Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 379
________________ २/१२ ॐ देवसेनस्य अपसिद्धान्तः । १९५ न चैवमस्ति, रूप-रस-गन्ध-स्पर्शानामर्हता तेषु तेषु सूत्रेषु “वण्णपज्जवेहिं" (भगवतीसूत्र-१४/४/५१३, जीवाभिगम प १/३/७८, जम्बूद्वीपप्रज्ञप्ति-२/३६) इत्यादिना पर्यायसञ्ज्ञयैव नियमनात् । ‘गुण एव तत्र पर्यायशब्देनोक्त' इति । चेत् ? नन्वेवं गुण-पर्यायशब्दयोरेकार्थत्वेऽपि पर्यायशब्देनैव भगवतो देशना इति न गुणशब्देन पर्यायस्य रा तदतिरिक्तस्य वा गुणस्य विभागौचित्यम्” (शा.वा.स.७/३१ वृ.) इति व्यक्तं स्याद्वादकल्पलतायाम् । म तत्त्वार्थश्लोकवार्तिके “पर्यायस्यैव सह-क्रमविवर्तनवशाद् गुण-पर्यायव्यपदेशाद्” (त.सू.श्लो.५/४२/३) इति वदन् दिगम्बरो विद्यानन्दोऽपि प्रकारान्तरेण गुणस्य पर्यायाऽनतिरिक्तत्वमेवाऽऽचष्टे। ततश्च पर्यायातिरिक्तशक्तिस्वरूपगुणवादिनो देवसेनस्य अपसिद्धान्तोऽपि सुदुर्निवार एव । ઉપર મહોપાધ્યાય યશોવિજયજીએ સ્યાદ્વાદકલ્પલતા નામની વિસ્તૃત વ્યાખ્યા રચેલી છે. નબન્યાયની પરિભાષાથી વણાયેલ હોવાથી તે વ્યાખ્યા અત્યંત દુરુહ છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયના સાતમા સ્તબકના એકત્રીશમા શ્લોકની સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યામાં મહોપાધ્યાયજી મહારાજે ઉપરોક્ત બાબતને જણાવેલ છે, તેનો અમુક અંશ આ મુજબ છે. “જો ગુણ પણ અતિરિક્ત પદાર્થ હોત તો ભગવાને તેના જ્ઞાન માટે ગુણાર્થિકનયનો પણ બરાબર તે જ રીતે ઉપદેશ કરેલ હોત, જે રીતે દ્રવ્યના જ્ઞાન માટે દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયના જ્ઞાન માટે પર્યાયાર્થિકનયનો ઉપદેશ કરેલ છે. પરંતુ ભગવાને ગુણાર્થિકનયનો ઉપદેશ કર્યો નથી. જુદા જુદા આગમસૂત્રોમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ સ્વરૂપ પુદ્ગલપરિણામોનું અરિહંત ભગવંતે વાપન્નવેદિ, fધપક્ઝર્દિ.. એમ ‘પર્યાય' શબ્દથી જ પ્રતિપાદન કરેલ છે. “ઉપરોક્ત આગમ સૂત્રોમાં છે પર્યાય’ શબ્દથી ગુણનું જ નિરૂપણ કરવામાં આવેલ છે' - આવી શંકા પ્રસ્તુતમાં અસ્થાને છે. એનું વા કારણ એ છે કે “ગુણ’ શબ્દ અને પર્યાય' શબ્દ સમાનાર્થક હોવા છતાં પણ તીર્થકર ભગવંતે પર્યાય શબ્દને આગળ કરીને પુદ્ગલપરિણામોનું કથન કરેલ છે, નહિ કે “ગુણ' શબ્દને આગળ કરીને. માટે છે. પર્યાય' શબ્દથી ગુણનું જ નિરૂપણ કરેલ છે – તેમ માની ન શકાય. આથી “ગુણ” શબ્દથી પુદ્ગલપર્યાયનું નિરૂપણ ઉચિત નથી અને પર્યાયથી અતિરિક્ત ગુણનો વિભાગ દર્શાવવો ઉચિત નથી.” આ પર્યાય એ જ ગુણ : સ્વાર્થશ્લોકવાર્તિક (તસ્વાર્થ) ઉપરોક્ત શ્વેતાંબરમાન્ય શાસ્ત્રસંદર્ભોના આધારે તો સિદ્ધ થાય જ છે કે પર્યાય કરતાં ગુણ અતિરિક્ત નથી. પરંતુ દિગંબર ગ્રંથના આધારે પણ પર્યાયથી અતિરિક્ત ગુણ નથી' - એવું સિદ્ધ થાય છે. જેમ કે તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રન્થમાં દિગંબર વિદ્યાનંદસ્વામીજીએ જણાવેલ છે કે સહવિવર્તનના આધારે અને ક્રમવિવર્તનના આધારે પર્યાયનો જ ક્રમશઃ ગુણ અને પર્યાય તરીકે વ્યવહાર થાય છે. પ્રસ્તુતમાં ‘દ્રવ્યસહભાવી પરિણમનના નિમિત્તે પર્યાય જ ગુણ તરીકે વ્યવહર્તવ્ય છે' - આ પ્રમાણે પ્રતિપાદન કરતા વિદ્યાનંદસ્વામી પણ જુદા પ્રકારની શબ્દશૈલીથી ‘ગુણ પર્યાયથી અતિરિક્ત નથી જ' - એવું દર્શાવે છે. માટે પર્યાય કરતાં અતિરિક્ત શક્તિસ્વરૂપ ગુણને બતાવનાર દેવસેનજીનું કથન અપસિદ્ધાંત દોષથી ગ્રસ્ત બનશે. આ દોષનું નિવારણ દેવસેનજી કરી શકે એમ નથી. 1. પર્યઃ

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432