Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५६ • कालप्रभावप्रतिपादनम् ।
૨/૮ છાનમાઘોતિઃ ૧) “કથા તિઃ તથા મતિઃ', (૨) “યથા ભવઃ તથા ભાવ:', (૩) યથા નિયતિઃ તથા સતિઃ ', (૪) “સનાતવાનઃ સામ્રતાને સ્વચ્છાયાં શ્રેષતિ', (૧૫) ‘ાનપરિપાવે કાર્યકરવુદ્ધિઃ સપૂતે', (૬) “છાને કૃતમ્ કૃતં ચાત', (૭) વાનસ્ય म लक्षणानि जन्मतः, वधूनां लक्षणानि द्वारतः' इत्यादिकाः लोकोक्तयोऽपि प्रकृते स्मर्तव्याः।
चरमावर्त्तकालसाचिव्येन जिनाज्ञापरिपालनतः “सव्वण्णु सव्वदरिसी निरुवमसुहसंगओ उ सो तत्थ । " जम्माइदोसरहिओ चिट्ठइ भयवं सयाकालं ।।” (प.व.१७००) इति पञ्चवस्तुकवर्णितं सिद्धस्वरूपं क जवादाविर्भवति ।।२/८ ।।
આ કહેવતોનું શાણપણ સમજીએ આ (નિ.) કાળ તત્ત્વના આવા પ્રભાવને સૂચવનારી કહેવતો પણ જાણવા મળે છે. જેમ કે :(૧) “જેવી ગતિ તેવી મતિ.' (૨) “જેવો ભવ તેવો ભાવ.” (૩) “જેવી નિયતિ તેવી સંગતિ.” મરણપથારીએ રીબાતા એવા કાલસૌકરિક કસાઈનું ઉદાહરણ
અહીં વિચારવું. (૪) “ભવિષ્યકાળ પોતાનો પડછાયો વર્તમાનકાળે મોકલી આપે છે.” (૫) “કાળ પાકી ગયો હોય ત્યારે કામ કરવાનું સૂઝે.” (૬) “અકાળે કરેલું કાર્ય ન કર્યા સમાન છે.” (૭) “પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં.”
આવી લોકોક્તિઓ પણ કાળના પ્રભાવનું અલગ અલગ રૂપે વર્ણન કરે છે. તેને અહીં યાદ કરવી. ચરમાવર્તકાળના સહયોગથી જિનાજ્ઞાના પૂર્ણ પાલનથી પંચવસ્તકમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલ છે કે “સિદ્ધગતિમાં સદા કાળ સિદ્ધ ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી, નિરુપમસુખયુક્ત, જન્માદિબંધનમુક્ત સ્વરૂપે રહે છે.” (૨.૮)
લખી રાખો ડાયરીમાં.....
• જડનો ત્યાગ સાધનાદર્પણમાં પ્રતિબિંબિત થાય છે.
દા.ત. શિવભૂતિ-બોટિક. તમામ જીવોનો સ્વીકાર ઉપાસનામાં પ્રતિબિંબિત થાય છે.
દા.ત. અરિહંતની કરુણા.
1. सर्वज्ञः सर्वदर्शी निरुपमसुखसङ्गतः तु स तत्र। जन्मादिदोषरहितः तिष्ठति भगवान् सदाकालम् ।।