Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૧૨
० औपचारिकभेदापन्नः गुणः । एतावता गुण-पर्याययोः व्यावहारिको भेद औपचारिकः, नैश्चयिकोऽभेदः पुनः वास्तविक प इति फलितम् ।
इदमेव अभिप्रेत्य श्रीहरिभद्रसूरिभिः तत्त्वार्थसूत्रवृत्तौ “क इत्थमनयोः विशेषः ? उच्यते, तत्त्वतो न कश्चित्, द्रव्यस्यैव ह्येते परिणतिविशेषाः, न त्वेभ्यः केचिदन्ये गुणपर्याया इति। केवलं ‘सहभाविनो गुणाः . क्रमभाविनः पर्याया' इति अवस्था” (त.सू.५/३८, वृत्ति) इत्युक्तम् । 'अनयोः = गुण-पर्याययोः।' श
इदमत्र श्रीहरिभद्रसूरितात्पर्यं ज्ञायते यदुत कुण्डलि-दण्डिप्रभृतिदशायां ‘अयं कुण्डली, अयं क दण्डी' इत्यादिव्यवहारभेदेऽपि सर्पस्तु स एव । कुण्डल्यादिशब्दास्तु भुजङ्गमस्य अवस्थाभेदमेव र्णि दर्शयन्ति, न तु अहिभेदम् । अतः कुण्डलि-दण्डिप्रभृतिषु भेद औपचारिक एव । एवमेव सहभावि
! વ્યાવહારિક ભેદ, નૈૠયિક અભેદ છે, (તા.) ગુણ અને પર્યાય વચ્ચે વ્યવહારનયથી ભેદ છે. પરંતુ વસ્તુલક્ષી નિશ્ચયનયથી તે બન્ને વચ્ચે અભેદ છે. આ પ્રમાણે તત્ત્વાર્થવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવરે જે જણાવ્યું, તેનાથી ફલિત થાય છે કે ગુણ અને પર્યાય વચ્ચે વ્યવહારનયથી સંમત એવો ભેદ ઔપચારિક છે, જ્યારે નિશ્ચયસંમત તે બન્નેનો અભેદ વાસ્તવિક છે.
અવસ્થાભેદથી ગુણ-પચમાં ભેદ જ (ફ્લેમેવ.) આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે “આ રીતે ગુણ અને પર્યાય વચ્ચે ક્યો તફાવત છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે પરમાર્થથી ગુણ અને પર્યાય વચ્ચે કોઈ ભેદ નથી. દ્રવ્યની જ વિશેષ પ્રકારની પરિણતિ ગુણ અને પર્યાય છે, નહિ કે શું દ્રવ્યપરિણતિવિશેષ કરતાં જુદા ગુણ અને પર્યાય. ફક્ત “સહભાવી = ગુણ, ક્રમભાવી = પર્યાય આ વસ્તુના પરિણામની વિશેષ અવસ્થા છે. એવું કહેવા માત્રથી વસ્તુપરિણતિવિશેષ કરતાં તદન સ્વતંત્ર એવા ગુણ કે પર્યાય સિદ્ધ થતા નથી.”
(રૂ.) પ્રસ્તુતમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું તાત્પર્ય એવું જણાય છે કે “એક જ સાપ ગોળ કુંડલું વાળીને રહેલો હોય ત્યારે તેને કુંડલી” કહેવામાં આવે છે. તે જ સાપ દંડની જેમ સીધો રહેલો હોય ત્યારે તેને “દંડી' કહેવામાં આવે છે. તે જ સાપ જ્યારે પોતાની ફેણને ફૂલાવીને રહેલો હોય ત્યારે તેને “ઉત્કણ' કહેવામાં આવે છે. તથા પોતાની ફેણને સંકેલીને તે જ સાપ બેસેલો હોય ત્યારે તેને “વિફણ” કહેવામાં આવે છે. અહીં કુંડલી, દંડી, ઉત્કણ, વિફણ અવસ્થાઓ બદલાય છે પરંતુ સાપ તો તેનો તે જ છે. કુંડલી, દંડી વગેરે શબ્દો તો ફકત સાપની જુદી જુદી અવસ્થાને દર્શાવે છે, નહિ કે જુદા જુદા સાપને. માટે કુંડલી, દંડી, ઉત્કણ, વિફણ વચ્ચે ઔપચારિક ભેદ કહેવાય, ત્યાં વાસ્તવિક ભેદ નથી. બરાબર આ જ રીતે સહભાવી અને ક્રમભાવી એવી અવસ્થામાં રહેલા