Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• गुण-पर्यायप्रतिक्षेपः । तत् तथा” (पञ्चदशी-१३/६८) इत्यादिन्यायाद् द्रव्यव्यतिरेकेण तेषामनुपलम्भाच्च असन्त एव” (अने.व्य.नैगमनय- प पृ.६१) इति व्यक्तमुक्तम् अनेकान्तव्यवस्थाप्रकरणे यशोविजयवाचकवरेण्यैः ।
प्रकृते शुद्धसङ्ग्रहनयात्मकशुद्धद्रव्यार्थिकनय-शुद्धनिश्चयनययोः अभिप्रायैक्यम्। तथा च न । द्रव्य-गुण-पर्यायरासस्तबकाऽनेकान्तव्यवस्थाप्रकरणयोः विरोध इति विज्ञेयम् । ___ द्रव्यास्तिकनयमतप्रदर्शनरूपेण श्रीशान्तिसूरिभिः उत्तराध्ययनसूत्रबृहद्वृत्तौ “यद् आद्यन्तयोः असद् मध्येऽपि ॥ तत् तथैव, यथा मरीचिकादौ जलादि। न सन्ति च कुशूल-कपालाद्यवस्थयोः घटादिपर्यायाः। ततो द्रव्यमेव । आदि-मध्याऽन्तेषु सत् । पर्यायाः पुनः असत्यैः आकाशकेशादिभिः सदृशा अपि भ्रान्तैः सत्यतया लक्ष्यन्ते । क ન હોય' - આ પ્રમાણેના ન્યાય (=સમીકરણ) મુજબ વિચાર કરવામાં આવે તો ગુણ, પર્યાય પૂર્વ તથા પશ્ચાત્ કાળમાં અવિદ્યમાન હોવાથી ઉપચાર માત્ર સ્વરૂપ છે. અર્થાત્ પરમાર્થથી ગુણ અને પર્યાય અસત્ છે. વળી, ગુણ-પર્યાય પરમાર્થથી અસત્ હોવાનું બીજું કારણ એ છે કે દ્રવ્ય વિના સ્વતંત્રપણે ગુણ-પર્યાયો જોવા મળતા નથી. અર્થાત્ દ્રવ્યથી સ્વતંત્રપણે ગુણ-પર્યાયનું અસ્તિત્વ કે વ્યક્તિત્વ શક્ય ન હોવાથી દ્રવ્ય જ પરમાર્થ સત્ છે, ગુણ-પર્યાય નહિ” - આ પ્રમાણે અનેકાંતવ્યવસ્થાપ્રકરણ ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે સ્પષ્ટ રીતે જણાવેલ છે.
જ સ્વતંત્ર પર્યાય મિથ્યા : નિશ્ચયનય સ્પષ્ટતા :- નિશ્ચયમતે જોવા મળે છે તે દ્રવ્ય જ છે; ગુણ કે પર્યાય નહિ. દ્રવ્યના આધારે ગુણ તથા પર્યાય રહે છે; નહીં કે ગુણના તથા પર્યાયના આધારે દ્રવ્ય. દરિયાના આધારે મોજાઓ રહે છે; સુ નહિ કે મોજાંઓના આધારે દરિયો. દરિયા વિના મોજાનું અસ્તિત્વ જોખમાય છે; મોજા વિના દરિયાનું અસ્તિત્વ જોખમાતું નથી. તેમ દ્રવ્ય વિના ગુણ-પર્યાયનું અસ્તિત્વ જોખમાય છે; ગુણ-પર્યાય વિના દ્રવ્યનું ધી અસ્તિત્વ જોખમાતું નથી. માટે દ્રવ્ય જ સત્ છે. ગુણ-પર્યાય દ્રવ્યથી સ્વતંત્રપણે અસત્ છે.
! શુદ્ધનિશ્ચય અને શુદ્ધદ્રવ્યાર્થિકનો સમાન અભિપ્રાય ! (પ્રશ્નો.) “ગાવી અન્ને જ આ કારિકા વિશે શુદ્ધસંગ્રહનયાત્મક શુદ્ધદ્રવ્યાર્થિકનયનો અને શુદ્ધનિશ્ચયનયનો અભિપ્રાય સમાન જ છે - તેમ જાણવું. તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ ટબામાં શુદ્ધનિશ્ચયનયનો ઉલ્લેખ તથા અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણમાં શુદ્ધદ્રવ્યાસ્તિકનયનો ઉલ્લેખ જોઈને વ્યામોહ ન પામવો.
છે કાદાચિક હોય તે અસત્ ઃ શ્રી શાંતિસૂરિજી છે (દ્રવ્યસ્ત.) ઉત્તરાધ્યયનસૂત્ર બૃહદ્રવૃત્તિમાં વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે દ્રવ્યાસ્તિકનયનો મત દેખાડવા રૂપે જણાવેલ છે કે “જે વસ્તુ પૂર્વ-પશ્ચિાત્ કાળમાં અસતુ હોય તે વસ્તુ વચલા સમયગાળામાં પણ અસત્ જ હોય. જેમ કે ઝાંઝવાના જળ. તેમાં જે જળદર્શન થાય છે તે પ્રતિભાસિક છે, વાસ્તવિક નથી. કારણ કે ત્યાં આગળ-પાછળના સમયમાં પાણી હોતું નથી. તે જ રીતે કુશૂલ વગેરે પૂર્વ અવસ્થામાં તથા કપાલ વગેરે પાછલી અવસ્થામાં ઘટાદિ પર્યાયો અસતું હોય છે. તેથી ઘટાદિ અવસ્થામાં (વચલા સમયે) પણ ઘટાદિ પર્યાયો અસત્ જ છે. માટી દ્રવ્ય જ ત્રિકાલ અનુગત હોવાથી સત્ છે. આ દષ્ટાંત અનુસારે વિચાર કરવાથી સિદ્ધ થાય છે કે આદિ, મધ્યમ અને અંત સમયે વિદ્યમાન હોવાથી દ્રવ્ય જ પરમાર્થથી સત્ છે. પર્યાયો તો ગગનકેશ-ગગનકુસુમ-શશશૃંગ વગેરે મિથ્યા પદાર્થો જેવા છે. મિથ્યા હોવા