Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३६
० पर्यायव्युत्पत्तिः । पर्यायलक्षणञ्च पर्येति = सर्वतो व्याप्नोति यद्वा परियन्ति = समन्तादायन्ति ते पर्यायाः इति व्युत्पत्त्या परिगमनं सर्वतो व्याप्तिरूपमिति लक्षणभेदेनैषां भेदः । ____ अनुयोगद्वारसूत्रमलधारवृत्तौ “(१) परि = समन्ताद् अवन्ति = अपगच्छन्ति, न तु द्रव्यवत् सर्वदैव अवतिष्ठन्त इति पर्यवाः (२) अथवा परि = समन्ताद् अवनानि = गमनानि द्रव्यस्याऽवस्थान्तरप्राप्तिरूपाणि पर्यवा एकगुणकालत्वादयः। (३) यत्र तु पर्याय इति पाठः तत्र परि = समन्ताद् आयन्ते = अपगच्छन्ति, रान पुनर्द्रव्यवत् सर्वदैव तिष्ठन्तीति पर्यायाः। (४) अथवा परि = सामस्त्येन एति = अभिगच्छति = व्याप्नोति वस्तु तान् इति पर्यायाः” (अनु.द्वा.सू.२२५ वृ.) इति यदुक्तं तदिहाऽनुसन्धेयम् ।
(४) एवं 'द्रव्यम्' इत्युक्ते द्रव्यत्वप्रकारिका बुद्धिरुपजायते, गुणशब्दाद् गुणत्वप्रकारिका पर्यायपदाच्च पर्यायत्वप्रकारिकेति बुद्धिभेदेनैषां भेदः, तत्र स्वतो भेदविरहे प्रतिभासभेदो न स्यात् । का तदिदमभिप्रेत्य भगवतीसूत्रवृत्ती भेदनयार्पणया “द्रव्य-पर्यायोश्चान्यत्वं तथाविधप्रतिभासभेदनिबन्धनत्वात्,
પચંચલક્ષણ પરામર્શ ૪ - (પ.) (૩-ગ) ચારે બાજુ ફેલાય તે પર્યાય અથવા “ચારે બાજુથી આવે તે પર્યાય' - આ વ્યુત્પત્તિથી ચોતરફ વ્યાપ્ત થવા સ્વરૂપ પરિગમન પર્યાયલક્ષણ છે. આમ લક્ષણ જુદા હોવાથી તે ત્રણેય જુદા છે.
પર્યાયના વિભિન્ન લક્ષણોનો વિચાર જ (અનુ.) અનુયોગદ્વારસૂત્રમલધારવૃત્તિમાં પર્યવ કે પર્યાય શબ્દને લક્ષમાં લઈને પ્રત્યેક શબ્દની બે -બે વ્યાખ્યા કરી છે. તેનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “(૧) પરિ+અવ = પર્યવ. પરિ = ચારે બાજુથી અવ = રવાના થાય તે પર્યવ. મતલબ કે જે દ્રવ્યની જેમ સર્વદા
રહે નહિ પણ પૂર્ણતયા રવાના થાય તેને પર્યવ કહેવાય. અથવા (૨) પરિ = ચારે બાજુથી આવન 2 = ગમન = અવસ્થાન્તરની પ્રાપ્તિ. મતલબ કે દ્રવ્યની જુદી-જુદી અવસ્થાની પ્રાપ્તિ એટલે પર્યવ.
એકગુણશ્યામવર્ણ, દ્વિગુણ શ્યામવર્ણ વગેરે જુદી-જુદી દ્રવ્યદશા એ જ પર્યવ કહેવાય. પર્યવના બદલે “પર્યાય' આવો જ્યાં પાઠ હોય ત્યાં આ રીતે વ્યાખ્યા સમજવી કે (૩) ચારે બાજુથી રવાના થાય પણ દ્રવ્યની જેમ સર્વદા રહે નહિ તે પર્યાય. પ્રથમ વ્યાખ્યામાં ‘વિત્તિ' ક્રિયાપદ આવે. આ વ્યાખ્યામાં “સાયન્ત' ક્રિયાપદ આવે. પરંતુ બન્નેનો અર્થ તો એક જ થાય છે. અથવા (૪) પરિ + ત = પર્યાય | અર્થાત્ વસ્તુ સંપૂર્ણતયા જે પરિણામોને મેળવે તે પરિણામો એટલે પર્યાય.” આ પ્રમાણે શ્રીમલધારી હેમચન્દ્રસૂરિજી મહારાજે “પર્યવ’ અને ‘પર્યાય' – આમ બન્ને શબ્દની વ્યુત્પત્તિ જણાવવા દ્વારા પર્યાયના જે વિવિધ લક્ષણો દર્શાવેલ છે, તેનું વાચકવર્ગે અહીં અનુસંધાન કરવું.
શ્રી દ્રવ્યાદિમાં પ્રતીતિભેદ છે (૪) આ જ રીતે બુદ્ધિભેદથી પણ દ્રવ્યાદિ ત્રણનો ભેદ છે. તે આ રીતે (૪-ક) “દ્રવ્ય આ પ્રમાણે બોલવામાં આવે તો દ્રવ્ય_પ્રકારક બુદ્ધિ ઉત્પન્ન થાય છે. (૪-ખ) “ગુણ” આ પ્રમાણે બોલવામાં આવે તો ગુણત્વપ્રકારક બુદ્ધિ થાય છે. (૪-ગ) તથા પર્યાય' એ પ્રમાણે બોલવામાં આવે તો પર્યાયત્વપ્રકારક બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આમ તે તે દ્રવ્ય આદિ પદના શ્રવણ પછી ઉત્પન્ન થતી બુદ્ધિ વિભિન્ન પ્રકારની હોવાથી દ્રવ્ય આદિ પદાર્થ પરસ્પર વિભિન્ન છે – તેવું સ્પષ્ટપણે જણાય છે. જો દ્રવ્ય અને ગુણ-પર્યાય