Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 370
________________ २/११ ૨૮૬ • शास्त्रदीपिकासंवादोपदर्शनम् । प अथ 'नीलो घटः', 'नूतनो घट' इति विलक्षणप्रयोगदर्शनाद् द्रव्य-गुण-पर्यायत्रितयकल्पन__ मर्हति इति चेत् ? न, एवं सति अतिरिक्तजाति-क्रियादिकल्पनापत्तेः, तत्पुरस्कारेणाऽपि प्रयोगोपलब्धेः। तदुक्तं म पार्थसारथिमिश्रेण शास्त्रदीपिकायाम् “जाति-द्रव्य-गुण-क्रिया-नामभिः पञ्चधा सविकल्पकेन विकल्प्यते - (१) “રયમ્', (૨) “vs યમ્', (3) “શવસ્તોડયમ્, (૪) “ચ્છતિ વયમ્', (૫) ડિલ્યોડમતિ” (શા. " दी.पृ.६५) इति । ततश्च शब्दप्रयोगानुसारेण पर्यायातिरिक्तगुणाभ्युपगमेऽतिरिक्तजाति-क्रियादिकल्पनाक पत्त्या द्रव्य-पर्यायलक्षणद्विविधतत्त्वकल्पनैवोचितीमर्हतीति। દિગંબર :- (ક.) “નીલ ઘડો', “નવો ઘડો - આ પ્રમાણે વિલક્ષણ પ્રયોગો જગતમાં જોવા મળે છે. જે ઘડાનો વર્ણ નીલ હોય છે તે ઘડાને કાયમ માટે નીલ ઘડા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ “નવો ઘડો' - આ પ્રકારનો શબ્દપ્રયોગ પ્રારંભના સમયે જ થાય છે. અમુક સમય વીતી ગયા પછી તેને જૂના ઘડા તરીકે ઓળખવામાં આવે છે. તેથી નીલ આદિ વર્ણ કાયમી હોવાથી તેને ગુણ સ્વરૂપે માનવામાં આવે છે. તથા નૂતનપણું, પુરાતનપણું વગેરે પરિણામો કાદાચિત્ક અને ક્રમભાવી હોવાથી તેને પર્યાય સ્વરૂપે માનવામાં આવે છે. આમ સાર્વલૌકિક અનુભવના આધારે અને વ્યવહારના આધારે દ્રવ્ય, ગુણ અને પર્યાય - આ પ્રમાણે ત્રણ પદાર્થની કલ્પના કરવી વ્યાજબી છે. -- કેવળ શબ્દપ્રયોગ ભેદ-અસાધક ઃ શ્વેતાંબર - શ્વેતાંબર :- (ન, પર્વ.) ઉપરોક્ત દલીલ વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે કેવળ વિલક્ષણ વ્યવહારના આધારે પર્યાય કરતાં ભિન્ન એવા ગુણની જો કલ્પના કરવામાં આવે તો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયની જેમ જાતિ, ક્રિયા વગેરે પણ સ્વતંત્ર છે' - તેવી કલ્પના કરવાની મુશ્કેલી સર્જાશે. કેમ કે ગુણની જેમ અને પર્યાયની જેમ જાતિ અને ક્રિયા વગેરેને પણ મુખ્ય બનાવીને શબ્દપ્રયોગો દુનિયામાં થતા હોય છે. મતલબ કે “લાલ ઘડો', “નવો ઘડો' વગેરે વ્યવહારની જેમ “તામ્ર ઘટ”, “સૌવર્ણ ઘટ', " (પવનથી) ‘હલતો ઘડો' વગેરે વ્યવહાર પ્રસિદ્ધ છે. માટે ગુણની જેમ અને પર્યાયની જેમ જાતિ (તાગ્રત્વ, સૌવર્ણત્વ), ક્રિયા (હલનચલન) આદિને પણ સ્વતંત્ર પદાર્થ રૂપે માનવા પડશે. પાર્થસારથિ મિશ્ર નામના મીમાંસક વિદ્વાને શાસ્ત્રદીપિકા નામના ગ્રંથમાં જણાવેલ છે કે “(૧) જાતિ, (૨) દ્રવ્ય, (૩) ગુણ, (૪) ક્રિયા અને (૫) નામ દ્વારા પાંચ પ્રકારે વસ્તુની વિશેષ રીતે કલ્પના સવિકલ્પક જ્ઞાન દ્વારા કરવામાં આવે છે. આ પાંચેયના ક્રમશઃ ઉદાહરણ આ મુજબ છે. (૧) “આ ગાય છે', (૨) “આ દંડી છે', (૩) “આ શ્વેત છે', (૪) “આ જાય છે', (૫) “આ ડિથ છે' - આમ સમજવું.” તેથી જો શબ્દપ્રયોગના આધારે જ પર્યાયભિન્નરૂપે ગુણનો સ્વીકાર કરવો જરૂરી હોય તો પર્યાયભિન્ન સ્વરૂપે જાતિ, ક્રિયા આદિનો પણ સ્વીકાર ઉપર મુજબ આવશ્યક બની જશે. કેમ કે મીમાંસક, નૈયાયિક આદિ લોકો જાતિ, ક્રિયા આદિને મુખ્ય કરીને શબ્દપ્રયોગ કરતા હોય છે. પરંતુ દ્રવ્ય, ગુણ, પર્યાયની જેમ જાતિ, ક્રિયા આદિ તત્ત્વોની સ્વતંત્રરૂપે કલ્પના દિગંબરને પણ માન્ય નથી જ. માટે પંચવિધ કે ત્રિવિધ તત્ત્વના બદલે દ્રવ્ય-પર્યાયરૂપે દ્વિવિધ તત્ત્વની કલ્પના કરવી એ જ વધારે ઉચિત જણાય છે.

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432