Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 415
________________ २/१५ * द्रव्यग्रहे सङ्ख्याग्रहाऽनियमः २३१ *દ્રવ્યગ્રહે સંખ્યાદિ ગ્રહ થાઈં- એ પણિ નિયમ નથી. તિહાં બહુ-બહુવિધાદિ ક્ષયોપશમ નિયામક રી છિં તે પ્રીછવું.* आश्रयाऽनवच्छिन्नगुणप्रत्यक्षभानाऽभ्युपगमे 'नीलं घटं पश्यति' इत्यत्राऽपि शाब्दबोधे घटविनिर्मोकेण प नीलरूपसाक्षात्कारभानाऽङ्गीकाराऽऽपत्तेः इति दिक् । रा यत्तु गन्धाद्याधारद्रव्यग्रहे सङ्ख्याग्रहोऽपि प्रसज्येत, येनेन्द्रियेण यद् द्रव्यं गृह्यते तद्गता सङ्ख्याऽपि तेनैवेन्द्रियेण गृह्यते इति नियमात्, चक्षुषा रूपाद्याधारघटादिग्रहे तद्गतसङ्ख्याग्रहवदिति मृ तत्तु जैनेन्द्रराद्धान्तानभिज्ञानद्योतकम्, स्वसमये सङ्ख्याख्यातौ अन्वयव्यतिरेकाभ्यां बहु-बहुविधादिक्षयोपशमस्यैव नियामकत्वात् । घ्राणेन्द्रियतः यस्य पुष्पप्रत्यक्षेऽपि पुष्पसङ्ख्या न ज्ञायते तस्य घ्राणेन्द्रियजन्यमतिज्ञानावरणीयबहु પુષ્પદ્રવ્યને પણ સાક્ષાત્ ઘ્રાણજ પ્રત્યક્ષનો વિષય માનવો જરૂરી છે. આમ ઘ્રાણેન્દ્રિય દ્રવ્યગ્રાહક પણ સિદ્ધ થશે. અહીં જે કહેવાયેલ છે તે એક દિગ્દર્શનમાત્ર છે. તે મુજબ ઘણું વિચારી શકાય તેમ છે. નૈયાયિક :- :- (ચત્તુ.) જો ઘ્રાણેંદ્રિય દ્વારા ગંધની જેમ ગંધના આધારભૂત પુષ્પાદિ દ્રવ્યનું પણ પ્રત્યક્ષ થતું હોય તો પુષ્પાદિ દ્રવ્યગત સંખ્યાનું પણ પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે. કારણ કે એક નિયમ એવો છે કે જે ઈન્દ્રિય દ્રવ્યગ્રાહક હોય તે ઈન્દ્રિય દ્રવ્યગત સંખ્યાની પણ ગ્રાહક હોય જેમ કે રૂપનું અને રૂપના આધારભૂત ઘટાદિ દ્રવ્યનું પ્રત્યક્ષ કરાવનાર ચક્ષુ ઈન્દ્રિય દ્વારા ઘટાદિગત એકત્વ, દ્વિત્વ આદિ સંખ્યાનું પણ પ્રત્યક્ષ થતું હોય છે. તેથી ‘પુષં નિમિ’ - આવા અનુવ્યવસાયના બળથી ઘ્રાણેંદ્રિયને પુષ્પગ્રાહક માનવામાં આવે તો પુષ્પાદિગત સંખ્યાનું પણ ભાન થવાની આપત્તિ આવશે. * સંખ્યાગ્રાહક ક્ષયોપશમવિશેષ : જૈન : (ત્તુ.) નૈયાયિકે આપેલી ઉપરોક્ત આપત્તિ જણાવે છે કે નૈયાયિકને જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતોનું જ્ઞાન નથી. જૈન સિદ્ધાંત મુજબ તો સંખ્યાનું જ્ઞાન ઉત્પન્ન થવામાં તો અન્વય-વ્યતિરેકથી બહુબહુવિધ વગેરે ક્ષયોપશમ જ નિયામક છે. કહેવાનો આશય એ છે કે માણસોના ટોળાને જોઈને કોઈ વ્યક્તિને ‘સામે અનેક માણસો છે' – તેવું ઓઘથી જ્ઞાન થઈ જાય અને કોઈને ‘સામે ૨૫ માણસો છે’ - એવું ચોક્કસરૂપે જ્ઞાન થાય છે. તથા કોઈક વિચક્ષણ વ્યક્તિને ‘સામે ૫ ગુજરાતી, ૭ કચ્છી, ૯ મહારાષ્ટ્રીયન અને ૪ મદ્રાસી માણસો છે’ - આ પ્રકારે વધારે સ્પષ્ટપણે બોધ થાય છે. ઉપરોક્ત ત્રણેય વ્યક્તિની આંખમાં કોઈ તફાવત નથી, તેમ છતાં જનસંખ્યાનો નિર્ણય જુદી જુદી રીતે થાય છે. માટે સંખ્યાગ્રાહક ઈન્દ્રિય નથી, પણ વિશેષ પ્રકારનો ક્ષયોપશમ છે. જે વ્યક્તિને અનેકત્વનું ભાન થયું એનો ક્ષયોપશમ સામાન્ય છે. જેને ૨૫ સંખ્યાનું જ્ઞાન થયું તેનો બહુ-ક્ષયોપશમ છે. તથા જેને ‘૫ ગુજરાતી’ વગેરે રૂપે જનસંખ્યાનો નિર્ણય થાય છે તેનો બહુવિધ-ક્ષયોપશમ છે. આંખ તીક્ષ્ણ હોવા છતાં જેને બહુ-બહુવિધ ક્ષયોપશમ નથી હોતો તેને ઉપરોક્ત સ્થળે ચોક્કસ પ્રકારે જનસંખ્યાનો બોધ થતો નથી. આમ સ્પષ્ટપણે સંખ્યાના જ્ઞાન માટે બહુ -બહુવિધ આદિ (મતિજ્ઞાનાવરણનો) ક્ષયોપશમ નિયામક છે. આવું જૈનદર્શન માને છે. (થ્રાને.) તેથી નાક દ્વારા પુષ્પનું પ્રત્યક્ષ થવા છતાં પણ પુષ્પગત સંખ્યાનો નિર્ણય જેને થતો નથી, ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે.

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432