Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* पदार्थैकदेशेऽपि अभेदान्वयः
२/१२
एकदेशेऽप्यभेदेन अन्वयो व्युत्पत्तिवैचित्र्यात् । 'अस्माद् दशगुणरूपवान् अयम्' इत्यादौ तु 'एतद्वृत्तिरूपास्वधिकदशप्रकारोत्कर्षवद्रूपवान् अयम्' इत्यर्थः । दशप्रकारत्वञ्च बुद्धिविशेषविषयत्वमित्याद्यूह्यम् । यतः ‘चित्रगुः' इत्यादौ क्वचिद् एकदेशेऽपि अभेदेन अन्वयो व्युत्पत्तिवैचित्र्यात् सम्भवत्येव । यद्वा गुणपदं दशत्वसङ्ख्यावत्परम्, दशपदं तात्पर्यग्राहकमिति ।
‘अस्माद् दशगुणरूपवान् अयम्' इत्यादौ तु 'एतद्वृत्तिरूपावधिकदशप्रकारोत्कर्षवद्रूपवान् अयम्' इत्यर्थः। दशप्रकारत्वञ्च बुद्धिविशेषविषयत्वस्वरूपमवसेयम् । ततश्च प्रकृतेऽपि गुणशब्दः शुन पर्यायातिरिक्तगुणविशेषवाचकः । अतो ' अस्माद् दशगुणरूपवान् अयम्' इत्यादिलोकव्यवहारान्न पर्यायभिन्नगुणसिद्धिरित्याद्यूह्यम् ।
21
२०६
થાય છે. માટે ઉપરોક્ત નિયમ બાધિત થશે. તેથી ‘ગુણ' પદનો અર્થ સંખ્યાવિશિષ્ટ ન થઈ શકે. એક દેશમાં અભેદ અન્વય બોધ કવચિત્ સ્વીકાર્ય
સમાધાન :- (યતઃ.) ઉપરોક્ત શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે પદાર્થમાં જેમ પદાર્થનો અભેદ અન્વય થાય છે તેમ પદાર્થના એક દેશમાં પણ પદાર્થનો અભેદ અન્વય કયાંક થઈ શકે છે. શાબ્દબોધસ્થલીય વિશેષપ્રકારની વ્યુત્પત્તિનો સહકાર હોય તો એક પદાર્થનો અન્ય પદાર્થના એક દેશમાં અભેદઅન્વય થઈ શકે છે. જેમ કે ‘ચિત્રપુઃ’ વગેરે શબ્દમાં એક દેશ સાથે પણ અભેદઅન્વયબોધ મુક્તાવલી ગ્રંથનો અભ્યાસ કરનાર માટે નવીન નથી. ‘ગો' પદના લક્ષ્યાર્થ ગોસ્વામીના એક દેશમાં ગાયમાં ‘ચિત્ર’ પદના અર્થનો અભેદઅન્વયબોધ ‘ચિત્રગુ’ પદ દ્વારા થાય છે. અર્થાત્ ‘ચિત્રઅભિન્ન ગોસ્વામી’ શું આવો શાબ્દબોધ ‘ચિત્રગુ’ પદ દ્વારા થાય છે. તેથી ‘વસ્તુળો ઘટ' આ વાક્ય દ્વારા ‘દશત્વથી અભિન્ન સંખ્યાથી વિશિષ્ટ ઘટ' આવો અભેદઅન્વયબોધ થવામાં કોઈ અનિષ્ટાપત્તિ આવતી નથી. કેમ કે ધી વ્યુત્પત્તિવિશેષ પ્રસ્તુતમાં સહકારી છે. અથવા તો ‘શત્રુનો ઘટઃ' વાક્યમાં રહેલ ‘ગુણ' પદની દશત્વસંખ્યાવિશિષ્ટમાં લક્ષણા કરીને અન્વયબોધ કરવો તથા દશપદને તાત્પર્યગ્રાહક તરીકે સમજવું.
=
* ‘દશગુણો રૂપાળો' વાક્યવિચાર
(‘સ્મા.) ‘સ્માર્ટૅશશુળવવાન્યમ્' ઈત્યાદિ વાક્યપ્રયોગ સ્થળે તો ‘ત્તવૃત્તિ માધિવશપ્રારોર્ષવદ્-સ્વવાન્ ઝયમ્' આવા પ્રકારનો શાબ્દબોધ થાય છે. ગુજરાતી ભાષામાં કહેવું હોય તો ઉપરોક્ત વાતને એવી રીતે રજૂ કરી શકાય કે ‘આ માણસ પેલા માણસ કરતાં દશગુણો રૂપાળો છે' - - આવા વાક્યનો અર્થ એવો છે કે ‘પેલા માણસમાં રહેલ રૂપની અપેક્ષાએ દશપ્રકાર = દશગણા ઉત્કર્ષથી યુક્ત રૂપવાળો આ માણસ છે.' પ્રસ્તુતમાં દશપ્રકાર એક વિશેષ પ્રકારની બુદ્ધિનો વિષય છે. મતલબ કે (આ માણસના) રૂપમાં રહેલ ઉત્કર્ષમાં જે દશપ્રકારત્વ છે તે ચોક્કસ પ્રકારની (પેલા માણસના રૂપની અપેક્ષાએ ઉત્કર્ષનું અવગાહન કરનારી) બુદ્ધિની વિષયતા સ્વરૂપ છે. એથી ઉપરોક્ત સ્થળે પણ ‘ગુણ' શબ્દ પર્યાયભિન્ન ગુણવિશેષને દર્શાવતો નથી. તેથી પર્યાયથી અતિરિક્ત ગુણની સિદ્ધિ ઉપદર્શિત લોકવ્યવહારથી પણ થઈ શકતી નથી. આવા પ્રકારની અન્યવિધ બાબતોની વિચારણા વાચકવર્ગે સ્વયં કરી લેવી. આવી ગ્રંથકારશ્રીએ અહીં સૂચના આપેલ છે.