Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२/११
१७६
0 गुणार्थिकनयाऽप्रदर्शनम् । श परि = समन्तात् सहभाविभिः क्रमभाविभिश्च भेदैः वस्तुनः गमनं = पर्यायः। अनेकरूपतया प परिणतस्य गमनं = परिच्छेदो यः स पर्यायः, विषय-विषयिणोरभेदात् । अनेकरूपतया वस्तुनः करणं = ___ करोतेर्ज्ञानार्थत्वाद् ज्ञानम्, विषय-विषयिणोरभेदादेव गुणः इति तुल्यार्थी गुण-पर्यायशब्दौ, तथापि न ‘गुणार्थिकः' । इत्यभिहितः तीर्थकृता, पर्यायनयद्वारेणैव देशना यस्मात् कृता भगवता” (स.त.३/१२ वृत्तिः) इति । म यदि गुण-पर्यायौ मिथो भिन्नौ स्याताम्, स्यादेव तर्हि गुणार्थिक-पर्यायार्थिकनयद्वयप्रतिपादनं
भगवदागमे । किन्तु भगवता पर्यायार्थिकनयेनैव देशना व्याकृता, न गुणार्थिकनयेन । अनेन सिध्यतीदं __ यदुत गुण-पर्याययोरभेद एव वस्तुतः। यथा द्रव्याद् भिन्नः पर्यायः तथा न गुणादिति सम्मति
व्याख्याकृदभिप्रायोऽत्र विज्ञातव्यः । ण माण्डलादिभाण्डागारसत्के द्रव्य-गुण-पर्यायरासस्तबकहस्तादर्श अस्याः सम्मतितर्कगाथाया महोपाध्यायका यशोविजयगणिकृता व्याख्या तु एवम्प्राया “परि = समन्तात् सहभाविभिः क्रमभाविभिश्च भेदैः वस्तुनः
જે સમ્યફ બોધ તે (જ્ઞાનાત્મક) પર્યાય છે. યદ્યપિ “તે બોધનો વિષય પર્યાય છે' - તેમ કહેવું જોઈએ. તથાપિ વિષય-વિષયીના અભેદ ઉપચારથી “બોધ એ પર્યાય છે' - એવું કહેવામાં કોઈ વાંધો નથી. તથા ગુણ' શબ્દનો અર્થ છે એક વસ્તુને અનેકરૂપે કરે. “કરે એટલે કે જાણે. અર્થાત્ અનેકરૂપે વસ્તુનું જ્ઞાન = ગુણ. “જ્ઞાન” શબ્દનો મતલબ અહીં જ્ઞાનનો વિષય સમજવો. કારણ કે વિષય-વિષયી વચ્ચે અભેદ ઉપચાર કરવામાં આવે છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે અનેક પ્રકારે પરિણત વસ્તુ (પર્યાય)
અને અનેકરૂપથી જ્ઞાત થનારી વસ્તુ (ગુણ) - આ બે અર્થમાં કોઈ ભેદ ન હોવાથી “ગુણ-પર્યાય શબ્દયુગલ સ સમાનાર્થક જ છે. છતાં પણ તીર્થકર ભગવંતોએ ગુણનું અર્થાત ગુણાર્થિકનયનું પ્રતિપાદન કરેલુ નથી. તીર્થકર ભગવંતોએ તો પર્યાયનય દ્વારા જ દેશના કહેલી છે. માટે ગુણાર્થિકનયને અવકાશ નથી.”
& ગુણ-પર્યાયમાં અભેદઃ સંમતિતર્કવૃત્તિતાત્પર્ય & (.) જો ગુણ અને પર્યાય પરસ્પર જુદા હોય તો “ગુણાર્થિક નય અને પર્યાયાર્થિક નય” આ સ રીતે આગમમાં નયોનું પ્રતિપાદન તીર્થકર ભગવંતોએ કરવું જોઈએ. પરંતુ ભગવાને તો પર્યાયાર્થિક
નયથી દેશના આપેલી છે. ગુણાર્થિક નયથી દેશના આપી નથી. માટે સિદ્ધ થાય છે કે ગુણ અને પર્યાય વસ્તુતઃ એક જ છે. મતલબ કે દ્રવ્ય કરતાં પર્યાય જે રીતે જુદો છે તે રીતે પર્યાય કરતાં ગુણ જુદો નથી. આવું સંમતિ વ્યાખ્યાકારનું મંતવ્ય છે. આ પ્રમાણે અહીં જાણવું.
૦ સમ્મતિ ગાથાની અન્ય વ્યાખ્યા છે (મા.) માંડલાદિના જ્ઞાનભંડારમાં રહેલ દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના સ્તબકની હસ્તપ્રતમાં ઉપરોક્ત સંમતિતર્કની ગાથાની વ્યાખ્યા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે આ પ્રમાણે જણાવેલ છે કે “પરિ = ચારે બાજુ અર્થાત્ તમામ પ્રકારે. ગમન = જ્ઞાન અથવા પ્રાપ્તિ. સહભાવી, ક્રમભાવી એવા સઘળા ભેદોથી વસ્તુના સ્વરૂપની જાણકારી કે પ્રાપ્તિ = પર્યાય. અનેકરૂપે વસ્તુનું કરણ = ગુણ. આ પ્રમાણે '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)સિ.માં ઉપરોક્ત પાઠ ૧૨મી ગાથાના ટબાર્થમાં પરિણામ (સ.ત.રૂ/૧ર) ગાથાસહિત છે. પરંતુ મ.શા.ના પાઠ મુજબ ઉપરોક્ત પાઠ ૧૧મી ગાથાના ટબાથમાં લીધો છે.