Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१८० ० उपचरितभेदोऽभीष्टकार्याऽसाधकः ।
૨/૧૨ જિમ “સૈનસ્ય ધારા” ઇહાં તેલ નઈ ધારા ભિન્ન કહી દેખાડ્યાં, પણિ ભિન્ન નથી. તિમ સહભાવી ર -ક્રમભાવી કહીનઈ ગુણ-પર્યાય (વિવક્ષાવશથી =) વિવક્ષાઈ જ ભિન્ન કહી દેખાડ્યા, પણિ પરમાર્થઈ સ ભિન્ન નથી. ઈમ જેહનો ભેદ ઉપચરિત છઇં તે ગુણ શક્તિ કિમ કહિ ? જિમ ઉપચરિત ગાઈ
દુઝઈ નહીં, તિમ ઉપચરિત ગુણ શક્તિ ન ધરઈ.” प यथा वा 'तैलस्य धारा' इत्यत्र षष्ठ्याः प्रयोगात् तैल-धारयोः औपचारिको भेद उच्यते, परं
वस्तुतः तयोः भेदो नास्ति। न हि तैलातिरिक्ता धारा काचिदुपलभ्यते। तथा ‘सहभावी गुणः क्रमभावी च पर्यायः' इत्युक्त्या गुण-पर्याययोः विवक्षात औपचारिकः भेद उक्तः, परं परमार्थतः म तयोः भेदो नास्ति । न हि पर्यायाऽतिरिक्तो गुणः कश्चित् क्वचिदप्युपलभ्यते । of इत्थञ्च गुणे औपचारिक एव पर्यायभेदः, न तु पारमार्थिकः । ततश्च कथं गुणः द्रव्यवत्
शक्तिरूपतयोच्यते ? न हि सहस्रशोऽपि गोत्वेनोपचरितः षण्ढः पयसा पात्री प्रपूरयति । तस्मात् १ पर्यायाद् औपचारिकभेदवति गुणे स्वातन्त्र्येण गुणत्वेन रूपेण शक्तिरूपता नैव सम्भवतीति फलितम् ।
શક્તિસ્વરૂપ કઈ રીતે માની શકાય ? અથવા એમ પણ કહી શકાય કે જેમ “તેલની ધારા આવા શબ્દપ્રયોગમાં છઠ્ઠી વિભક્તિનો ઉપયોગ થયેલ હોવાથી તેલ અને ધારા વચ્ચે ભેદ જણાવાય છે. કારણ કે ષષ્ઠી વિભક્તિનો અર્થ ભેદ છે. (જેમ કે દેવદત્તનું ધન', અહીં છઠ્ઠી વિભક્તિ દ્વારા દેવદત્ત અને ધન વચ્ચેનો ભેદ દર્શાવાય છે.) પરંતુ તેલ અને તેલની ધારા વચ્ચે વાસ્તવિક કોઈ ભેદ નથી. કેમ કે તેલશૂન્ય કોઈ તેલધારા પ્રાપ્ત નથી. (દેવદત્તની ગેરહાજરીમાં ધન મળે છે અને ધન વિનાનો પણ દેવદત્ત કયારેક જોવા મળે છે. માટે દેવદત્ત અને ધન બન્ને સ્વતંત્ર કહેવાય છે. તેવું તેલ અને તેલધારા આ વચ્ચે નથી.) માટે તેલ અને તેલધારા વચ્ચે રહેલો ભેદ ઔપચારિક જ કહેવાય છે. તેમ ‘દ્રવ્યનો
સહભાવી પરિણામ ગુણ કહેવાય અને ક્રમભાવી પરિણામ પર્યાય કહેવાય' - આવા વાક્યપ્રયોગ દ્વારા U ગુણ અને પર્યાય વચ્ચેનો ભેદ વિવક્ષાવશ ઔપચારિક જ કહેવાય છે. પણ પરમાર્થથી તે બન્ને વચ્ચે કોઈ તાત્ત્વિક ભેદ નથી. કારણ કે પર્યાયથી સ્વતંત્રપણે કોઈ પણ ગુણ કયાંય જણાતો નથી.
૪ ગુણ-પચમાં ભેદ ઔપચારિક, અભેદ પારમાર્થિક જ (ઉત્થ.) આ રીતે ફલિત થાય છે કે ગુણમાં પર્યાયનો ઔપચારિક જ ભેદ છે, વાસ્તવિક નહિ. પર્યાય કરતાં ગુણમાં સ્વતંત્રતા (ભિન્નતા) ન હોવાથી ગુણને દ્રવ્યની જેમ શક્તિરૂપે (પ્રકૃતિરૂપે) કઈ રીતે કહી શકાય ? ઔપચારિક વસ્તુ કાર્યને કરી શકતી નથી. આખલામાં ગાય તરીકેનો ઉપચાર હજારો વખત કરવામાં આવે તો પણ આખલો તપેલીને દૂધથી છલકાવી દેતો નથી. માટે પર્યાયથી ઔપચારિક રીતે ભિન્નતાને ધરાવનાર ગુણમાં સ્વતંત્રતયા ગુણત્વરૂપે શક્તિરૂપતા સંભવતી નથી. ઔપચારિક ગાય દૂધને ન આપે તેમ ઔપચારિક પર્યાયભેદયુક્ત ગુણ” પદાર્થ શક્તિરૂપતાને ધારણ ન કરે. જ શાં.માં તેવ’ અશુદ્ધ પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. . ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. * સિ.કો.(૯)આ.(૧)માં “જેહ ગુણનો ભેદ પર્યાયથી સહભાવી ક્રમભાવીને વિવફાઈ જ કહ્યો તે ગુણ શક્તિ કિમ કહીઈ ?