Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 397
________________ २/१३ ☼ स्याद्वादकल्पलता- रत्नाकरसंवादः २१३ एकस्मादेवोभयपर्यायनिष्पत्तिसम्भवात् पर्यायदलत्वेन गुणो वाऽऽद्रियतां द्रव्यं वा, किमुभयसम - रा “द्रव्यस्यैवान्तर्बहिर्वोपादानत्वोपपत्तेः” (शा.वा.स.५ / १२ / बृहद्वृत्तिः पृ. ५६ ) इति व्यक्तमुक्तं यशोविजयवाचकोत्तमैः प स्याद्वादकल्पलतायां स्याद्वादरत्नाकरानुवादरूपेण (स्या. रत्ना. १/१६/पृ.१७९) । रा प्रकृते स्याद्वादरत्नाकरे स्याद्वादकल्पलतायां च संवादरूपेण समुद्धृता “त्यक्ताऽत्यक्तात्मरूपं यत् પૌર્વાપર્યેન વર્તતે। જાનત્રયેઽપિ તન્ દ્રવ્યમુવાવામિતિ સ્મૃતમ્।।” (સ્વા.ર.૧/૧/પૃ.૧૭૬, સ્થા.. ./૧૨/પૃ.૯૬) इत्यप्युक्तिः स्मर्तव्या । किञ्च, एकस्मादेवोभयविधपर्यायनिष्पत्तिसम्भवात् पर्यायदलत्वेन गुणो वा आद्रियतां द्रव्यं वा, क ઉપરછલ્લો સ્વીકાર કરવો તેને અભ્યુપગમવાદ કહેવામાં આવે છે. “જો ગુણને પર્યાયનું ઉપાદાનકારણ માનવામાં આવે.....” આ કથનને હકીકતરૂપે સમજવાના બદલે અભ્યપગમવાદરૂપે સમજવાનું કારણ એ છે કે ગુણ પર્યાયની ઉત્પત્તિમાં ઉપાદાનકારણ બને તેવું ખરેખર ક્યાંય પણ જોવા મળતું નથી. દ્રવ્યને જ અંદરમાં કે બહારમાં ઉપાદાનકારણ માનવાથી પ્રસિદ્ધ તમામ ઘટનાઓ સંગત થઈ શકે છે. તેથી ગુણને કોઈનું પણ ઉપાદાનકારણ માનવાની જરૂરત જ નથી રહેતી. આ પ્રમાણે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા નામની વ્યાખ્યામાં સ્પષ્ટપણે જણાવેલ છે. તથા આ કથન પણ તેમની બુદ્ધિની નીપજ નથી પરંતુ વાદિદેવસૂરિ મહારાજે રચેલ સ્યાદ્વાદરત્નાકર નામના દાર્શનિક આકર ગ્રંથની એક પંક્તિને તેઓશ્રીએ ત્યાં અનુવાદરૂપે જણાવેલ છે. * દ્રવ્યનું બીજું લક્ષણ al (ò.) પ્રસ્તુતમાં સ્યાદ્વાદરત્નાકર તથા સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં ઉદ્ધૃત કરેલ એક પ્રાચીન કારિકા પણ અનાયાસે સ્મૃતિપટ ઉપર છવાઈ જાય છે. તે કારિકાનો અર્થ આ મુજબ છે કે ‘જેણે પોતાનું સ્વરૂપ પૂર્વરૂપે છોડેલું છે અને પશ્ચાત્કાળમાં થના૨ ઉત્તરરૂપે નૂતનરૂપે પોતાનું સ્વરૂપ જેણે છોડેલ નથી અને ત્રણે ય કાળમાં જે વિદ્યમાન હોય છે તે દ્રવ્ય જ કહેવાય અને તે જ ઉપાદાનકારણ બને છે - આવું શાસ્ત્રકારોને સંમત છે.' = ષ્ટતા :- દ્રવ્ય પૂર્વસ્વરૂપે નિવૃત્ત થાય છે અને ઉત્તરસ્વરૂપે વ્યક્ત થાય છે તથા મૂળભૂત સ્વરૂપે સર્વ કાળમાં સ્થિર રહે છે. આવું દ્રવ્ય જ ઉપાદાનકારણ બને છે. કાર્યનું પરિણામીકારણ ઉપાદાનકારણ કહેવાય છે. શ્વેતાંબર જૈન દર્શન મુજબ કહો કે નૈયાયિક - વૈશેષિક દર્શનના સિદ્ધાંત મુજબ કહો કે મીમાંસકની માન્યતા મુજબ કહો કે સાંખ્યદર્શન-પાતંજલયોગદર્શનના અભિપ્રાય મુજબ કહો કે વેદાંતદર્શનના તાત્પર્ય મુજબ કહો જવાબ એક જ છે ‘દ્રવ્ય જ ઉપાદાનકારણ બને, ગુણ નહિ.' ગુણ જો પર્યાયનું ઉપાદાનકારણ બને તો દ્રવ્યને માનવાનું પ્રયોજન શું હોઈ શકે ? કોઈ જ નહિ. દ્રવ્ય અનાવશ્યક થવાની આપત્તિ જી (વિઝ્ય.) વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે એક જ પદાર્થમાંથી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય બન્ને પ્રકારના પર્યાયની નિષ્પત્તિ સંભવી શકે છે. તેથી પર્યાયના ઉપાદાનકારણરૂપે કં તો ગુણને સ્વીકારો, કં તો દ્રવ્યને સ્વીકારો. પરંતુ દ્રવ્ય અને ગુણ બન્નેને પર્યાયનું ઉપાદાનકારણ (= સમવાયિકારણ) માનવાની . ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં છે.

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432