Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६०
० कारणान्तरापेक्षाविचारः । ૨ કારણાંતરની અપેક્ષા પણિ સ્વભાવમાંહિ જ અંતર્ભત છઇ. તેણઈ તેહનું પણિ વિફલપણું ન હોઈ. - स्वभावाभ्युपगमे दोषलवोऽपि नास्तीति मन्तव्यम् । अत एव नैतन्नये स्थिरपक्षे क्षणभङ्गपक्षे वा ' कार्यभेदे कारणस्वभावभेदः, क्रमिकाऽक्रमिकनानाकार्यकरणैकस्वभावक्रोडीकृतत्वात्।। रा न चानेककार्यकरणैकस्वभावाभ्युपगमे द्रव्यस्य कारणान्तरापेक्षा न स्यात्, समर्थस्याऽन्यानपेक्षणाम दिति वाच्यम्,
कारणान्तरापेक्षाया अपि द्रव्यस्वभावे एवाऽन्तर्भूतत्वात् । अयमेव द्रव्यस्वभावो यदुत कारणान्तरसन्निधाने एव तेन कार्यं जननीयमिति न कारणान्तरवैफल्यम् । અલગ અલગ સ્થળ અને વિભિન્ન કાળ વગેરેની અપેક્ષાએ એક જ દ્રવ્ય અનેક પ્રકારના કાર્યને કરવાનો એકસ્વભાવ ધારણ કરે છે - તેવું માનવામાં આંશિક પણ દોષ આવતો નથી. આમ માનવું જરૂરી છે. માટે જ પ્રસ્તુત નિશ્ચયનયના મત મુજબ એકાંત નિત્યપક્ષમાં કે સર્વથા ક્ષણિકદર્શનમાં કાર્યભેદે કારણનો સ્વભાવ બદલાય તેવું માન્ય નથી. કેમ કે નિશ્ચયનયે ક્રમિક કે અક્રમિક અનેક કાર્ય કરવાના એકસ્વભાવને ધારણ કરનાર કારણને સ્વીકારેલ છે.
સમર્થ કારણ અન્યનિરપેક્ષ શંક:- (રા.) કાર્ય બદલાવા છતાં જો કારણ બદલાતું ન હોય અને અનેક પ્રકારના કાર્યને કરવાનો એક જ સ્વભાવ ઉપાદાનકારણમાં માનવામાં આવે તો અનેક પ્રકારના કાર્યને ઉત્પન્ન કરવા સ માટે ઉપાદાનકારણભૂત દ્રવ્યને નિમિત્તકારણ વગેરેની અપેક્ષા ન હોઈ શકે. મતલબ કે અનેક કાર્યને
કરવાનો એક જ દ્રવ્યનો સ્વભાવ હોય તો અનેક કાર્યને ઉત્પન્ન કરવા માટે ઉપાદાનકારણ અન્ય સહકારિTી કારણોની શા માટે અપેક્ષા રાખે ? કારણ કે સમર્થ હોય તે પોતાના કાર્યને ઉત્પન્ન કરવા માટે બીજાની અપેક્ષા ન રાખે. કુંભાર ઘડો બનાવવા માટે વણકર, સુથાર વગેરેની અપેક્ષા રાખતો નથી.
એ અનેક કાર્યોત્પત્તિ આપત્તિનું નિરાકરણ છે સમાધાન - (ર.) પોતાના પ્રતિનિયત અનેકવિધ કાર્યને ઉત્પન્ન કરવાનો ઉપાદાનકારણમાં એક જ સ્વભાવ હોવા છતાં એક જ કારણથી અનેક કાર્ય ઉત્પન્ન થવાની સમસ્યાને અવકાશ નથી. કેમ કે અન્ય સહકારી કારણોની અપેક્ષા પણ ઉપાદાનકારણભૂત દ્રવ્યના સ્વભાવમાં જ અંતર્ભત છે. માટે નિમિત્તકારણોની ગેરહાજરીમાં એકલા ઉપાદાનકારણથી કાર્ય ઉત્પન્ન થઈ ન શકે. ઉપાદાનકારણભૂત દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે જરૂરી સહકારી કારણોની હાજરીમાં જ ઉપાદાનકારણે પોતાના કાર્યને ઉત્પન્ન કરવું. માટે સહકારી કારણોને અકિંચિકર બનવાની સમસ્યાને અવકાશ રહેતો નથી.
જ કારણાન્તરકુત ઉપકારની મીમાંસા છે | શકો :- જો ઉપાદાનકારણને અન્ય સહકારી કારણોની અપેક્ષા રહેતી હોય તો “સહકારી કારણો દ્વારા ઉપાદાનકારણ ઉપર કોઈક પ્રકારનો ઉપકાર થાય છે' - તેવું માનવું જરૂરી બની જાય છે. બાકી તો ઉપાદાનકારણ શા માટે પોતાના કાર્યને ઉત્પન્ન કરવામાં તથાવિધ સહકારી કારણોની અપેક્ષા રાખે? જ કો.(૧૨)માં “કારણાંતરથી પાઠ. કો.(૧૦)માં ‘વિકલ...' પાઠ.