Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 382
________________ १९८ ० पदार्थविभाजनकौशल्यदर्शनम् । २/१२ प वच्छेदकविभिन्नधर्ममूलकप्रतिपादनप्रवणनयग्राह्यता तेनैव रूपेण विभागः समीचीनः, अन्यथाविभागस्य मा सम्प्रदायविरुद्धत्वात्। इदमत्राकूतम् - विभाज्यतावच्छेदकीभूतपदार्थांशग्रहणेन पदार्थविभाजनकौशल्यं सुनयानां प्रसिद्धम् । । तथाहि - ‘जीवा द्विविधाः संसारिणो मुक्ताश्च, त्रिविधाः स्त्री-पुरुष-नपुंसकभेदेन, चतुर्विधाः देव शे -नारक-तिर्यग्-मनुष्यभेदेन' इत्यादिरूपेण जीवविभाज्यतावच्छेदकधर्मपुरस्कारतः जीवविभागप्रतिपादनं – सम्यक, येनैव सिद्धत्व-संसारित्वादिरूपेण जीवः यन्नयविषयः तेनैव रूपेण तेन नयेन जीवविभजनात् । संसारित्व-मुक्तत्वलक्षणविभाज्यतावच्छेदकरूपेण जीवग्राही नयो यदि 'संसारि-मुक्त-मनुष्यभेदेन जीवाः त्रिविधाः' इत्येवं जीवान् विभजेत्, तदा तद् विभजनं सम्प्रदाय-शास्त्रविरुद्धं स्यात्, मनुष्यत्वस्य का प्रकृतविभाज्यताऽनवच्छेदकत्वात् । દર્શાવનાર “ગુણ” શબ્દના અભિપ્રાયથી ભગવાને “ગુણ' શબ્દથી ગર્ભિત દેશના ફરમાવેલી છે. મતલબ કે ગુજાન ઈત્યાદિ સંદર્ભ ભગવતીસૂત્રમાં એકગણો (= એકઅંશયુક્ત) કાળો વર્ણ, બમણો શક્તિશાળી (=Powerfull) કાળો વર્ણ, ત્રણ ગણો.... સંખ્યાતગણો, અસંખ્યાતગણો, અનંતગણો અધિક શક્તિશાળી કાળો વર્ણ ધરાવનાર પુદ્ગલની સ્થિતિ સંબંધી પ્રશ્ન-ઉત્તરને જણાવનાર છે. અહીં કોઈ જ્ઞાનાદિ ગુણની કે અગુરુલઘુ ગુણની વાત કરવામાં આવી નથી. તથા એકગણું, બેગણું, ત્રણગણું વગેરે શબ્દ સંખ્યા નામના પર્યાયની સાથે સંકળાયેલ છે. તેથી દ્રવ્ય-ગુણ-પર્યાય આમ ત્રણ પ્રકારના પદાર્થનો જે વિભાગ દિગંબરો બતાવે છે તે વ્યાજબી નથી. કેમ કે જે સ્વરૂપે વિભિન્ન વિભાજ્યતાઅવચ્છેદક (વિભાજ્યતાથી અન્યૂન અને રસ અનતિરિક્ત) ધર્મ ઉપસ્થિત થાય તથાવિધ ધર્મમૂલક પ્રતિપાદન કરવામાં કુશળ એવા નયનો અહીં આશ્રય કરવો જોઈએ. તથા તેવા પ્રકારના નિયથી ગ્રાહ્યતા પદાર્થમાં જે સ્વરૂપે હોય તે જ સ્વરૂપે પદાર્થનો વિભાગ Cી કરવો વ્યાજબી કહેવાય. તેનાથી વિપરીતરૂપે પદાર્થનો વિભાગ કરવો તે સંપ્રદાયવિરુદ્ધ છે. જ વિભાગનિયામક ગુણધર્મનો વિચાર જ (રૂ.) પ્રસ્તુતમાં આશય એ છે કે વિભાજ્યતાઅવચ્છેદકીભૂત પદાર્થગત જુદા જુદા અંશોને લઈને પદાર્થનું વિભાજન કરવામાં સુનયો કુશળ હોય છે - આ વાત સુપ્રસિદ્ધ છે. દા.ત. જીવના બે પ્રકાર - સંસારી અને મુક્ત. જીવના ત્રણ પ્રકાર - પુરુષ, સ્ત્રી અને નપુંસક. જીવના ચાર પ્રકાર - દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય. આ રીતે જીવ નામના પદાર્થમાં રહેલ સંસારિત, સિદ્ધત્વ, સ્ત્રીત્વ, પુંસવ, નપુંસકત્વ, દેવત્વ, મનુષ્યત્વ વગેરે વિભિન્ન અંશોને (= ગુણધર્મોને = અવચ્છેદકધર્મોને = વિભાજ્યતાવચ્છેદકધર્મને) લઈને જીવ પદાર્થનું વિવિધ પ્રકારે વિભાજન જુદા જુદા નયો કરે છે. આ બધા વિભાગ વ્યાજબી હોવાનું કારણ એ છે કે જે સંસારિત્વ, સિદ્ધત્વ આદિ અવચ્છેદકગુણધર્મ સ્વરૂપે જીવ' પદાર્થ જે નયનો વિષય બને છે તે જ સ્વરૂપે તે નય “જીવ' પદાર્થનું વિભાજન કરે છે. પરંતુ વિભાજ્યતાઅવરચ્છેદકીભૂત એવા સંસારિત્વ, સિદ્ધત્વ સ્વરૂપને મુખ્ય કરીને જીવને પોતાનો વિષય બનાવનાર નય “જીવના બે પ્રકાર - સંસારી અને સિદ્ધ” - આ પ્રમાણે જીવોના ભેદ બતાવવાને બદલે “જીવના સંસારી-સિદ્ધ-મનુષ્ય આ ત્રણ ભેદ છે” - આ પ્રમાણે જો જીવના ભેદોને જણાવે તો છે

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432