Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५५
૨/૮
• ओघशक्तेः न फलोपधायकत्वम् । परममुक्तिलक्षणं कार्यमुत्पत्तुमर्हति । अत एवाऽचरमावर्तकाले न योगधर्मसम्भवः। न हि तृणादेव घृतोत्पत्तिः सम्भवति। तदुक्तं योगबिन्दौ हरिभद्रसूरिभिः “तृणादीनाञ्च भावानां योग्यानामपि नो यथा। प तदा घृतादिभावः स्यात् तद्वद् योगोऽपि नाऽन्यदा ।।” (यो.बि.९५) इति । 'योग्यानामपि = ओघशक्तिमतामपि', ग शिष्टं स्पष्टम् । ‘सहैव दशभिः पुत्रैः भारं वहति गर्दभी' इति न्यायेन निरतिचारधर्मक्रियाप्राचुर्येऽपि ओघ-समुचितशक्तिद्वयशून्यत्वेन अभव्यस्य शाश्वतिकं कर्मभारवाहित्वं भावनीयम्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – योगधर्मीघशक्तेः तत्समुचितशक्तिरूपेण परिणामने साफल्यप्राप्तौ श 'वयं चरमावर्तवर्तिन' इति निश्चयम् । शत्रुञ्जयतीर्थदर्शन-भव्याभव्यत्वशङ्कादिना स्वस्य भव्यत्व-क सुनिश्चयमात्रेण नैव कृतकृत्यता सम्पद्यते । एतावता इदं फलितं यदुत शुष्कः तत्त्वनिर्णयः न कार्यसाधकः किन्तु तत्त्वनिश्चयोत्तरं संवेदनशीलचेतसा सद्धर्मव्यवहारमार्गे निरन्तरं गमनाय सोत्साह- .. तया भाव्यम् । इत्थं सततं समादरपूर्वं जिनाज्ञापालनयोगे चरमावर्तकालसाचिव्यम् आवश्यकम् ।
અચરમાવર્તકાળમાં યોગધર્મ નિષ્પન્ન થવાની સંભાવના નથી. અચરમાવર્ત કાળમાં ભવ્યાત્મામાં યોગધર્મની ઓઘશક્તિ હોવા છતાં સમુચિતશક્તિનો અભાવ હોય છે. તેથી ગમે તેટલી ઉગ્ર સાધના કરવામાં આવે તો પણ અચરમાવર્તકાળમાં ભવ્યાત્મા યોગધર્મને પ્રગટાવી શકતો નથી કે મોક્ષે જઈ શકતો નથી. ઘીની ઓઘશક્તિ ઘાસમાં હોવા છતાં પણ ઘાસ માત્રથી ઘીની ઉત્પત્તિ થતી નથી. તેથી તો યોગબિન્દુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે “ઘી બનવાની ઓઘશક્તિવાળા ઘાસ વગેરે પદાર્થોમાંથી ઘાસ અવસ્થામાં ઘી વગેરે જેમ ઉત્પન્ન થઈ શકતું નથી તેમ યોગધર્મની ઓઘશક્તિને ધરાવનારા ભવ્યાત્મામાં સે. અચરમાવર્તકાળની અંદર યોગધર્મ પણ ઉત્પન્ન થઈ શકતો નથી.” અભવ્ય જીવ પાસે તો ધર્મની ઓઘશક્તિ કે સમુચિતશક્તિ - બેમાંથી કશું હોતું નથી. તેથી તે પુષ્કળ નિરતિચાર ધર્મક્રિયા કરે તો પણ તે કાયમ થી કર્મના ભારબોજને વેંઢારે જ રાખે છે. “દશ દીકરા હોવા છતાં તેની સાથે જ ગઘેડી ભારને સદા વહન કરે છે' - આ ન્યાયથી ઉપરોક્ત બાબતની વિભાવના કરવી.
5 કાળનો મહિમા પરખીએ મીન નથી - યોગધર્મની ઓઘશક્તિનું સમુચિતશક્તિમાં રૂપાંતર કરવા માટે જો આપણે સફળ થઈએ તો આપણે ચરમાવર્તકાળમાં આવેલા છીએ તેમ નક્કી સમજવું. શત્રુંજયતીર્થના દર્શન કરવાથી કે “હું ભવ્ય છું કે નહિ ?' - આવી શંકા થવાથી પોતાનામાં ભવ્યત્વનો અસંદિગ્ધ નિર્ણય થઈ જવા માત્રથી કાંઈ આત્માનું કાર્ય પૂર્ણ થઈ જતું નથી. આનાથી ફલિત થાય છે કે કોરો તત્ત્વનિશ્ચય કાર્યસાધક નથી પરંતુ તત્ત્વનિશ્ચય થયા બાદ સંવેદનશીલ હૃદયથી સદૂધર્મવ્યવહારમાર્ગે સતત ચાલવા માટે ઉલ્લસિત થવું એ અત્યંત અનિવાર્ય કર્તવ્ય છે. આવા સાતત્યપૂર્ણ, આદરયુક્ત આજ્ઞાપાલન યોગમાં ચરમાવર્તકાળનો સહયોગ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. આવું ઉપરોક્ત શ્લોક દ્વારા ફલિત થાય છે.