Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६८
. वेदान्ति-नैयायिकमतभेदोपदर्शनम् । प वेदान्ती त्वाह - एकस्मादेव अखण्ड-परिपूर्ण-शुद्ध-ब्रह्मतत्त्वाद् अनिर्वचनीयैकस्वभावात् सचराचरं
दृश्यं जगद् उत्पद्यते । इत्थमनेककार्यकरणैकस्वभाववादिनिश्चय-नयाभिप्रायं वेदान्ती अनुयाति । “ब्रह्म । सत्यं जगन्मिथ्या” (निरा.२९) इति निरालम्बोपनिषदुक्त्या जगत् प्रपञ्चरूपं मन्वानो वेदान्ती कार्यमात्रम मिथ्यात्ववादिशुद्धनिश्चयराद्धान्तमनुसरति। एवं निश्चय-व्यवहारविवेको वेदान्ति-नैयायिकदर्शनभेदेन - વિજ્ઞાતિવ્ય | से बौद्धदर्शनसम्मतनिरंशवस्तुवादिशुद्धनिश्चयनयाभिप्रायस्त्वत्रैवम् – “प्रतिभासमानं वस्तु अवयवद्वारेण क वा प्रतिभासेत अवयविद्वारेण वा ? (१) तत्र न तावद् अवयवद्वारेण प्रतिभासनम् उत्पद्यते, निरंशपरमाणूनां P प्रतिभासनाऽसम्भवात् । सर्वाऽऽरातीयभागस्य च परमाण्वात्मकत्वात् तेषां च छद्मस्थविज्ञानेन द्रष्टुमशक्यत्वात् ।
तथा चोक्तम् – “यावद् दृश्यं परस्तावद्भागः, स च न दृश्यते। निरंशस्य च भागस्य नास्ति छद्मस्थફર્શન II” () રૂત્યાદિ.
(२) नापि अवयविद्वारेण, विकल्प्यमानस्य अवयविन एवाभावात् । तथाहि - असौ स्वावयवेषु (A) નૈયાયિકો ઉપરોક્ત વ્યવહારનયના મંતવ્યને અનુસરે છે.
(વેવા.) જ્યારે વેદાંતી એમ કહે છે કે “એક અખંડ પરિપૂર્ણ શુદ્ધ બ્રહ્મ તત્ત્વમાંથી સચરાચર વિલક્ષણ દશ્ય જગત ઉત્પન્ન થાય છે. બ્રહ્મ તત્ત્વ એક જ અનિર્વચનીય સ્વભાવથી અનેક કાર્યને ઉત્પન્ન કરી શકે છે.” આવું કહેવા દ્વારા પૂર્વોક્ત અનેકકાર્યકરણ એકસ્વભાવવાદી એવા નિશ્ચયનયના અભિપ્રાયને તે અનુસરે છે. તથા નિરાલંબ ઉપનિષદ્દા આધારે બ્રહ્મ સત્ય જગત મિથ્યા' – આવું કહીને જગતને પ્રપંચરૂપે માનનારા વેદાંતીઓ કાર્યમાત્રને મિથ્યા માનનારા શુદ્ધ નિશ્ચયનયના સિદ્ધાંતને અનુસરે છે. આમ નિશ્ચયનયના અને વ્યવહારનયના તફાવતને વેદાન્તી અને નૈયાયિક દર્શનના ભેદથી સ્પષ્ટપણે જાણવો.
કાર્યદ્રવ્ય મિથ્યા - બૌદ્ધમત (વ.) “ઘટાદિ બાહ્ય દેશ્ય વસ્તુઓ મિથ્યા છે” – આ બાબતમાં બૌદ્ધદર્શનસંમત નિરંશવસ્તુવાદી શુદ્ધ વા નિશ્ચયનયનો અભિપ્રાય આ પ્રમાણે છે કે “જે વસ્તુ જણાય છે તે અવયવ દ્વારા જણાય કે અવયવી દ્વારા
જણાય ? આવા બે વિકલ્પ ઉપસ્થિત થાય છે. (૧) “પોતાના અવયવ દ્વારા ઘટાદિ વસ્તુનું જ્ઞાન ઉત્પન્ન એ થાય છે' - આવો પ્રથમ વિકલ્પ યોગ્ય નથી. કારણ કે વસ્તુના અંતિમ અવયવસ્વરૂપ પરમાણુઓ નિરંશ
= નિરવયવ હોવાથી તેનું પ્રત્યક્ષ આપણને થઈ ન શકે. પરમાણુનું પ્રત્યક્ષ ન થવાથી તેના દ્વારા ઘટાદિ વસ્તુનું જ્ઞાન થવું અસંભવ છે. “પરમાણુઓનું પ્રત્યક્ષ ન થવા છતાં અવયવી દ્રવ્યના આગળના ભાગનું તો પ્રત્યક્ષ થઈ શકે છે ને !' - આવી દલીલ વ્યાજબી નથી. કારણ કે ઘટાદિ વસ્તુનો સૌથી આગળનો સૂક્ષ્મ ભાગ તો પરમાણુસ્વરૂપ છે તથા છબસ્થ જીવને પરમાણુઓનું પ્રત્યક્ષ થવું અશક્ય છે. તેથી જ તો અન્યત્ર પણ જણાવેલ છે કે જે કોઈ વસ્તુ જોવા યોગ્ય છે તેનો જે પાછળનો ભાગ છે તે તો દેખાતો નથી. તથા તેનો જે સૌથી આગળનો ભાગ = સૂક્ષ્મ સપાટી છે તે નિરંશ પરમાણુસ્વરૂપ હોવાથી છદ્મસ્થ = અસર્વજ્ઞ જીવને તેનું પ્રત્યક્ષ થઈ શકતું નથી.'
(રાપ) તથા (૨) “વસ્તુનું અવયવી દ્વારા જ્ઞાન થાય' - આવો બીજો વિકલ્પ પણ સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે “અવયવી = કાર્યદ્રવ્ય ક્યાં રહે છે ?” તે વિચાર કરીએ તો “અવયવી જ નથી” –