Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 395
________________ ___२११ २/१२ 0 सर्वनयाभ्यासप्रयोजनप्रदर्शनम् । अध्रुवांशश्च पर्यायः। अतो ध्रुवांशग्राही अभिप्रायो द्रव्यार्थिकनय उच्यते पर्यायांशग्राही चाभिप्रायः प पर्यायार्थिकनय इति । यथावदुभयांशग्रहणे एव परिपूर्णपदार्थपरिज्ञानं सम्पद्यते । अत उभयनयाभिप्रायतो वस्तुस्वरूपविज्ञानाय यतितव्यम् । अयञ्च यत्नः निर्भय-निःसङ्गात्मदशाप्राकट्य-परिपोषादिकृते एव कार्यः, न तु रागादिविभावदशापरिपुष्टये । ध्रुवात्मस्वरूपविचारणया द्रव्यार्थिकनयाभिप्राय- म परिणमने व्याधि-जरा-मरणादिभीतिः विलीयते । क्षणभङ्गुरपदार्थस्वरूपोहापोहतः पर्यायार्थिकनयाभि-र्श प्रायपरिणमने सम्पत्-स्वास्थ्य-सौन्दर्याद्यासक्तिः हीयते, कर्मवशतः तद्वियोगे चोद्वेगादिकं नोपजायते। .. इत्थं बाह्याभ्यन्तरसङ्क्लेशोपशमेन आदरतो विशुद्धात्मतत्त्वे निजदृष्टिस्थापनतः द्रुतं परममाध्यस्थ्यदशा । सम्प्राप्यते। ततश्च “जन्माऽभावे जरा-मृत्योरभावो हेत्वभावतः। तदभावे च निःशेषदुःखाभावः सदैव हि ।। ण परमानन्दभावश्च तदभावे हि शाश्वतः। व्याबाधाभावसंसिद्धं सिद्धानां सुखमिष्यते ।।” (शा.वा.स.११/५१ का -५२ + उ.भ.प्र. प्रस्तावः ८/२३८-२३९) इत्येवं शास्त्रवार्तासमुच्चये उपमितिभवप्रपञ्चायां च कथायां निर्मलकेवलिदेशनामध्ये दर्शितं सिद्धसुखं प्रत्यासन्नं स्यादित्यवधेयम् ।।२/१२ ।। છે તે દ્રવ્ય છે અને જે અદ્ભવ અંશ છે તે પર્યાય છે. ગુણ પણ એક પ્રકારનો પર્યાય જ છે. ધ્રુવ અંશને ગ્રહણ કરનાર અભિપ્રાય દ્રવ્યાર્થિકનય કહેવાય. તથા અદ્ભવ અંશને ગ્રહણ કરનાર અભિપ્રાય પર્યાયાર્થિક નય કહેવાય. પદાર્થના બન્ને અંશોનું સમ્યફ રીતે ગ્રહણ કરવામાં આવે તો જ પદાર્થની પરિપૂર્ણ ઉપયોગી જાણકારી મળી શકે. માટે પદાર્થનું સ્વરૂપ દ્રવ્યાર્થિકનયના અને પર્યાયાર્થિકનયના યોગ્ય અભિપ્રાયથી જાણવાનો પ્રયત્ન જિજ્ઞાસુએ કરવો જોઈએ. ઉપરોક્ત બન્ને નયનો ઉપયોગ રાગ- 3 દ્વેષાદિ વિભાવ પરિણામોને પોષવા માટે નથી કરવાનો. પરંતુ નિર્ભય અને નિઃસંગ એવી આત્મદશાને પ્રગટાવવા માટે કરવાનો છે. ‘હું ધ્રુવ આત્મા છું' - આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના દૃષ્ટિકોણને આત્મસાત્ કરવાથી રોગ, ઘડપણ, મૃત્યુ વગેરેનો ભય ખતમ થાય છે. તથા ‘દુન્યવી પદાર્થો ક્ષણભંગુર છે' - 23 આ પ્રમાણે પર્યાયાર્થિકનયના અભિપ્રાયનો હાર્દિક સ્વીકાર કરવાથી સત્તા, સંપત્તિ, સ્વાથ્ય, સૌંદર્ય, સુખી પરિવાર, સુખના ભૌતિક સાધનો વગેરેનો સંગ કરવાની આસક્તિ શિથિલ થતી જાય છે. તથા કર્મવશ સત્તા, સંપત્તિ, સૌંદર્ય વગેરે રવાના થતાં જીવને કોઈ ખેદ કે ઉદ્વેગ થતો નથી. તનિમિત્તક વાદ-વિવાદ કે વિખવાદમાં જીવ ખેંચાતો નથી. આ રીતે બાહ્ય અને આંતરિક આઘાત-પ્રત્યાઘાતો શમી જતાં સ્વકીય વિશુદ્ધ આત્મતત્ત્વ ઉપર પોતાની દૃષ્ટિને રુચિપૂર્વક સ્થાપિત કરી સાધક ઝડપથી પરમ મધ્યસ્થદશાને સંપ્રાપ્ત કરી શકે છે. તેનાથી સિદ્ધસુખ ખૂબ જ નજીક આવે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં તથા ઉપમિતિભવપ્રપંચા કથામાં નિર્મલકેવલીની દેશનામાં સિદ્ધસુખને દર્શાવતા એમ કહેલ છે કે “સિદ્ધોને જન્મ (=પ્રથમસમયવર્તી તે-તે દેહનો સંયોગ) હોતો નથી. જન્મ એ જ ઘડપણનું અને મરણનું કારણ છે. જન્મસ્વરૂપ કારણ ન હોવાથી સિદ્ધોને જરા-મરણ હોતા નથી. તે ન હોવાથી સદૈવ તમામ દુઃખનો અભાવ જ સિદ્ધોને હોય છે. તથા એક પણ દુઃખ ન હોય તો તેમને શાશ્વત પરમાનંદદશા જ હોય ને ! આ રીતે સર્વ પીડાના અભાવથી સમ્યફ પ્રકારે સિદ્ધ થયેલું એવું સિદ્ધોનું સુખ માન્ય છે.” (૨/૧૨)

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432