Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१८२ ० तत्त्वार्थवृत्तिकृन्मतप्रदर्शनम् ।
२/११ (સ.ત.૩/૮-૨) એહનો અર્થ :- જે આગમોક્ત રૂપ, રસ, ગંધ, સ્પર્શ અણસરખું ગ્રહણ જ્ઞાનલક્ષણ છઈ આ જેહનું એહવા છે. તે માટે દ્રવ્યાશ્રિત ગુણ દ્રવ્યથી ભિન્ન છે. એમ કેટલાઈક વૈશેષિકાદિક અન્યતીર્થી તથા
સ્વતીર્થી પણિ સિદ્ધાન્તાનભિજ્ઞ માને છે તિહાં દૂર રહો. ગુણનિ દ્રવ્યથી અન્યપણું ગુણશબ્દ જ પહિલા એ પારીસ્ય કહિતાં પરીક્ષા કરીશું. પર્યાયથી અધિકને વિષે ગુણસંજ્ઞા હોઈ? અપિતુ ન હોય જ. તો ચૂં?
પર્યાયને વિશે જ ગુણસંજ્ઞા હોઈ. ર/૧૧ प (स.त.३/८-९) इति। माण्डलाऽऽग्रा-कोबासत्कभाण्डागारस्थहस्तादर्शानुसारेण द्रव्य-गुण-पर्यायरासस्तबके
अपभ्रंशभाषायां तदर्थवृत्तिलेशस्त्वेवम् “आगमोक्ता रूप-रस-गन्ध-स्पर्शाः द्रव्याद् असमानग्रहणलक्षणा यस्मात्, । तस्माद् 'द्रव्याश्रिता गुणा द्रव्यभिन्ना' इति केचन वैशेषिकाद्याः, स्वयूथ्या वा सिद्धान्तानभिज्ञा अभ्युपगच्छन्ति । म तत्र दूरे अस्तु गुण-गुणिनोरेकान्तेनाऽन्यत्वम्, गुणशब्दे एव तावत् पारीक्ष्यमस्ति किं पर्यायादधिके गुणशब्दः? । उत पर्याय एव प्रयुक्त इति ? अभिप्रायश्च न पर्यायादन्यो गुणः” (द्र.गु.प.रास-२/११) । व तदुक्तं तत्त्वार्थसूत्रवृत्तौ सिद्धसेनगणिवरैः अपि “व्यवहारनयसमाश्रयणेन तु गुणाः पर्याया इति वा क भेदेन व्यवहारः प्रवचने, युगपदवस्थायिनो गुणा रूपादयः, अयुगपदवस्थायिनः पर्यायाः। वस्तुतः पर्याया - TUT રૂટ્યાભ્ય” (ત.ફૂ.૧/રૂ૭, વૃત્તિ-પૃ.૪૨૮) તિ
માંડલના જ્ઞાનભંડારની, આગ્રાના જ્ઞાનભંડારની તથા કોબાના જ્ઞાનભંડારની ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના ટબા'ની હસ્તપ્રતના આધારે આ પ્રમાણે છે - “આગમમાં બતાવેલ રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું જ્ઞાન દ્રવ્યના જ્ઞાન કરતાં જુદી રીતે થાય છે. તથા તેનું લક્ષણ પણ જુદું છે. દ્રવ્યનું જ્ઞાન ચક્ષુ અને સ્પર્શન - એમ બે ઈન્દ્રિયો દ્વારા થાય છે, જ્યારે રૂપાદિ ગુણનું જ્ઞાન ચક્ષુ આદિ એક-એક ઈન્દ્રિય દ્વારા જ થાય
છે. આ કારણથી વૈશેષિક આદિ જૈનેતર દાર્શનિકો અથવા આપણા જૂથના કેટલાક દિગંબરો કે જેમને કે વાસ્તવિક સિદ્ધાંતની જાણકારી નથી તેઓ કહે છે કે ‘દ્રવ્યમાં રહેનારા ગુણો દ્રવ્યથી ભિન્ન છે.” તેઓનું તા તાત્પર્ય એ છે કે ગુણ દ્રવ્યાશ્રિત જરૂર છે પરંતુ તે દ્રવ્યમય, દ્રવ્યસ્વરૂપ (= દ્રવ્યથી અભિન્ન) નથી.
પ્રસ્તુતમાં ગુણ-ગુણીનો એકાંતે ભેદ (સિદ્ધ થવાની વાત) તો દૂર રહો પરંતુ “ગુણ'શબ્દને વિષે જ સૌપ્રથમ સ પરીક્ષા કરવા યોગ્ય છે કે શું પર્યાય કરતાં ભિન્ન વસ્તુમાં “ગુણ' શબ્દનો પ્રયોગ થાય છે? કે પર્યાયમાં જ “ગુણ” શબ્દનો પ્રયોગ થાય છે?” આશય એ છે કે પર્યાયથી ભિન્ન કોઈ ગુણ નથી.”
# ગુણ-પર્યાયમાં અભેદ : સિદ્ધસેન ગણિવર – (.) તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણિવરે પણ જણાવેલ છે કે “વ્યવહારનયનો આશ્રય કરવામાં આવે તો “ગુણ” અથવા “પર્યાય' આમ ભિન્નરૂપે જિનશાસનમાં વ્યવહાર પ્રવર્તે છે. દ્રવ્યની સાથે યુગપદ્ રહેનારા રૂપાદિ ગુણો કહેવાય છે. તથા અયુગપદ્ અવસ્થાયી વસ્તુપરિણામ પર્યાય કહેવાય છે. આ પ્રમાણે ગુણમાં અને પર્યાયમાં પરસ્પર ભેદનો વ્યવહાર થાય છે. વાસ્તવમાં તો પર્યાય કહો કે ગુણ કહો, કોઈ જ ફરક નથી. તે બન્નેનું સ્વરૂપ એક જ છે.” '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + કો.(૯) + આ.(૧)માં છે.