऽन्तरङ्गोद्यमः कर्तव्यः। ततः सुशोभनादिना गृहमिव, । भूषणादिना शरीरमिव, पुण्योदयेन संसार इव, पूर्णगुण-शुद्धपर्यायैः आत्मा राजते। ततश्च નું શાન્તિસુધારવૃત્ત વતિ “સપનઝર વિ મોસં” (શા../ધ ) કુતિં તમાર/ઉદ્દા । इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न
पद्ममणितीर्थोद्धारक-पार्थप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्यक मुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाणि ऽभिधानायां स्वरचितवृत्तौ द्वितीयशाखायां द्रव्य-गुण-पर्यायभेदसिद्धिनामको द्वितीयः अधिकारः ।।२ ।। છે. આ રીતે બીજી શાખામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે પરસ્પર ભેદનું સમર્થન કરવામાં આવેલ છે.
| સ્પષ્ટતા :- (I) દ્રવ્ય, ગુણ અને પર્યાય જો પરસ્પર સર્વથા અભિન્ન હોય તો તેઓમાં સંજ્ઞાભેદ વગેરે સ્વરૂપે વિરુદ્ધધર્માધ્યાસ સંભવે નહિ. પરંતુ વિરુદ્ધધર્માધ્યાસ તો જોવા મળે છે. માટે દ્રવ્યાદિમાં ભેદ માનવો જરૂરી છે. (I) બ્રહ્માદ્વૈતવાદી વેદાન્તી, શબ્દાદ્વૈતવાદી વૈયાકરણ, જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધ આ ત્રણેય એકાન્તવાદી છે. વેદાન્તીના મતે આત્મા એક જ હોવાથી એક આત્માની મુક્તિ થતાં સંસારનો ઉચ્છેદ થવાની અનિષ્ટ આપત્તિ આવશે. શબ્દાદ્વૈતવાદીના મતમાં શબ્દશૂન્ય નિર્વિકલ્પક
પારમાર્થિક સમાધિયોગ સંભવતો ન હોવાથી મોક્ષપુરુષાર્થનો ઉચ્છેદ થશે. તથા જ્ઞાનાદ્વૈતવાદીના મતમાં 2] જ્ઞાનભિન્ન સર્વ વસ્તુ મિથ્યા હોવાથી જગતના વ્યવહારોનો ઉચ્છેદ થશે. તેથી આ ત્રણેય વાદ મતિને છે અંધ કરનાર છે. આધ્યાત્મિક મૃત્યુનું કારણ હોવાથી વિષવેલી સમાન છે. માટે જ તેનું ઉમૂલન કરવા I દ્રવ્ય દ્રવ્યમાં પરસ્પર ભેદ, દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ અને ત્રણેયમાં પરસ્પર ભેદ માનવો જરૂરી છે. (I) “સુયશઃારિજી” શબ્દ દ્વારા ગ્રંથકારશ્રીએ પોતાનું નામ યશોવિજય છે એવું સૂચિત કર્યુ છે.
આધ્યાત્મિક ઉપનય :- “દ્રવ્યાદિ ત્રણમાં ભેદ છે” - આ બાબત અધ્યાત્મ જગતમાં એ રીતે - ઉપયોગી છે કે આત્મદ્રવ્ય ધ્રુવ હોવાથી સદા સંનિહિત જ છે. પરંતુ શુદ્ધ ગુણ અને પર્યાયો તેનાથી ભિન્ન હોવાથી તેને પ્રગટ કરવા માટે અંતરંગ પ્રબળ પુરુષાર્થની આવશ્યકતા રહે છે. જેમ મકાન ટકાઉ સામગ્રી અને સુંદર સજાવટથી શોભે છે, શરીર દાગીનાથી શોભે છે, સંસાર પુણ્યથી શોભે છે, તેમ આત્મદ્રવ્ય પૂર્ણ ગુણો અને શુદ્ધ પર્યાયથી શોભે છે. તેના લીધે શાંતસુધારસવૃત્તિમાં વર્ણવેલા, રાગાદિ દોષના સમૂહથી શૂન્ય એવા મોક્ષને સાધક ઝડપથી મેળવે છે. (૨/૧૬) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજયગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકર્ણિકા’ નામની સ્વરચિત વૃત્તિની દ્વિતીય શાખાના કર્ણિકાસુવાસ” નામના ગુજરાતી
વિવરણમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદસિદ્ધિ' નામનો
દ્વિતીય અધિકાર પૂર્ણ થયો. દ્વિતીય શાખા સમાપ્ત .